<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

માંગરોળના મોલવણ ગામે કરુણાંતિકા :એક ક્રેન બીજી ક્રેન ઉપર પડતા ક્રેન ચાલકનું ઘટના સ્થળે મોત:ક્રેનનો ખુરદો બોલી ગયો

કંપનીમાં મશીનરી ચડાવવા માટે નાની અને મોટી એમ બે ક્રેનો ભાડે મંગાવાઈ હતી :ભારે વજનના કારણે મોટી ક્રેન સંતુલન ગુમાવ્યું હતું અને સીધી નાની ક્રેન ઉપર પડી

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોલવણ ગામે દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક ક્રેન બીજી ક્રેન ઉપર પડતા ક્રેન ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ જ્યારે ક્રેનનો ખુરદો બોલી ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોલવાણ ગામ ખાતે આ ઘટના બની હતી કે જ્યાં એક કંપનીમાં મશીનરી ચડાવવા માટે નાની અને મોટી એમ બે ક્રેનો ભાડે મંગાવવામાં આવી હતી દરમ્યાન આ કામગીરી ચાલુ હતી ત્યારે ભારે વજનના કારણે મોટી ક્રેન સંતુલન ગુમાવ્યું હતું અને સીધી નાની ક્રેન ઉપર પડી હતી.

મોટી ક્રેન નાની ક્રેન ઉપર પડતા નાની ક્રેનનો ભુક્કો બોલી ગયો હતો અને ક્રેનમાં સવાર 22 વર્ષીય ચાલક શહીદ પઠાણને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

(7:15 PM IST)