તા. ૭ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૦ શુક્રવાર
વ્યાજદરમાં ઘટાડો : લોન સસ્તી થશે : EMI ઘટશે : સરેરાશ મોંઘવારી દર લક્ષ્યાંક મૂજબ : ભારતીય અર્થતંત્રની સ્થિતિ મજબુત : રિઝર્વ બેંકે પોલીસી પર વલણ ‘ન્યુટ્રલ' રાખ્યું : રિઝર્વ બેંકનાં નવા ગવર્નરની લોકોને ભેટ : વ્યાજદરમાં ૫ વર્ષ બાદ ૦.૨૫ ટકાનો ઘટાડો જાહેર કર્યો : ઇન્કમ ટેક્ષ બાદ લોકોને સસ્તી લોનની ગીફટ11:10 AM IST
ડ્રાઈવરોના ડયુટી કલાકો નક્કી થશે : ૮ કલાકથી વધુ વાહન ચલાવી શકશે નહીં : પૂરતી ઊંઘ અને આરામ વિના લાંબા સમય સુધી વાહન ચલાવવાથી બચવા માટે કેન્દ્ર સરકાર ટ્રક ડ્રાઇવરો માટે ફરજ સમય મર્યાદા નક્કી કરવાની યોજના બનાવી રહી છે. ટ્રક ડ્રાઇવરોએ ૮ કલાક ડ્રાઇવિંગ કર્યા પછી ફરજિયાત આરામ કરવો પડશે : આ માટે, ટ્રકોમાં નવા ઉપકરણો સ્થાપિત કરવામાં આવશે : કેન્દ્ર સરકાર પાઇલટ્સ માટે ફ્લાઇટ ડયુટી ટાઇમ લિમિટેશન (FDTL) ની જેમ ટ્રક ડ્રાઇવરો માટે પણ ડયુટી કલાકો નક્કી કરવાની યોજના બનાવી રહી છે 10:57 AM IST
હાશ.. બટાકા, ડુંગળી અને ટામેટાં હવે મોંઘા નહીં થાય : ક્રિસિલના રિપોર્ટ મુજબ, ટામેટાના ભાવમાં ૩૪ ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ, બટાકાના ભાવમાં ૧૬ ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ, ડુંગળી ૨૧ ટકા સસ્તી થઈ ગઈ છે : સરકારે મધ્યમ વર્ગને આપ્યા ખુશખબર... સરકારે તેમના ઉત્પાદનના અંદાજ જાહેર કર્યા છે10:58 AM IST
ચાર મહિનાની ગર્ભવતી મહિલા સાથે યૌન શોષણ :મદદ માટે બૂમો પડતા ટ્રેનમાંથી ધક્કો મારી દીધો : મહિલા ટ્રેનમાં આંધ્ર પ્રદેશથી ચિત્તુર જઈ રહી હતી: બે શખ્સોએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો:મહિલાએ મદદ માટે ચીસો પાડી અને કોચમાં ભાગવા લગતા આરોપીઓએ મહિલાનો પીછો કરીને કેવી કુપ્પમ પાસે ટ્રેનના ગેટમાંથી તેને ધક્કો માર્યો6:43 PM IST
જાન્યુઆરી ૨૦૨૫ અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો : સમગ્ર વિશ્વમાં તાપમાન વધી રહયું છે, શું તે ચેતવણીની ઘંટડી છે? ‘લા નીના' ની અસર છતાં ગરમી અનુભવાઈ ૨૦૨૫નું સરેરાશ જાન્યુઆરી તાપમાન ૧૩.૨૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું : જે ગયા વર્ષ કરતા વધારે હતું : ઘણા ભાગોમાં સમુદ્ર સપાટીના તાપમાનમાં પણ નોંધપાત્ર વધારો થયો10:53 AM IST
નકલી દસ્તાવેજોમાંથી અસલી આધાર કાર્ડ... નોઈડા પોલીસે નકલી દસ્તાવેજો બનાવતી ગેંગનો પર્દાફાશ: 9 આરોપીઓની ધરપકડ : તેઓ નકલી દસ્તાવેજો દ્વારા આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, ભાડા કરાર બનાવતા હતા: પોલીસે આ આરોપીઓ પાસેથી 10 મોબાઈલ ફોન, 02 લેપટોપ, 06 સીપીયુ અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા:તે રોજના 20 થી 25 હજાર રૂપિયા કમાતા હતા.9:45 PM IST
20કી.મી.ની ઝડપે ફૂંકાયો જોરદાર પવન:ફરી ઠંડીનો ચમકારો : વાદળો દિલ્હીને ઢાંકી દેશે: આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ : દેશમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાઈ :હળવી ગરમી બાદ ઠંડીનું જોર ફરી વળ્યું:દિવસભર જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે ભારે વરસાદનું એલર્ટ 10:27 PM IST

વિરોધ પ્રદર્શન...

આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો.....

શિવેલી' ઉત્સવ

બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન

થાઈ કૃતિગાઈ મહોત્સવમ
અકિલા સોશ્યિલ મીડિયા'પરીક્ષા પે ચર્ચા'નું ગુજરાતની તમામ શાળાઓમાં પ્રસારણ કરવા આદેશ: ફોટો અપલોડ કરવા પડશે : શિક્ષણ વિભાગે DEOને પત્ર લખી દરેક સ્કૂલમાં કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવા માટે વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી: 6 થી 12 ધોરણના દરેક વિદ્યાર્થી આ કાર્યક્રમ જોઈ શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવા માટે શિક્ષણ વિભાગે આદેશ આપ્યો9:00 PM IST
મહાવીર સ્વામીજીના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ; આ પાંચ સિદ્ધાંતો માનવતા અને વિશ્વ કલ્યાણનો આધાર છે : આચાર્ય દેવવ્રતજી : આપણે કદાચ બે રાષ્ટ્રો વચ્ચેના યુદ્ધ ન અટકાવી શકીએ, પરંતુ આપણા વૃદ્ધ મા-બાપને પ્રેમપૂર્વક આપણી સાથે તો રાખી જ શકીએ : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી : જૈન આચાર્ય પૂજ્યશ્રી લોકેશજીએ દીક્ષાર્થી ચેતનજીને અભિનવ જૈન દીક્ષા આપીને 'મુની અનંતકુમાર જી' નામ આપ્યું : અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્ર દ્વારા અમદાવાદમાં 'ભગવાન મહાવીર દર્શનથી પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન' વિષયક રાષ્ટ્રીય સંગોષ્ઠી અને અભિનવ જૈન દીક્ષા મહોત્સવનું આયોજન5:06 PM IST
PACS કમ્પ્યુટરાઇઝેશન યોજના દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝન થઈ રહ્યું છે સાકાર : પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)ના કમ્પ્યુટરાઇઝેશનથી સહકાર ક્ષેત્રે આવશે ડિજિટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે ₹4 લાખની નાણાંકીય સહાય : ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 5,754 PACS કમ્પ્યુટરાઇઝેશન હેઠળ, 2,900થી વધુ ટૂંક સમયમાં થશે લાઇવ3:29 PM IST
ભૂપેન્દ્રભાઈ પટેલે કુંભ મેળામાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યુજુઓ વિડીયો : પ્રયાગરાજમા બડે હનુમાનજી મંદિરમાં પુજન, દર્શન અને આરતીઃ સૌના સુખ સમળદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતળત્વની સરકારે પ્રયાગરાજ આવતા યાત્રીઓ માટે કરેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી4:01 PM IST
વન વિભાગમાં બઢતી-બદલી4:10 PM IST
રાજ્યમાં પર્વતોના યાત્રાધામો સુધી પહોંચવા ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ : ૨.૩ કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક : ચાર વર્ષમાં ૩૦ લાખથી વધુ પ્રવાસીઓએ ગિરનાર રોપ-વેની સુવિધાનો લાભ લીધો : રાજ્યમાં ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે યાત્રાળુઓ ઉડનખટોલાની સુવિધા ઉપલબ્ધ1:04 PM IST
નાના મવા રોડ નહેરૂનગરમાં યશ વરમોરાને ૪ મિત્રોએ છરીના ઘા ઝીંક્યાઃ હત્યાનો પ્રયાસ : મિત્રના લગ્નના ભોજન સમારંભમાંથી બહાર નીકળતાં જ જુના ચાર મિત્રોએ ઘેરી ડખ્ખો કર્યો : અમારે જેની સાથે ભળતું નથી એ વિપુલ બગથરીયા સાથે તું કેમ વારંવાર બેસે છે અને સંબંધ રાખે છે? કહી શાહરૂખ, જમાલ, સિકંદર અને કરણ બોરીચા તૂટી પડયાઃ માલવીયાનગર પોલીસે ફરિયાદ દાખલ કરી3:08 PM IST
સિવિલ હોસ્પિટલમાં ૬૮ જટિલ ઓપરેશનઃ નવા કાનનું સર્જન! : જડબું, કાન, નાક, ગાલ, હાથ, પગ સહિતના અમુલ્ય અંગોની સર્જરી, સારવાર બાદ દર્દીઓ બન્યા પુનઃ કાર્યક્ષમ : ગંભીર અકસ્માત કે જન્મજાત ખોડખાપણયુક્ત અંગોને પ્લાસ્ટિક સર્જરી દ્વારા રિકંસ્ટ્રક્શન કરી પુનઃ કાર્યરત કરવામાં આવતાં દર્દીઓ ખુશખુશાલ બની ગયાઃ કેન્સર સર્જરીથી કાઢી નંખાયેલા ગાલ, જડબા, ગળાને ફરીથી શેપીંગઃ અકસ્માતે તૂટેલી ધમની-શીરાઓને જોડાઇઃ જન્મજાત કાનની ખોડખાપણ દૂર કરી ત્રણ સ્ટેજમાં નવા કાનનું સર્જન : આ વર્ષે જાન્યુ.માં ૫૮૬ સર્જરી કરવામાં આવી : એક વર્ષમાં થઇ ૬૭૭૯ દર્દીઓની પ્લાસ્ટીક સર્જરી : દર્દીઓના સગા દિશાબેન, સોનલબેન, દર્દી રણજીતભાઇએ કહ્યું-સિવિલમાં વિનામુલ્યે જે સારવાર મળી તેનો બહાર કેટલો ખર્ચ થાય તે વિચારી પણ ન શકાય : ૪૦ બેડની અલાયદી ઈન્ડોર સુવિધા, બે મોડ્યુલર ઓપરેશન થીએટરઃ રાજ્યની પ્રથમ સ્કીન બેંક સહિતની ઉત્તમ વ્યવસ્થા : ખાનગી હોસ્પિટલમાં મસમોટી રકમનો ખર્ચ થાય તે સર્જરી સિવિલમાં તદ્દન વિનામુલ્યેઃ ડો. મોનાલી માકડીયા : ડો. મોનાલી માંકડીયા અને ડો. કેયુર કહે છે-જે દર્દીની નસ મોટા ભાગે ડેમેજ થઇ હોય તેવા કેસમાં પગ કે અન્ય જગ્યાએથી નસ કાઢી માઇક્રોસર્જરી કરી બ્રેક થયેલી નસને ફરીથી જોડવામાં આવે છે3:48 PM IST
સાળાની ખબર કાઢી રાજકોટ પહોંચેલા ઇમિટેશનના વેપારી અલ્પેશભાઇ કલોલાનું હૃદય બેસી જતાં મોત : અમદાવાદથી રાજકોટ આવતી વખતે છાતીમાં દુઃખાવો થતાં રાજકોટ સગાને જાણ કરી બસમાંથી ઉતરી કાર મારફતે ગ્રીનલેન્ડ ચોકડીએ આવ્યાઃ હોસ્પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્યોઃ પેડક રોડ કેયુર પાર્કના પરિવારમાં અરેરાટી11:14 AM IST
ભીમનગરના યોગેશ ગલચરની સ્વીફટ કાર પૈસાની લેતીદેતીના ડખ્ખામાં બે મિત્રો લૂંટી ગયા : રાજકોટ રહી ડ્રાઇવીંગ કરતાં મુળ જામનગરના યુવાને લાંબો સમય રાહ જોઇ છતાં કાર પાછી ન આપી :દસ હજાર ઉછીના લીધા હતાં તેની ઉઘરાણી કરી પ્રિન્સ રાઠોડ અને મિલન સોનીએ કાર પડાવી લીધાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ2:58 PM IST
પાલિકા ચૂંટણીઃ ૪૧૧૦ કર્મચારીઓ તૈનાતઃ ૪પ૭ પોસ્ટલ બેલેટ ઇસ્યુ : કલેકટર પ્રભવ જોષીએ જાહેર કરેલ વિગતોઃ પાંચ પાલિકામાં ૭ બેઠકો બિનહરીફ જાહેરઃ કુલ ૧૬૮ બેઠકો ઉપર ૪૬૯ ઉમેદવારો મેદાનમાં : ૧૬ ફેબ્રુઆરીએ ચૂંટણી-૧૮ મીએ મત ગણત્રીઃ ૧૧ નોડલ ઓફિસરોઃ ખાસ કન્ટ્રોલ રૂમ નંબર (૦ર૮૧-ર૪૭૧પ૭૩) જાહેર કરાયો : તમામ પાલીકા-પંચાયતની બેઠકોની ચૂંટણી અંગે જુદા જુદા રિસીવીંગ-ડીસ્પેચીંગ તથા મતગણતરી કેન્દ્રો જાહેર કરાયા... : તમામ બૂથ ઉપર સ્ટાફ માટે પીવાનું પાણી-બેડીંગ-ભોજન સહિતની વ્યવસ્થા કરાઇ... પાંચ સખી મતદાન મથકો બનાવાયા...3:06 PM IST
રૈયાધારનો નરેશ ઓનલાઇન ગેમમાં રૃપિયા હારતાં બાઇક, પત્નિના દાગીના ગિરવે મુકી ૯૦ હજાર લીધાઃ પિતા વસ્તુ છોડાવવા જતાં ધમકી : રામાપીર ચોકડીએ મામાની મોજ નામે દૂકાન ધરાવતાં સંદિપસિંહે તમારે ૯૦ હજાર નહિ ૨.૮૨ લાખ દેવાના છે કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી બાબુભાઇને દૂકાનમાંથી કાઢી મુકયાનો આરોપઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો :સામા પક્ષે દૂકાનદાર સંદિપસિંહ જાડેજાની પોતાની સાથે નરેશ જાદવે મની ટ્રાન્સફરના નામે વિશ્વાસ કેળવી ૩.૯૦ લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ3:03 PM IST
કાયદો હાથમાં લેનારાઓ ચેતે : પોલીસ પાસાનું શષા સજાવ્યું : એક વર્ષમાં ૧૦૧ અસામાજિકોને જેલના સળિયા ગણતા કરી લેવામાં આવ્યા : દારૂ, જુગાર, હત્યા, ચોરી, લુંટ, સાયબર ક્રાઇમ, હુમલા સહિતના બે થી વધુ ગુન્હા જેના શીરે નોંધાયેલા હતા તેવા ૧૦૧ અસામાજીકોને ૨૦૨૪ના વર્ષમાં જેલમાં ધકેલાયા : ર૦રપની શરૂઆતની ૩૮ દિવસમાં જ ૧૩ સામે પાસાનું શષા ઉગામતા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા 3:53 PM IST
જગજીતસિંહજીનો કાલે જન્મ દિવસ4:14 PM IST
કુવાડવામાં સગીર ભાઇથી છરી લાગી જતાં ૧૮ વર્ષના પૃથ્વીનું મોત : દસેક વર્ષના સગીર દિકરાની માનસિક સ્થિતી અસ્વસ્થ હોવાનું અને મજાક મશ્કરી વખતે તેનાથી મોટા ભાઇને પડખામાં છરી લાગી ગયાનું પિતા નાથાભાઇ લઢેરનું કથનઃ રાતે સાડા નવે બનાવઃ સવારે પૃથ્વીએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં અરેરાટીઃ પૃથ્વી ચાર ભાઇ અને એક બહેનમાં બીજો હતો અને સફાઇ કામ કરતો હતો11:00 AM IST
આટકોટ પાસે લેલન ટ્રક પલ્ટી ગયો 12:21 PM IST
આઈ.પી.સી. કલમ - ૩૦૭ કેસમા સલાયા પાલિકાના પૂર્વ પ્રમુખ સાલેમામદ ઉર્ફે સાલુ પટેલ ભગાડ સહિત ૧૦ : આરોપીઓને ૧૦ વર્ષની સખત કેદની સજા અને ફરીયાદીને રૂ.૫૦,૦૦૦/- વળતર પેટે ચુકવવાનો હુકમ ફરમાવતી ખંભાળીયાની પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટ :'સલાયાના સીદીકભાઈ આદમભાઈ જાસયા વચ્ચે તકરાર થયેલી જેમાં તમામ આરોપીઓએ સીદીકભાઈ આદમભાઈ જશરાયાને મારી નાંખવાના ઈરાદે હુમલો કરીને જીવલેણ ઈજાઓ કરેલ : સામ-સામે મારામારીની હકીકતની ફરીયાદો સલાયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ4:22 PM IST
આટકોટમાં પુત્રીઓએ કર્યા માતાના અંતિમ સંસ્કાર 11:56 AM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST





















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી














































































































































































.jpg)
































































