<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

ACB વડા, આઇબી વડા, સીઆઈડી ક્રાઇમ વડા જેવા મહત્‍વના સ્‍થાન કેમ ખાલી? આઇપીએસ વર્તુળોમાં હોટ ટોપિક

જાન્‍યુઆરીનાં પહેલા સપ્તાહમાં થનાર ઓર્ડર હવે થોડા દિવસ મોડા થશે : સુરત રૂરલ એસપી, મહેસાણા એસપી અને સુરેન્‍દ્ર નગર એસપીને બઢતી આપવા નિર્ણય.. રેન્‍જમાં ફેરફાર આવી રહ્યા છે શમશેરસિંહજી ડેપ્‍યુટેશન પર દિલ્‍હી જશે કે નહિ? માત્ર acb સ્‍ટાફ નહિ, વિવિધ સરકારી વિભાગમાં પણ આતુરતા પરાકાષ્ઠા પર છે

રાજકોટ તા. ૩૦: ગુજરાત સરકારનાં મનમાં ચાલે છે શું? એવો સવાલ સિનિયર જુનિયર આઇપીએસ અધિકારીઓ દ્વારા સતત ચર્ચામાં છે?  ગુજરાતમાં ખૂબ મહત્‍વની કહી શકાય તેવી પોસ્‍ટ એટલે acb વડા, આઇબી વડા, સીઆઈડી ક્રાઈમનાં હેડની કહેવાય. ખૂબ આશ્વર્ય પમાડે તેવી વાત એ છે કે આ ત્રણે જગ્‍યા લાંબા સમયથી ખાલી છે. આ સ્‍થાનો પર સરકારના ખૂબ વિશ્વાસુ જ નિમાતા હોય છે. ભાજપ સરકાર અને હાલની ભૂપેન્‍દ્રભાઈ પટેલની સરકારના બે વર્ષ પૂર્ણ થયા છે, ટુંકમાં આ સરકાર માંટે કોણ ૧૦૦ ટકા વફાદાર? કોણ ઓછી માત્રામાં વફાદાર ? એની નોંધ છે છતાં આ સ્‍થાનો કેમ ખાલી છે? તે સવાલ સર્વત્ર ગુંજે છે.                

 આ બાબતનો જાણકાર પાસે એક જ જવાબ છે કે મહત્‍વની જગ્‍યાઓનો નિર્ણય અમિતભાઈ શાહ કરે છે, પરંતુ સમય નથી.હવે પ્રશ્‍ન એ થાય કે જેવો ફરીથી ગુડ બુક્‍સમાં આવ્‍યા છે તેવા એડી ડીજીપી લેવલનાં આઇપીએસ પિયુષ પટેલને બીએસએફથી ખાસ પરત ગુજરાત લવાયાને ૧૫ દિવસ થયા છતાં કેમ આઇબી વડા બનાવતા નથી. લો એન્‍ડ ઓર્ડરની જવાબદારીમાંથી મુક્‍ત કર્યા પછી મૂળ posting વગર acb નો ચાર્જ જેમને અપાયો છે તેવા શમશેરસિંઘ કેન્‍દ્રમાં જાય છે તેવા સમાચાર પછી નિમણૂક કે કેન્‍સલ ઓર્ડર ન હોવાથી સ્‍ટાફ પણ કામની ચિંતા કરવાને બદલે આ અનિヘુિત સ્‍થિતિની ચર્ચા કરી ખૂબ અવઢવમાં છે.            

 જાન્‍યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં જ આઇપીએસ લેવલે   ૨૦૧૧ બેચના એસપી લેવલ કે જેમાં છેલ્લી બઢતી આ બેચમાં મહેન્‍દ્ર બગડીયા કે જેવો રાજકોટ એડી.સીપી તરીકેનાં સમયમાં મુકાયા છે, તે સિવાયના એસપી ને બઢતી સાથે બદલી રાઉન્‍ડ રેન્‍જ લેવલે પણ થશે. ૨૦૧૧ બેચનાં એસપી લેવલે બઢતી સુરત રૂરલ એસપી હિતેષ જોયસર,મહેસાણા એસપી તરુણ દુગ્‍ગલ, રાજેન્‍દ્રસિંહ ચુડાસમા, સુરેન્‍દ્રનગર એસપી ગિરીશ પંડ્‍યાને ડીઆઇજી લેવલે બઢતી સાથે બદલી રાઉન્‍ડ આવશે. આ બધું હવે જાન્‍યુઆરીનાં અંત સુધીમાં થશે અમદાવાદ રેન્‍જ આઇજી આર.જે. મોથલિયા ફેબ્રુઆરીમાં નિવળત્ત થાય છે, હાલની રેન્‍જમાંથી જ એક રેન્‍જ વડાનું નામ ચર્ચામાં પ્રથમ છે.

(3:33 PM IST)