
૮ વર્ષથી સરકારે GSTના નામે દેશને લુંટયો : પટણામાં કોંગ્રેસ કારોબારીને સંબોધતા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેઃ મોદી સરકારને આડે હાથ લીધી : રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મુસીબતોનું કારણ સરકારની ખોટી નીતિઓ : દેશની હાલત ચિંતાજનકઃ ખેડૂતોની આવક વધી નથીઃ બેકારી વધી છેઃ સરકાર ઉત્સવ મનાવવાની વાત કરે છે પણ લોકો પાસે પૈસા નથીઃ મતદાર યાદીઓમાં છેડછાડને દલિતો અને ગરીબોના અધિકારીઓની ચોરી ગણાવી3:08 PM IST
કચ્છના રણમાં હરિત ઉર્જાને લઇને અદાણી-અંબાણી વચ્ચે જંગ : પાકિસ્તાન બોર્ડર ખાતે બંને ગુજરાતી ઉદ્યોગપતિઓ આમનેસામને : ગ્રીન ગોલ્ડમાઇન મેળવવા હોડ : કોણ બાજી મારશે ? ગ્રીન એનર્જી સેકટરને લઇને સ્પર્ધા : બંને કચ્છમાં એનર્જી સેકટરમાં ધડાધડ રોકાણ કરી રહયા છે : અદાણી ગ્રુપની અક્ષય ઉર્જા પાસે ૪.૬ લાખ એકર જમીન : બિલિયન ડોલરનું રોકાણ : રિલાયન્સે ૩ સિંગાપુર સમાઇ શકે એટલી ૫.૫ લાખ એકર જમીન મેળવી : ૭૫૦૦૦ કરોડનું રોકાણ3:09 PM IST
પંજાબના બે ભાઈઓની હૃદયદ્રાવક કહાની: લેન્ડિંગ ગિયરમાં છુપાઈને લંડન જવાનો પ્રયાસ, એક ભાઈનું મોત, બીજો બચ્યો, '6 વર્ષ ડિપ્રેશનમાં રહ્યો' : પ્રદીપ હાલ યુકેમાં રહે છે અને લંડનના હીથ્રો એરપોર્ટ પર કામ કરે છે. આ ભાઈઓની કહાની બતાવે છે કે ગરીબી અને વિદેશ જવાની ઝંખના અતિ જોખમી નિર્ણયો લેવા કરી શકે છે મજબૂર10:25 PM IST
યુદ્ધ જેવું વાતાવરણ, પછી અચાનક ગળે લગાવ્યા! ટ્રમ્પ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા વચ્ચે '39 સેકન્ડ'ની મૈત્રી : ટ્રમ્પના આ બદલાયેલા વલણથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. એ જોવાનું રહ્યું કે '39 સેકન્ડ'ની મિત્રતા ભવિષ્યમાં ભારત અને બ્રાઝિલના સંબંધોને કઈ દિશામાં લઈ જાય છે10:22 PM IST
અયોધ્યા વિવાદમાં નવો વળાંક: મસ્જિદના ભૂતપૂર્વ પક્ષકાર ઇકબાલ અન્સારીએ કહ્યું, 'ધન્નીપુરમાં મસ્જિદ કરતાં તે જમીન પર ખેતી કરીને અનાજ હિન્દુ-મુસ્લિમમાં વહેંચવું જોઈએ.’ : અન્સારીએ સ્પષ્ટપણે કહ્યું કે ભારતના મુસ્લિમો પણ ત્યાં મસ્જિદ બને તેમ ઈચ્છતા નથી. તેમણે વિકાસ સત્તામંડળના નકશો રદ કરવાના નિર્ણયને પણ યોગ્ય ગણાવ્યો છે: ગંગા-જમુની સંસ્કૃતિ8:07 PM IST
વાહ! ભક્ત હોય તો આવો: બાંકે બિહારીને બનાવ્યા બિઝનેસ પાર્ટનર, દર વર્ષે કરોડો રૂપિયાનું દાન કરે છે!: તેઓ દર વર્ષે આ દાનમાં 10% નો કરે છે વધારો : આ ભક્ત જ્યારે પણ વૃંદાવન આવે છે, તે દિવસે ઠાકુરજીની તમામ સેવાઓનો ખર્ચ તે ઉઠાવે છે. પ્રસાદથી લઈને કપડાં, શણગાર અને આરતી સુધીની બધી વ્યવસ્થા તે કરે છે8:07 PM IST
રાહુલ ગાંધીના આરોપોની અસર: ચૂંટણી પંચે મતદાર યાદીમાં છેડછાડ અટકાવવા 'ઈ-સાઈન' ફીચર શરૂ કર્યું: આલંદના કિસ્સામાં, 6,018 અરજીઓમાંથી માત્ર 24 જ સાચી નીકળી હતી : અગાઉ, ફક્ત મોબાઇલ નંબર અને EPIC (મતદાર ID) લિંક કરીને અરજી કરી શકાતી હતી, જેમાં ગેરરીતિની શક્યતા હતી: હવે, નવી 'ઈ-સાઇન' સુવિધા સાથે પ્રક્રિયા વધુ સુરક્ષિત અને કડક બની8:02 PM IST
દિલ્હી હાઈકોર્ટે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી ફગાવી: કહ્યું, 'EVM પર સવાલ ઉઠાવવાનો કોઈ આધાર નથી': વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) મશીનોના ઉપયોગથી મતદાન પ્રક્રિયા વધુ વિશ્વસનીય બની છે : ચૂંટણી પંચે કહ્યું છે કે EVM એક વિશ્વસનીય અને પારદર્શક પ્રણાલી છે, જે ઝડપી અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે: EVM ની વિશ્વસનીયતા પર કોર્ટની મહોર8:05 PM IST
દેશની મેડિકલ કોલેજોને અપગ્રેડ કરવામાં આવશે:સરકારે ૧૦,૦૦૦ થી વધુ બેઠકોનો વધારો કરવાની મંજૂરી આપી : સરકારી મેડિકલ કોલેજોમાં પીજી અને યુજી અભ્યાસક્રમો માટે બેઠકોમાં વધારો કરવાની જાહેરાત કરી : સરકાર દરેક બેઠક માટે ₹૧.૫૦ કરોડનો ખર્ચ ઉઠાવશે, જે કુલ ₹૧૫,૦૩૪ કરોડ થશે : નિષ્ણાંત ડોકટરોની ઉપલબ્ધતા વધશે 7:29 PM IST
પહેલા અમે ઉજવણી કરી, હવે અમને છેતરાયાનો અનુભવ થાય છે : લદ્દાખના લેહમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો પર સીએમ ઓમર અબ્દુલ્લાનું નિવેદન : X પર, સીએમ ઓમરે લખ્યું કે લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાનું વચન પણ આપવામાં આવ્યું ન હતું, અને તેઓએ 2019 માં કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવાની ઉજવણી કરી હવે તેઓ દગો અને ગુસ્સે અનુભવે છે7:30 PM IST
સુપ્રીમ કોર્ટે બાળકોના અપહરણ અને તસ્કરીના કેસોને ઉકેલવા માટે એક રાષ્ટ્રીય પોર્ટલ બનાવવાની ભલામણ કરી : તમામ રાજ્યોને વધુ સારી રીતે સંકલન કરવાની અપીલ કરી : કોર્ટે નિર્દેશ આપ્યો છે કે દરેક રાજ્યમાંથી એક વરિષ્ઠ પોલીસ અધિકારીને બાળ તસ્કરીના કેસ માટે નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે : તેમની વિગતો જાહેર કરવી જોઈએ જેથી લોકો ગુમ થયેલા બાળકોની સીધી જાણ તેમને કરી શકે7:30 PM IST
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં નવા ૧૭ તાલુકા અને વાવ-થરાદ જિલ્લાની રચનાને મંજૂરી : વહીવટી સરળતા માટે પ્રજાલક્ષી નિર્ણય: વડાપ્રધાન નરેન્દ્રભાઈના 'ATVT' વિઝનને વેગ : નવા તાલુકાઓનો શહેરી ઢબે વિકાસ થશે અને વિકસિત ગુજરાતના સંકલ્પને બળ મળશે3:40 PM IST
વિપક્ષ નહિ, ગુજરાતમાં શાસક બનવાનો જ ધ્યેયઃ ઇટાલિયા : ‘આપ'ના ધુંઆધાર નેતા-ધારાસભ્ય ગોપાલભાઇ ‘અકિલા'ની મુલાકાતે : ગુજરાતમાં લોકોએ વધારે પડતું સહન કરી લીધું હવે આત્માને જગાડોઃ ત્રીસ વર્ષથી ગુજરાત વિપક્ષ વિહોણું, કોંગ્રેસ ભાજપને જીતાડવા મદદ કરે છેઃ વિસાવદરવાળી સૂત્ર લોકોએ આપ્યું છેઃ આપ અન્યાય સામે લડત આપશે અને લોકોનો વિશ્વાસ જીતીને ઉતમ શાસન આપશેઃ ગોપાલભાઇ 3:02 PM IST
ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિથી ભારતીયોને ઝટકો, પણ જર્મનીએ કહ્યું: 'અમારા પર વિશ્વાસ કરો, અમે નિયમો બદલતા નથી!': જર્મનીમાં 2.5 થી 3 લાખ ભારતીય મૂળના લોકો : તેમણે ભારપૂર્વક જણાવ્યું કે IT, મેનેજમેન્ટ, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોના ભારતીય વ્યાવસાયિકોનું જર્મનીમાં સ્વાગત છે અને તેમને અહીં સ્થિર વાતાવરણ મળશે.5:28 PM IST
રશિયાની નવી ચાલ: ટ્રમ્પની ધમકીઓ બેઅસર, પુતિને એવું શતરંજ રમ્યું કે તિજોરી છલકાઈ ગઈ!: હંગેરી અને સ્લોવાકિયા જેવા કેટલાક દેશો રશિયન તેલ પર ખૂબ જ નિર્ભર : આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે રશિયાએ પોતાની તેલ સપ્લાય ચેઇનને મજબૂત રાખી છે, અને બંદરો પર સ્ટોરેજ ટેન્કોનો ઉપયોગ કરીને ડ્રોન હુમલાઓની અસરને કરી ઓછી5:27 PM IST
પન્નુની દેશદ્રોહી હરકત: PM મોદી વિરુદ્ધ સૈનિકોને ભડકાવવા 11 કરોડનું ઈનામ જાહેર, NIAએ નવો કેસ દાખલ કર્યો : "આ પ્રવૃત્તિઓ દ્વારા, પન્નુએ ભારતની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને ભારતીય શીખોમાં અસંતોષ ફેલાવ્યો છે."તે લાંબા સમયથી ભારત વિરુદ્ધ ભાગલાવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે. જોકે, આ વખતે સૈનિકોને ભડકાવવાનો તેનો પ્રયાસ ખૂબ જ ગંભીર, જેના કારણે NIAએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે5:26 PM IST
ટ્રમ્પનો નિર્ણય યુકે માટે બન્યો તક: સિલિકોન વેલીના ટેલેન્ટેડ વર્કર્સ હવે કેનેરી વ્હાર્ફ જશે!: વૈશ્વિક અર્થતંત્ર અને ટેક ઉદ્યોગ માટે એક નવો વળાંક : "ટ્રમ્પ પ્રતિભા લાવવાનું મુશ્કેલ બનાવી રહ્યા છે, અમે યુકેમાં તે સરળ બનાવવા માંગીએ છીએ. અમારી વિઝા પ્રણાલીને વધુ સુગમ અને ઝડપી બનાવી રહ્યા છીએ."5:23 PM IST
બિહાર ચૂંટણી 2025: મહાગઠબંધનમાં અંદરોઅંદર 'કજિયો'! ભાજપે પોસ્ટર યુદ્ધથી સત્તાના સંઘર્ષનો કર્યો ખુલાસો: ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા : બંને ગઠબંધનો ઓક્ટોબર મહિનામાં ઉમેદવારોની જાહેરાત કરે તેવી શક્યતા: પોસ્ટર યુદ્ધ એ વાતનો સંકેત છે કે આગામી દિવસોમાં બિહારની રાજનીતિ વધુ ગરમાશે.5:20 PM IST
તુર્કીના રાષ્ટ્રપતિએ ફરી એકવાર યુએનમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો : ભારત અને પાકિસ્તાને આતંકવાદનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ અને કાશ્મીર મુદ્દો યુએનના ઠરાવોના આધારે વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ : દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનું સ્વાગત કર્યું9:35 AM IST
પક્ષી સંરક્ષણના પ્રયાસો રંગ લાવ્યાઃ કાશ્મીરની વુલરઃ ઝીલમાં પ્રથમવાર ૩ લાખથી વધુ વિદેશ પક્ષીઓ છવાયા : મધ્ય એશિયા, યુરોપ અને સાઇબિરીયાથી હજારો કિલોમીટરની યાત્રા કરીને આવતા આ પક્ષીઓ માટે વુલર ઝીલ પસંદગીનું શિયાળુ નિવાસસ્થાન બની ગયું હજુ તો આ પક્ષીઓના આગમનની શરૂઆત છેઃ ઓક્ટોબરના અંત સુધીમાં સંખ્યા ઘણી વધી જવાની સંભાવનાઃ ટુરિસ્ટો ઉમટવા લાગ્યા3:25 PM IST
મહત્વના સમાચાર ઝડપભેર વાંચી જાઓ10:29 AM IST
ટ્રમ્પનું યુનોમાં વિસ્ફોટક પ્રવચન કહ્યું કે: 'યુરોપના દેશો નરક તરફ જઈ રહ્યા છે, અવરોધિત આવાગમન અને ગ્રીન એજન્ડા તેમને વિનાશ તરફ લઈ જઈ રહેલ છે: પ્રવચન દરમિયાન ટેલિપ્રોમ્પ્ટર અને એસ્કેલેટર ખરાબ થઈ ગયા: યુનોને 'ભ્રષ્ટ' અને 'નિષ્ફળ' ગણાવ્યું : યુરોપના નેતાઓને ધમકાવ્યા કહ્યું 'તમારા દેશો નરક તરફ જઈ રહ્યા છે' : બ્લોકડ મૂવમેન્ટને કારણે તેઓ ’વિનાશના કિનારે ઊભા' છે: ગ્લોબલ વોર્મિંગને 'છેતરપિંડી' ગણાવી: બ્રિટનના વડાપ્રધાનને નોર્થ સીમાં વધુ તેલ ક્ષેત્રો ખોલવાની સલાહ આપી: જ્યારે લંડનના મેયર સાદિક ખાન પર શરિયા કાયદો લાદવાનો આક્ષેપ કર્યો : સાદિક ખાનના પ્રતિનિધિએ તીખો જવાબ આપ્યો: 'આ અપમાનજનક અને નફરતી ટિપ્પણીઓને અમે માન્ય રાખતા નથી: લંડન વિશ્વનું સૌથી મહાન શહેર છે, અમેરિકાના મુખ્ય શહેરો કરતાં વધુ સુરક્ષિત છે, એટલું જ નહીં, અહીં અમેરિકનો રેકોર્ડ સંખ્યામાં આવીને સ્થાયી થઈ રહ્યા છે9:38 PM IST
ટ્રમ્પનો કાફલો પસાર થવાનો હતો, ત્યારે યુએસ પોલીસે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોનને રસ્તા પર રોકી દીધા : વિડીયો વાયરલ : ઇમેન્યુઅલ મેક્રોન તેમની કારમાંથી ટ્રાફિકમાં ઉતરતા લોકો તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરવાનું શરૂ કરે છે : ત્યારબાદ ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ સીધા ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો અને મજાકમાં તેમને કહ્યું કે તેઓ તેમના કારણે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા .10:18 PM IST
સત્યેન્દ્ર જૈન સાથે સંકળાયેલા અપ્રમાણસર સંપત્તિ કેસમાં ₹7.44 કરોડની સંપત્તિ જપ્ત : તેમના પત્ની શ્રીમતી પૂનમ જૈન અને અન્ય લોકો સામે FIR દાખલ : તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જૈને દિલ્હી સરકારમાં મંત્રી તરીકે સેવા આપતાં 14 ફેબ્રુઆરી, 2015 અને 31 મે, 2017 વચ્ચે અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હતી10:18 PM IST
કોંગ્રેસે મત ચોરી અટકાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો : ચાર રાજ્યોની પાંચ લોકસભા બેઠકો પર બૂથ રક્ષકો તૈનાત કરવામાં આવશે : કોંગ્રેસ પાર્ટી દ્વારા રચાયેલી એક ટીમે પાંચેય મતવિસ્તારોની મુલાકાત લઈને અને બૂથ સ્તરે સ્થાનિક નેતૃત્વ માટે મતદાર યાદી સમીક્ષા પર તાલીમ વર્કશોપ યોજીને ગ્રાઉન્ડ લેવલનું કામ શરૂ કર્યું છે.10:21 PM IST
બેંગલુરુના ખાડાઓ પર રાજકારણ ગરમાયું: ડીકે શિવકુમારનો ભાજપ પર વળતો પ્રહાર, 'PMના ઘર પાસે પણ ખાડા છે!': ભાજપે 24 સપ્ટેમ્બરે સમગ્ર કર્ણાટકમાં 'રસ્તા રોકો' આંદોલનની જાહેરાત કરી : કોંગ્રેસ સરકારે દાવો કર્યો છે કે તેઓ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે: શિવકુમારે જણાવ્યું કે વરસાદ હોવા છતાં, દરરોજ આશરે 1,000 ખાડાઓ ભરવામાં આવી રહ્યા છે 10:35 PM IST
કોલકાતાના દુર્ગા પૂજા પંડાલોમાં 'ક્રાંતિ' અને 'કળા': સેલ્યુલર જેલથી લઈને સ્ટીલના દેવીની અનોખી થીમ!: રાજ્યના બધા પંડાલોને ₹1.10 લાખની સરકારી ગ્રાન્ટ : સુરુચી સંઘ: 'ક્રાંતિકારીનું બલિદાન': ઉત્તર કોલકાતા સર્વોજનીન સમિતિ: 'મહા અલય મા': અર્જુનપુર આમરા સબાઈ ક્લબ: 'મુખમુખી' (સામ-સામે): 45,000થી વધુ પંડાલો10:37 PM IST
‘મહિલા શક્તિ’ નું પ્રદર્શન: કુખ્યાત ગુનેગારને પકડ્યો!: એન્કાઉન્ટરનું નેતૃત્વ ગાઝિયાબાદ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ SO રીતુ ત્યાગીએ કર્યું: ટીમમાં સબ-ઇન્સ્પેક્ટર વિનીતા યાદવ પણ સામેલ : સહારનપુરના વતની રીતુ ત્યાગીએ જણાવ્યું કે આ તેનું પહેલું એન્કાઉન્ટર હતું: ઓપરેશનમાં કોઈ પુરુષ પોલીસ સામેલ નહોતા: કામગીરી ACP નંદગ્રામ ઉપાસના પાંડેના માર્ગદર્શન હેઠળ થઈ10:37 PM IST
યુએનજીએમાં ડોનાલ્ડ ટ્રમ્પના આકરા પ્રહારો: 'ભારત અને ચીન રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેનના યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યા છે!': લોકો ઇચ્છે છે કે તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર જીતે: રશિયાને ચેતવણી: પેલેસ્ટાઇનનો પ્રસ્તાવ રદ : ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનું શ્રેય લીધું અને દાવો કર્યો કે તેઓ સાત દેશોમાં યુદ્ધોનો અંત લાવ્યા: વાસ્તવિક પુરસ્કાર યુદ્ધોમાં બચી ગયેલા લોકોનું જીવન10:42 PM IST
ભારત-યુએસ સંબંધોમાં નવો વળાંક: શું રશિયાના તેલ પર વાતચીત ચાલી રહી છે? માર્કો રુબિયોના દાવા અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના નિવેદનમાં તફાવત! : જયશંકરે આભાર વ્યક્ત કરતા કહ્યું કે દ્વિપક્ષીય સંબંધો, વેપાર, સંરક્ષણ, ઉર્જા, દવા અને મહત્વપૂર્ણ ખનિજો જેવા મુદ્દાઓ પર વાતચીત થઈ છે: જોકે, રશિયન તેલનો કોઈ સીધો ઉલ્લેખ કર્યો નથી.10:41 PM IST
મધ્યપ્રદેશમાં ગૌમાંસ પર જીએસટી મુક્તિથી કોંગ્રેસ ભડકી : જીતુ પટવારીએ કહ્યું- 26-27 સપ્ટેમ્બરે વિરોધ પ્રદર્શન થશે. : મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ કેન્દ્ર સરકારના ગૌમાંસ પર 0% GST લાદવાના નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આ નિર્ણયનો વિરોધ કરશે. તેમણે કહ્યું કે તેઓ કોઈપણ કિંમતે ગૌહત્યા થવા દેશે નહીં.9:21 AM IST
ટ્રમ્પ તંત્રનો વધુ એક સપાટો: અમેરિકામાં વર્ષોથી આતંક મચાવનાર કુખ્યાત ગેંગ 'બેરિઓ ૧૮' આતંકવાદી સંગઠન જાહેર, વૈશ્વિક સંપત્તિઓ થશે ફ્રીઝ : આ ગેંગની પ્રવૃત્તિઓ માત્ર સ્થાનિક કાયદો અને વ્યવસ્થા માટે જ નહીં, પરંતુ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો બની ગઈ હતી: આ ગેંગના હજારો સભ્યો છે: આ ક્ષેત્રના સૌથી ભયાનક સંગઠનોમાંનું એક માનવામાં આવે છે11:44 PM IST

હલ્લાબોલ.....

દેશની વાયુ સેના.....

ખાડા પૂરો અભિયાન..

પાણી જ પાણી......
અકિલા સોશ્યિલ મીડિયાદક્ષિણ ગુજરાતમાં ખેલૈયાઓ અને ગરબા આયોજકોના હાર્ટ બીટ વધારતા મેઘરાજા ડાંગ-આહવા ૪.૫ ઇંચઃ અંબિકા સહીતની લોકમાતાઓ ફરી રમણે ચઢી : મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશ ડેમ માં થી મોટી માત્રામાં પાણી છોડાતા ઉકાઈ ડેમની જળસપાટી વધીને ૩૪૩.૯૦ ફૂટે પહોંચીઃ ડેમના ૧૧ દરવાજા ખોલાયાઃ સતત મોનીટરીંગ કરતું તંત્ર 11:42 AM IST
સુરતમાં જીવલેણ ચાઇનીસ દોરાની ફેક્ટરી કરોડોના મુદામાલ સાથે ઝડપાઈ : માનવ જીવન અને પક્ષીઓ માટે ખતરારૂપ દોરાઓનું આખું કારખાનું ધમધમી રહ્યાની જાણી સીપી અનુપમસિહ ગેહલોત પણ ચોકી ઉઠયા ડીસીપી રાજદીપસિહ નકુમના માર્ગદર્શનમાં જબ્બર સફળતા બનાવની ગંભીરતા પારખી FSL સહિતના રિપોર્ટ મેળવવા પોલીસ કમિશનરના સૂચન મુજબ કાર્યવાહીઃ અકિલા સમક્ષ વાયરલ ન્યૂઝની ભીતરી વાતો sog પીઆઇ અશોક ચોધરી વર્ણવે છે12:51 PM IST
રાજકોટના કુવિખ્યાત અપરાધીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો : રાજકોટ અને જામનગર સહિત બે ડઝન જેટલા ગુન્હાઓ અજય પરસોંડાના નામે પોલીસ રેકોર્ડ પોકારી રહ્યા છે : સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકો વિરુદ્ધના અપરાધો ફર્સ્ટ પ્રાયોરિટીમાં મૂકનાર સીબીઆઇ બેક ગ્રાઉન્ડ ધરાવતા સીપી નરસિંહમાં કોમાર દ્વારા ડેઇલી રીપોર્ટમાં હાઈ લાઈટર બાબતે ફોક્સ કર્યું, ક્રાઇમ બ્રાંચ વડા લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્માના માર્ગદર્શનમાં આખી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશ્રરે મેદાને ઉતારી દીધી : અગ્નિશષા, બે સોનાની ચેઇન, ત્રણ મોબાઇલ વગેરે મુદામાલ કબ્જ્જે થયાનું ‘અકિલા' સાથેની વાતચીતમાં પીઆઇ આર.જી.જાડેજા જણાવે છે. પીઆઇ એચ. ડી.તુવર, Pi એન. જી. જાડેજાના નેતળત્વમાં psi બી.એસ. વાળા અને psi આર .એન બારૈયા અને સ્ટાફની જહેમત ફળી1:00 PM IST
ઉદ્યોગ ક્ષેત્રે નારીશક્તિ: મહિલા ઉદ્યોગસાહસિક શિલ્પા મલિક સફળતાપૂર્વક કરી રહ્યા છે ટેક ઇનોવેશન આધારિત સ્ટાર્ટઅપ ‘બાયોસ્કેન રિસર્ચ’નું નેતૃત્વ :બાયોસ્કેન રિસર્ચ બનાવે છે બ્રેઇન ઇન્જરીની તાત્કાલિક તપાસ માટે નોન-ઇન્વેસિવ, પોર્ટેબલ ઓનસાઇટ ડિટેક્શન મેડિકલ ટૂલ્સ : સ્ટાર્ટઅપે અત્યારસુધીમાં 70 યુનિટ્સનું વેચાણ કર્યું છે, સૌથી વધુ વેચાણ રાજ્ય સરકારના પ્રાઇમરી અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો તેમજ ટ્રોમા સેન્ટરોમાં : શિલ્પા મલિકના નેતૃત્વ હેઠળ બાયોસ્કેન રિસર્ચે ટોચની સંસ્થાઓ તરફથી 50થી પણ વધુ એવોર્ડ્સ મળ્યા છે4:56 PM IST
પગપાળા જઇ રહેલા શિક્ષીકાની છેડતીની વિડીયો વાયરલ થયો હતો : સવારના પ્હોરમાં છેડતી કરી ઇલેક્ટ્રીક બાઇક પર ભાગ્યો એ ધોરણ-૧૧નો વિદ્યાર્થી નીકળ્યો શિક્ષીકાએ અન્ય સ્કૂલના યુનિફોર્મને આધારે શંકા દર્શાવતા ભક્તિનગર પોલીસે શોધી કાઢી ગુનો નોંધી કાર્યવાહી કરીઃ આ સગીર અગાઉ દિલ્હી જતો રહ્યો ત્યારે પણ ભક્તિનગર પોલીસે શોધ્યો'તો2:32 PM IST
સહિયરમાં આરતી સાથે ગરબાનો આનંદ માણતા ખેલૈયાઓ3:49 PM IST
ન્યુ કોલેજવાડીના વેપારી તુષાર ઇલાણી સાથે ખાંડના સોદામાં ચેન્નાઇના શખ્સની ૪૪.૯૧ લાખની ઠગાઇ : કાલાવડ રોડ પર રહેતાં વેપારીને દુબઇની કંપનીએ ૧૦૦૦ ટન ખાંડનો ઓર્ડર આપતાં તેણે ચેન્નાઇના વેપારીને એડવાન્સ પેમેન્ટ ચુકવી ૧૩૫ ટનનો ઓર્ડર દીધો હતોઃ પરંતુ તેણે કંઇ મોકલ્યું નહિઃ તાલુકા પોલીસે તમીલરસી પેરૂમલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી3:11 PM IST
બેડીનાકાના બે મિત્રોને રામનાથપરા સ્મશાન પાસે આંતરી છરી બતાવી મોબાઇલ અને એક્ટીવાની લૂંટ : બંને મિત્રોને ઢીકાપાટુનો માર મારી રાડો પાડશો તો મારી નાંખશું કહી ધમકી આપી લૂંટ કરી ભાગી ગયા ઇમિટેશનનું કામ કરતો મારફતશેખ અને મિત્ર મિરાજુલ શેઠનું એક્ટીવા લઇ હાથીખાનામાં જમવાનું લેવા જતાં હતાં ત્યારે બનાવઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 4:08 PM IST
રાજકોટની યુવતિની ધોરાજીના ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે સગાઇ તોડાવી નાંખીઃ માથે જતાં ખૂનની ધમકી : યુવતિનો સંપર્ક સાતેક મહિના પહેલા ગોૈરવ રીજવાણી સાથે થયો હતોઃ તેણે લગ્નનું કહ્યું પણ યુવતિએ માતા-પિતા વિરૂધ્ધ ન કરી શકે તેમ કહી બીજે સગાઇ કરી લેતાં ગોૈરવે બંનેને ફોટા તેણીના મંગેતરને મોકલી દીધાઃ અલગ અલગ નંબર પરથી ફોન કરી સતત ધમકીઓઃ અંતે યુવતિએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતાં તપાસનો ધમધમાટ4:09 PM IST
રાજકોટમાં અમિતભાઇ શાહને આવકારતા બંકિમ મહેતા 1:19 PM IST
મહમદભાઇ દેખૈયા અને રાહી ઓધારિયાએ ગરબા-ગીતો સહિત ૩પ૦ જેટલા સ્વરાંકનો આપ્યા : ગરબે રમવા નિસર્યા માડી તારી આરત કાજે... તાલે તાલે માના ગરબા કૈરા ચોક નિરંતર ગાજે... ૩ ભાવનગરવાસીઓએ દુનિયાના ચાચર ચોકે મુકયો... એ ગરબાના શબ્દ-સ્વર રચનાની રસપ્રદ વાત મહમદભાઇ અને રાહી ઓધારિયાએ રપ વર્ષ પહેલા લખેલુ ગીત ‘આ ભાવનગર છે... ભાતીગળ...' આજે પણ અનેક કાર્યક્રમોમાં ગુંજે છે11:16 AM IST
અર્વાચિન દાંડિયારાસના આક્રમણ વચ્ચે મોરબીની શક્તિ ચોક ગરબી, માં ગરબી, માધાપર ગરબી, મંગાળભુવન, દરબારગઢ ચોક, હાઉસિંગ બોર્ડ વિગેરે પ્રાચીન ગરબીઓ અડીખમ, : દેશી વાજિંત્રો તબલા, હર્મોન્યમ, દોકડ, મંજીરા, ઢોલ વિગેરેની જમાવટ: બહારના ગાયક કલાકારો નહિ પરંતુ સ્થાનિક લોકો જ બોલાવે છે ગરબાની રમઝટ: પોલસી પરિવાર માટે નવરાત્રિનું આયોજન10:48 PM IST
જેતપુરમાં તમાકુ લેવા જવાની ના પાડતાં ૧૮ વર્ષના કરણસિંગની માથામાં સળીયાના ઘા ફટકારી હત્યા : બાવીસ દિવસ પહેલા તેના જ વતનના જયસિંગ ગોંડે હુમલો કર્યો હતોઃ યુવાને સારવારમાં દમ તોડતાં અરેરાટીઃ મૃતક તેના પિત્રાઇના ઘરે બનાવના ચાર દિવસ પહેલા જ ફરવા માટે આવ્યો હતોઃ જેતપુર પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ કરી11:08 AM IST
વાર્તાનું મનોવિજ્ઞાનઃ બાળકોની અભિયવ્યકિત અને સંવાદ ક્ષમતાનો વિકાસ : રાત્રે પપ્પા કે દાદા દાદી દ્વારા બાળકોને વાર્તા સંભળાવીને સુવડાવાની ટેવ હોય છે જોકે હવે ના સમયમાં તો પપ્પા મોબાઈલ લઈને અને દાદા દાદી ટીવી જોવામાં વ્યસ્ત જોવા મળે છે ત્યારે બાળકોને સાચી વાર્તાઓને ખોટ વર્તાય છે પહેલાના સમયમાં તો બાળકોને મીઠી નીંદર આવે એટલા માટે ઘરના વડીલો બાળકોને વાર્તાઓ સંભળાવતા અને એ વાર્તા સાંભળીને સુતેલા બાળકો સવારે જાગતા જ આનંદમય જોવા મળતા આજના સમય ની તો વાત જુદી જ છે12:18 PM IST
જુનાગઢનો ફરારી ઝડપાયો1:26 PM IST
વાંકાનેરમાં શ્રી સદ્ગુરૂ આનંદ આશ્રમ ખાતે સર્વે પિતૃ મોક્ષાર્થે સુંદરકાંડના પાઠ તથા ભંડારો યોજાયો : ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ પૂજય જયરામદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યા :રાજકોટ રેલ્વેવાળા શર્માજી તથા તેમના ગ્રુપના મુખેથી સંગીતમય સુંદરકાંડના પાઠનું રસપાન કરતા શ્રી સદ્ગુરૂ શિષ્ય પરિવારઃ ભારે જમાવટ કરી11:17 AM IST
વાંકાનેરની મુલાકાતે કર્ણાટકના મંત્રી 11:32 AM IST
જુનાગઢમાં રિક્ષા ચોરી જનાર બે કિશોર ઝબ્બે 1:23 PM IST
૧૨ જ્યોતિર્લીંગના દર્શનઃ ૧૨ દિવસમાં 9:52 AM IST
જામનગરમાં નવરાત્રીમાં પોલીસ બંદોબસ્ત12:50 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
રાઘવ ચઢ્ઢાના ટી-શર્ટ પર 'પેરિસ'નું કર્યું 'પરી', પરિણીતી ચોપરાએ અનોખી અને ક્યુટ રીતે લગ્નની વર્ષગાંઠની પાઠવી શુભેચ્છા: માતા-પિતા બનવાની તૈયારી : આ દંપતી માટે આ વર્ષગાંઠ વધુ ખાસ છે, કારણ કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે: પરિણીતી અને રાઘવે 25 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી8:05 PM IST
































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



























































































































































































