<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

છોટાઉદેપુરના કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્રનો ડોક્ટર નશાની હાલતમાં જોવાયો

દર્દીના સગાને ડોક્ટરનું વર્તન શંકાસ્પદ લાગતાં તેમણે વીડિયો બનાવી વાયરલ કરતા ચકચાર

અમદાવાદ :  ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રમાં અનેક ગોટાળા બહાર આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરના કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પરના એક ડોક્ટરનો નશાની હાલતમાં વીડિયો વાઇરલ થતાં અનેક સવાલો ઉઠ્યા છે. દર્દીના સગાને ડોક્ટરનું વર્તન શંકાસ્પદ લાગતાં તેમણે વીડિયો બનાવી વાયરલ  કરતા ચકચાર મચી જવા પામી છે

 જાણવા મળ્યા મુજબ થડ ગામનો યુવાન સારવાર લેવા ગયો હતો આ દરમિયાન ડોક્ટર અનિલ જાદવ નશાની હાલાતમાં મળ્યો હતો યુવાને વિડિઓ બનાવી વાયરલ કર્યો હતો

(6:57 PM IST)