<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

અમદાવાદમાં બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ત્રણ દિવસીય હનુમાન કથાનો કાર્યક્રમ મોકૂફ

જાસપુર ખાતે બાબા બાગેશ્વર શાસ્ત્રીની હનુમાન કથાનું આયોજન કરાયું હતું પરંતુ બાગેશ્વરધામમાં સમૂહ લગ્ન યોજાનાર હોય કાર્યક્રમ મોકૂફ રાખ્યો

અમદાવાદ :વિશ્વભરમાં સનાતન ધર્મ અને જગત જનની મા ઉમિયા આસ્થાને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરતી સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આગામી જાન્યુઆરી મહિનામાં સનાતન પર્વની ઉજવણી કરાઈ રહી છે. જેમાં વિશ્વપ્રસિદ્ધ બાબા બાગેશ્વરધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણશાસ્ત્રીજી અમદાવાદના જાસપુર ખાતે આવેલા વિશ્વઉમિયાધામ મંદિરમાં દિવ્ય હનુમાન કથાનું રસપાન કરાવવા આવવાના હતા પરંતુ હવે બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.

 

વિશ્વ ઉમિયાધામમાં બાબા બાગેશ્વરની કથા માટે તડામાર તૈયારીઓ સાથે તમામ કામ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે બાગેશ્વર ધામમાં 251 દિકરીઓના સમુહ લગ્ન યોજાવાના હોવાથી બાબા બાગેશ્વર હવે આ કાર્યક્રમમાં હાજરી આપી શકે તેમ ન હોવાથી બાબા બાગેશ્વરનો અમદાવાદનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.

 

(9:16 PM IST)