<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર મુખ્ય બસ મથકની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા :સ્વચ્છતા-સફાઈનું નિરીક્ષણ કર્યું

કંટ્રોલ રૂમ અને ટીકિટ વિન્ડોની કામગીરી ઝીણવટ પૂર્વક નિહાળી અને બસ મથકમાં મુસાફરો સાથે વાતચીત કરીને તેમને મળતી સુવિધાઓની વિગતો પણ મેળવી

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ બસ મથકની સ્વચ્છતા-સફાઈનું નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ કંટ્રોલ રૂમ અને ટીકિટ વિન્ડોની કામગીરી ઝીણવટ પૂર્વક નિહાળી અને બસ મથકમાં મુસાફરો સાથે વાતચીત કરીને તેમને મળતી સુવિધાઓની વિગતો પણ મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ કોઈપણ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ વિના અચાનક જ ગાંધીનગરના મુખ્ય બસ મથકે અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ સાથે પહોંચ્યા હતા અને મુસાફરો, સામાન્ય નાગરિકો તથા એસ.ટી. બસ મથકમાં ફરજ પરના કર્મયોગીઓ સાથે સંવાદ કરીને જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીએ સરકારી કચેરીઓ, બસ મથકો વગેરેમાં રાજ્યના નાગરિકોને મળતી સેવા-સુવિધાઓની નિયમિતતા અને ગુણવત્તા ચકાસવા માટે અવાર-નવાર ઓચિંતી મૂલાકાતનો આ ઉપક્રમ અપનાવ્યો છે.

(8:23 PM IST)