<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

ગુજરાત પોલીસ ફરિયાદ લેતી નથી: લોકોના આરોપનો પડઘો પડ્યો : સરકારે લેખિતમાં સ્વીકાર્યું: સીપી અને એસપીને પત્ર

અધિક ગૃહ સચિવ એમ. કે. દાસે CP અને SPને પત્ર લખીને ચીમકી આપી છે કે, તમામ FIR તાત્કાલિક નોંધવામાં આવે, નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગાંધીનગર : વર્ષોથી નાગરિકો પોલીસ ફરિયાદ નોંધતી નથી તેવા પર આરોપ લગાવે છે, પરંતુ હવે જનતાના આ આરોપ સાચા પડ્યા છે
રાજ્યમાં છેલ્લાં કેટલાક સમયથી લોકો પોલીસના મનસ્વીપણાની ફરિયાદ કરી રહ્યા છે. સામાન્ય નાગરિકો એકબાજુ ન્યાય મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. તો બીજી તરફ, અસામાજિક તત્ત્વો મનફાવે તેમ જાહેરમાં ગુનાખોરીને અંજામ આપી રહ્યા હોય તેવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. વર્ષોથી નાગરિકો પોલીસ ફરિયાદ નોંધતી નથી તેવા પર આરોપ લગાવે છે, પરંતુ હવે જનતાના આ આરોપ સાચા પડ્યા છે. આ વાત હવે રાજ્ય સરકારે જ આડકતરી રીતે લેખિતમાં સ્વીકાર્યું છે.

   અધિક ગૃહ સચિવ એમ. કે. દાસે CP અને SPને પત્ર લખીને ચીમકી આપી છે કે, તમામ FIR તાત્કાલિક નોંધવામાં આવે, નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

(6:56 PM IST)