<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

૪ જાન્‍યુઆરી સુધી ઠંડીમાં રાહતઃ તા.પ-૬ના ફરી ચમકારો

વેધરએનાલીસ્‍ટ અશોકભાઇ પટેલની તા.૩૧ ડીસેમ્‍બરથી તા.૬ જાન્‍યુઆરી ર૦રપ સુધીની આગાહી કાલથી ન્‍યુનતમ તાપમાન ક્રમશઃ વધશે, રવિ, સોમ તાપમાનમાં ૩ થી પ ડિગ્રીનો ઘટાડો થશે

રાજકોટઃ આવતીકાલથી ઠંડીમાં ઘટાડો થશે તો તા.૪-પ જાન્‍યુઆરી ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે તેમ  વેધરએનાલીસ્‍ટશ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે હાલમાં વિસ્‍તાર વાઇઝ ઠંડીનો માહોલ છે. ઘણાં વિસ્‍તારોમાં નોર્મલથી નીચુ તો ઘણાં વિસ્‍તારમાં નોર્મલથી ઉંચુ તાપમાન છે. પરંતુ લગભગ સેન્‍ટરોમાં મહતમ તાપમાન નોર્મલથી નીચુ રહે છે. જેમકે અમદાવાદમાં ૧૩.૭(નોર્મલ થી ૧ ડીગ્રી  ઉંચુ), રાજકોટ ૧૧ (નોર્મલથી ૧ ડીગ્રી નીચુ), અમરેલી ૧૪.ર (નોર્મલથી ૩ ડીગ્રી ઉંચુ), ડીસા ૯.૬ (નોર્મલથી ૧ ડીગ્રી નીચુ) ભુજ ૧૦.૮ (નોર્મલ નજીક) નોંધાયેલ.

વેધરએનાલીસ્‍ટશ્રી અશોકભાઇ પટેલે તા.૩૧ ડીસેમ્‍બરથી ૬ જાન્‍યુઆરી ર૦રપ સુધીની આગાહી કરતાં જણાવેલ કે તા.૬ જાન્‍યુઆરી ર૦રપના ઉતર ભારતમાં વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ આવશે. પવનો મુખ્‍યત્‍વે ઉતર પુર્વના ફુંકાશે. ૩ જાન્‍યુઆરી સુધી પવનની ઝડપ સામાન્‍ય રહેશે. તા.૪ થી ૬ જાન્‍યુઆરી દરમ્‍યાન પવનની ઝડપ પ થી ૧પ કિ.મી.રહે તેવી ધારણા છે. તા.૪-પ જાન્‍યુઆરીના અમુક સમયે પヘમિ પવન જોવા મળશે. મોટા ભાગના દિવસોમાં આકાશ ચોખ્‍ખુ રહેશે. તા.૪-પના ભેજનું પ્રમાણ વધુ રહેવાનું હોય કચ્‍છ બાજુ સામાન્‍ય ઝાંકળની શકયતા છે.

મોટા ભાગના ગુજરાતમાં નોર્મલ તાપમાન ૧૧ થી ૧૩ ડીગ્રી ગણાય. કચ્‍છ અને ઉતર ગુજરાતમાં ૧૧ ડિગ્રી ગણાય.

તા.૩૧ ડીસેમ્‍બર અને ૧ જાન્‍યુઆરીના ન્‍યુનતમ તાપમાનમાં એક થી બે ડીગ્રીનો વધારો જોવા મળશે. તા.ર થી ૪ જાન્‍યુઆરી દરમ્‍યાન વધુ એકથી બે ડીગ્રી તાપમાન વધશે.

જયારે તા.પ અને ૬ જાન્‍યુઆરીના રોજ ન્‍યુનતમ તાપમાન માં ૩ થી પ ડીગ્રીનો ઘટાડો થશે. ત્‍યારે ન્‍યુનતમ તાપમાન ફરી ૯ થી ૧૧ ડીગ્રી જોવા મળશે.

(4:45 PM IST)