<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, નૈરોબીનો ૭૨ મો પાટોત્સવ તેમજ શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ૨૨૩ મી પ્રાગટ્ય જયંતિ ઉજવાઈ

રોહિતભાઈ વધવાના ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા: હરિભક્તોએ શિક્ષાપત્રીનું સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી એમ ત્રણ ભાષામાં કુમકુમથી રંગબેરંગી કાગળમાં હસ્ત લેખન કર્યું

શ્રી સ્વામિનારાયણ ગાદીના જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, નૈરોબીનો ૭૨ મો પાટોત્સવ તેમજ શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ૨૨૨ મી પ્રાગટ્ય જયંતિ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ વિવિધ આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે રોહિતભાઈ વધવાના ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.

શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના ઈસ્ટ આફ્રિકાના સર્વે નાના મોટા આબાલ વૃદ્ધ વિગેરે હરિભક્તોએ શિક્ષાપત્રીનું સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી એમ ત્રણ ભાષામાં કુમકુમથી રંગબેરંગી કાગળમાં હસ્ત લેખન કર્યું હતું તેમ મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું. કેન્યા, યુગાન્ડા, ટ્રાન્ઝાનિયા, રુંવાડા, અમેરિકા, યુ.કે. દેશવિદેશમાં ભાવિક હરિભક્તોએ આ પ્રસંગનો હર્ષોલ્લાસભેર લાભ લીધો હતો.

(7:24 PM IST)