તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 30th December 2024
સુરતમાં પતંગના દોરથી વધુ એક યુવક ઘાયલ

સુરતઃ શહેરમાં કાતિલ પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું છે. જેમાં બાઇક પર જતા યુવકને ગળામાં દોરી વાગતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. યુવકને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેમાં યુવકને ગળાના ભાગે ૨૦ ટાંકા આવ્યા છે. કતારગામનો યુવક દુકાન બંધ કરી ઘરે જતો હતો તે દરમિયાન આ બનાવ બન્યો હતો. ચાઇનીઝ દોરી પર લગામ લગાવવા લોકોએ માંગ કરી છે તેમ છતા વેપારીઓ પોતાનો નફો કમાવવા ખાનગીમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
