<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

યાત્રિકોની ભીડને લઈને મહાકુંભ માટે વધુ 6 નવી વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો

સાબરમતીથી એક, ભાવનગરથી ત્રણ, ઉધનાથી એક અને વલસાડથી એક પ્રયાગરાજ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે: 11 સ્પેશિયલ ટ્રેનો બંને સાઇડ અગાઉથી દોડાવાઈ રહી છે

અમદાવાદ : પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ માટે 6 નવી વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં સાબરમતીથી એક, ભાવનગરથી ત્રણ, ઉધનાથી એક અને વલસાડથી એક પ્રયાગરાજ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. 11 સ્પેશિયલ ટ્રેનો બંને સાઇડ અગાઉથી દોડાવવામાં આવી રહી છે. મુસાફરોની ભારે ભીડ અને માંગને લઈને વધુ 6 સ્પેશિયલ વન-વે ટ્રેન દોડાવાશે.

ટ્રેન નંબર 09489 સાબરમતી- પ્રયાગરાજ તારીખ 2 જાન્યુઆરીને ગુરૂવારે સવારે 11.00 કલાકે ઉપડશે. આ ટ્રેન બીજા દિવસે સવારે 11.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે. ટ્રેન નંબર 09227 ભાવનગર ટર્મિનસ-પ્રયાગરાજ તારીખ 1 જાન્યુઆરીને બુધવારે બપોરે 2.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 11.30 કલાકે પ્રયાગરાજ પહોંચશે. ટ્રેન નંબર 09225 ભાવનગર ટર્મિનસ-પ્રયાગરાજ તારીખ 1 જાન્યુઆરીએ બુધવારે રાત્રે 9.20 કલાકે ઉપડશે અને શુક્રવારે સવારે 5.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે.

ટ્રેન નંબર 09229 ભાવનગર ટર્મિનસ-પ્રયાગરાજ તારીખ 2 જાન્યુઆરીને ગુરૂવારે રાત્રે 8.20 કલાકે ઉપડશે અને શનિવારે પાંચ કલાકે પ્રયાગરાજ પહોંચશે. ટ્રેન નંબર 09005 ઉધના-પ્રયાગરાજ તારીખ 31 ડિસેમ્બરે સવારે 6.40 કલાકે ઉપડીને બીજા દિવસે 10.10 કલાકે પ્રયાગરાજ પહોંચશે. ટ્રેન નંબર 09009 વલસાડ-પ્રયાગરાજ તારીખ 1 જાન્યુઆરીએ બુધવારે સવારે 8.40 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 10.25 કલાકે પ્રયાગરાજ પહોંચશે. આ ટ્રેનોની તમામ વિગતો રેલવેની વેબસાઇટ પરથી જોઇ શકાશે.

(12:53 PM IST)