<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

હિલ સ્ટેશન આબુમાં માઈનસ 6 ડિગ્રી તાપમાન સાથે બરફની ચાદર પથરાઈ: કાશ્મીર જેવો માહોલ

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાત્રો થીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા: કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન 5.6 ડિગ્રી અને કેશોદમાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ 6 ડિગ્રીએ જતા માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગે હજુ વધુ ઠંડી પડશે તેવી ચેતવણી પણ આપી છે.

મહત્ત્વનું છે કે, અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાયો છે, પરંતુ દિવસ દરમિયાન સતત પવન ફૂંકાતા મહત્તમ તાપમાન ઘટીને 25.4 ડિગ્રી થઈ ગયું છે. શહેરનું મહત્તમ તાપમાન ગગડતા દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો વધ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાત્રો થીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન 5.6 ડિગ્રી અને કેશોદમાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં પણ 9.3 ડિગ્રી તાપમાન થતા કાતિલ ઠંડીમાં લોકો ધ્રુજી ઉઠ્યા હતા.

રાજ્યના શહેરનું તાપમાન જોઈએ તો અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન, ડીસામાં 13 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 14 ડિગ્રી તાપમાન. વલ્લભ વિદ્યાનગરમાં 16.7 ડિગ્રી તાપમાન. વડોદરામાં 17.8 ડિગ્રી તાપમાન. ભુજમાં 10.4 ડિગ્રી તાપમાન. નલિયામાં 5.6 ડિગ્રી તાપમાન. અમરેલીમાં 12 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 11.4 ડિગ્રી તાપમાન. રાજકોટમાં 9.3 ડિગ્રી તાપમાન. સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી તાપમાન કેશોદમાં 8.1 ડિગ્રી તાપમાન

(11:58 AM IST)