<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

થર્ટી ફર્સ્ટને લઈને દીવમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા : મોટાભાગની હોટલો હાઉસફૂલ થઇ ગઈ

નાગવા બીચ પર કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો: દીવ કિલ્લા સહિત અન્ય ફરવા લાયક સ્થળો પર પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો

દીવ :2024ને વિદાય આપવા અને નવા વર્ષ 2025ને વેલકમ કરવા માટે ગુજરાતને અડીને આવેલા પ્રવાસન સ્થળ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. જેના પગલે દીવની મોટાભાગની હોટલો હાઉસફૂલ થઈ ગઈ છે.

નવા વર્ષને વેલકમ કરવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી લોકો દીવ પહોંચતા અહીંનો નાગવા બીચ પર કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સિવાય દીવ કિલ્લા સહિત અન્ય ફરવા લાયક સ્થળો પર પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં દર વર્ષે નવા વર્ષનું વેલકમ કરવા માટે હજારો સહેલાણીઓ ઉમટી પડે છે. દીવની ખાનગી હોટલોમાં DJ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવે છે. આજે રાતે 12ના ટકોરે આતશબાજી કરીને જૂના વર્ષને બાય-બાય કરીને નવા વર્ષને વેલકમ કરવામાં આવશે.

(7:17 PM IST)