<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

સુરતના પલસાણાના ટૂંડી ગામે દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવા બાબતે ફાયરિંગ :બે મહિલા સહીત 4 લોકો ઘાયલ

સિક્યુરિટી એજન્સી ચલાવતા એક્સ આર્મીમેનના પુત્રએ ફાયરિંગ કર્યું : ઇજાગ્રસ્તોને બારડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

સુરત: ક્રિકેટ રમવા બાબતે યુવકે ફાયરિંગ કર્યું હતું, પલસાણાના ટૂંડી ગામની દ્વારકેશ સોસાયટીમાં આ ઘટના બની છે. સિક્યુરિટી એજન્સી ચલાવતા એક્સ આર્મીમેનના પુત્રએ ફાયરિંગ કર્યું છે. આર્મીમેનના પુત્ર સહિત અન્ય યુવકોએ બોલાચાલી કરી હતી. આ ફાયરિંગમાં 2 મહિલા-2 પુરૂષ સહિત 4 લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને બારડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. માથાકૂટમાં સામેલ યુવકોની પોલીસે ધરપકડ કરી.

(12:56 PM IST)