News of Tuesday, 31st December 2024
અદાણી ગેસ લિમિટેડનો 17,56,19,646 રૂપિયાનો ટેક્સ બાકી: મોટી કંપનીઓ સામે પણ ઢોલ વગાડવાની વિપક્ષની માંગણી
અંડરગ્રાઉન્ડ યુટીલીટીનો અદાણી દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી કંપની દ્વારા તેનો ટેક્સ ભરવામાં આવતો નથી

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ વસૂલવા અંગે મોટી કંપનીઓ સામે પણ ઢોલ વગાડવાની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વિપક્ષનો આક્ષેપ છે કે અદાણી ગેસ લિમિટેડનો કુલ 17,56,19,646 રૂપિયાનો ટેક્સ બાકી છે.. અંડરગ્રાઉન્ડ યુટીલીટીનો અદાણી દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી કંપની દ્વારા તેનો ટેક્સ ભરવામાં આવતો નથી. તંત્ર દ્વારા એવો બચાવ કરવામાં આવે છે કે કોર્ટ મેટર ચાલી રહી છે, પરંતુ જો કોર્પોરેશન પાસે મોટા વકીલોની ફોજ હોય તો શા માટે આ મુદ્દો ઝડપથી ઉકેલાતો નથી તે પણ એક પ્રશ્ન છે ?
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
