News of Monday, 30th December 2024
બે ભાઇઓને છોડાવવા જતા યુવકના હાથે એકની હત્યાઃ જુની અદાવત કારણભુત?
વડોદરામાં ડોલ વાગતા નિતીને છરીથી હુમલો કર્યો

વડોદરા તા.૩૦: વડોદરાના નવાપુરામાં યુવકની હત્યાની ઘટના સામે આવી છે. સંતોષ અને નીતિન રાજપૂત નામના બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં કપિલ નામનો યુવક વચ્ચે છોડાવવા ગયો હતો. બંને ભાઈઓની ઝપાઝપીમાં કપિલને માથામાં ડોલ વાગી હતી. જેથી ઉશ્કેરાઈને ઝઘડો થતા છોડાવવા આવેલા કપિલે નીતિન પર છરીથી હુમલો કર્યો હતો.
છરીના ઘા વાગતા નીતિનનું મોત થયું હતું. જો કે, મળતક નીતિન અને આરોપી કપિલ વચ્ચે જૂની અદાવત હોવાનું સામે આવ્યુ છે. મળતક નીતિન સામે પણ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર ઘટનામાં પોલીસે હાલ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
