News of Monday, 30th December 2024
વર્ષ ૨૦૨૪માં ACBએ લાંચ લીધી હોય અથવા તો અપ્રમાણસર મિલકતો વસાવી હોય તેવા ક્લાસ-૧, ૨ પર પર કાર્યરત ૧૪ અધિકારી વિરૂધ્ધ ગુના નોંધ્યા
લાંચ લેનારા ક્લાસ-૧ અને ૨ના ઘણા અધિકારી આખરે જેલના સળિયા ગણતા થઇ ગયા

અમદાવાદ, તા.૩૦: અમદાવાદ શાહીબાગ ડફનાળા નજીક એન્ટી કરપ્શન બ્યૂરોની કચેરી રાજ્યની સરકારી કચેરીઓમાં થતા ભ્રષ્ટાચારને ડામવાનું કામ કરે છે. સરકાર તરફથી સોંપવામાં આવતી સંવેદનશીલ તપાસો પણ આ કચેરી દ્વારા હાથ ધરાતી હોય છે. રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના, લાંગા કેસ કે પછી કેપ્ટન અજય ચૌહાણની તપાસ તેના ઉદાહરણ છે. ભ્રષ્ટાચાર નિવારણ અને કસૂરવારોની ધરપકડ કરવા સુધીની કાર્યવાહી ACB કરે છે. વર્ષ ૨૦૨૪માં ACBએ લાંચ લીધી હોય અથવા તો અપ્રમાણસર મિલકતો વસાવી હોય તેવા ક્લાસ-૧, ૨ પર પર કાર્યરત ૧૪ અધિકારી વિરુદ્ધ ગુના નોંધ્યા છે. મોટાભાગના કેસમાં આવા અધિકારીની સંપત્તિ ટાંચમાં લેવા સુધીની કાર્યવાહી થઇ છે. તેમ નવગુજરાત સમય જણાવે છે.
રાજ્યમાં ACBના કુલ ૩૭ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩માં ૨૦થી પણ ગુના નોંધાયા હતા. જ્યારે વર્ષ ૨૦૨૪માં આ સંખ્યા વધી છે. ઘણા કેસમાં કસૂરવાર અધિકારીઓને જેલના સળિયા ગણતા થઇ ગયા છે. કેટલાક બાબુઓને ફરજ મોકૂફ કરાયા છે. ACBની તપાસ પદ્ધતિથી કેટલાક લાંચિયા અધિકારીના પરિવારના સભ્યોને વિદેશ જતા રહેવા સુધીની નોબત આવી છે.
૨૦૨૪ના ટોપ ૧૪ ભ્રષ્ટાચારી
૧. એસ.કે. લાંગા (નિવળત્ત તત્કાલીન કલેક્ટર ગાંધીનગર)
(વર્ષ ૨૦૦૮થી ૨૦૧૯ દરમિયાન રૂ.૧૧.૯૫ કરોડની અપ્રામણસર મિલકત વસાવી)
૨. મનોજકુમાર સોલંકી (ડેપ્યુટી સિટી ઈજનેર, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન)
(વર્ષ ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન ૨.૯૯ કરોડની સરકારી આવક કરતા વધુની અપ્રમાણસર મિલકત વસાવી)
૩. સમીર મહેતા (તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર, GICL-ગાંધીનગર)
(GILમાં ડેપ્યુટી ડાયરેક્ટર હતા તેમની સાથેના રુચિ ભાવસાર એક્ઝિકયુટિવ એકાઉન્ટ બંને ભેગા મળીને વેન્ડરોને કોન્ટ્રાક્ટ આપીને રૂ.૬૭.૮૧ લાખની મિલકતો વસાવી)
૪. જીગર શાહ (કાર્યપાલક ઈજનેર, પોલીસ આવાસ નિગમ)
(વડોદરા પોલીસ આવાસના કામકાજમાં ટેન્ડરના અવેજ પેટે રૂ.૩૦ હજાર માગ્યા હતા)
૫. નિલેશ પટેલ (RFO -વડોદરા ફાયર બ્રિગેડ)
(સાધનો ઇન્સ્ટોલ થઈ ગયા બાદ એન.ઓ.સી. મેળવવા માટે રૂ. ૨.૨૫ લાખની લાંચ માગતા ઝડપાયા)
૬. કૈલાસ ભોયા (તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર, સુરત)
(૨૦૧૨થી ૨૦૨૦ સુધીમાં વડોદરા, સુરત, જૂનાગઢમાં સત્તાનો દુરુપયોગ કરીને રૂ.૧.૫૭ કરોડની મિલકત વસાવી)
૭ નરેશ જાની (મદદનીશ નિયામક ખાણ-ખનિજ વિભાગ, સુરત)
(રોયલ્ટી પરમિટ મળ્યા બાદ કામ ચાલુ કરવા જતા રૂ. ૨ લાખની લાંચ માગી)
૮ હર્ષદ પરમાર (આસિસ્ટન્ટ કમિશનર પીએફ કચેરી, વાપી)
(ખાનગી કંપનીનો પીએફ કેસ ઝડપથી ચલાવી નિકાલ કરવા રૂ.૫ લાખ માગ્યા)
૯ રત્નાબેન ચૌધરી (નાયબ ઈજનેર ઊર્જા અને પેટ્રોકેમિકલ- સુરેન્દ્રનગર)
(વીજ મીટરમાં ચેડાં કર્યા છે કહી દંડ રૂ.૪ લાખ થશે, પતાવટ માટે રૂ.૧.૫૪ લાખ લાચ લીધી)
૧૦ સંજયકુમાર પટેલ (ઈન્ચાર્જ અધિક્ષક ઈજનેર, UGVCL- પાલનપુર)
(ટેન્ડર માટે રૂ. ૮૨ હજાર માગણી કરી રૂ.૫૦ હજાર સ્વીકારતા ઝડપાયા)
૧૧ મનીષ પરમાર (નાયબ કાર્યપાલક ઈજનેર PGVCL- બરવાળા, બોટાદ)
(કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ૪ વીજ કનેક્શન લેવા રૂ.૨૦ હજારની લાંચ લેતા ઝડપાયા)
૧૨ વલ્લભ પટેલિયા (સહાયક રાજ્ય વેરા કમિશનર- જૂનાગઢ-નાણાં વિભાગ)
(ફરિયાદી પાસે બે વર્ષના અન્ડરટેકિંગ લેટર સર્ટિફિકેટ મેળવવા બાબતે રૂ.૧૨ હજારની લાંચ માગી)
૧૩ મનસુખ સાગઠિયા (ટીપીઓ-રાજકોટ)
(૨૦૧૨થી ૨૦૨૪ સુધીમાં સત્તાનો દુરુપયોગ કરી રૂ. ૨૪.૩૧ કરોડની મિલકત વસાવી)
૧૪ પરેશ પંચાલ (નાયબ ઈજનેર, PGVCL-સુરેન્દ્રનગર)
(ખેતરમાં વીજ ક્નેશન આપવા રૂ. ૫ હજારની લાંચ લીધી).
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
