<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

અમદાવાદથી કચ્‍છ જતી પ્રસુતાને રસ્‍તામાં શ્‍વાસની તકલીફ થતા મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૩૦: કચ્‍છના સામખીયાળી રહેતી પરિણીતાને અમદવાદ સારવાર માંથી પરત સામખીયાળી લઇ જતા હોય દરમિયાન સુરજબારી પુલ પાસે કોઈ કારણોસર શ્વાસ લેવામાં તકલીફ થતા મોત થયું હતું.

સામખિયાળી રહેતા ગોમતીબેન રણજીતભાઈ વાળા (ઉ.૪૫) ને પ્રેગેન્‍સીનો સાતમો મહિનો હોય અને અમદાવાદ સારવાર માંથી પરત સામખીયાળી જતા હોય દરમિયાન માળિયા સુરજબારી પુલ પાસે પહોચતા કોઈ કારણોસર શ્વાસ લેવામાં તકલીફ થતા પ્રથમ સામખીયાળી બાદ મોરબી સારવાર માટે ખસેડવામાં આવી હોય જ્‍યાં સારવાર દરમિયાન તેનું મળત્‍યુ નીપજ્‍યું હતું જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.

(4:38 PM IST)