News of Tuesday, 31st December 2024
હિંમતનગરની શેર લીસ્ટેડ કંપનીના 100 કરોડથી વધુના ગોટાળાની આશંકા : સેબીએ મિષ્ઠાન ગ્રુપનો ખુલાસો માંગ્યો
વીજળી બીલ, ટ્રાન્સપોર્ટ, ઓફિસ અને ટેક્સ સહિત ખોટી વિગતો વડે કૌભાંડ આચર્યાની આશંકાએ તપાસ કરાઈ

સાબરકાંઠા અને અરવલ્લી કૌભાંડ આચરવાના એપી સેન્ટર બન્યું હોય તેમ હવે હિંમતનગરની શેર લીસ્ટેડ કંપનીના ગોટાળાઓ સામે આવ્યા છે. સેબી દ્વારા હિંમતનગરના મિષ્ઠાન ફુડ્સ ગ્રુપનો ખુલાસો માંગ્યો છે. 100 કરોડથી વધારેના ગોટાળાઓ થયાની આશંકા સેવાઈ રહી છે.
વીજળી બીલ, ટ્રાન્સપોર્ટ, ઓફિસ અને ટેક્સ સહિત ખોટી વિગતો વડે કૌભાંડ આચર્યાની આશંકાએ તપાસ કરાઈ છે. સેબી દ્વારા નોટીસ દ્વારા ખુલાસો મંગાયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
મિષ્ઠાન ગ્રુપ 2014ના વર્ષમાં માત્ર પાંચ કરોડનું ટર્ન ઓવર ધરાવતુ હતુ. વર્ષ 2014 માં 1200 કરોડના ટર્ન ઓવર કરતી કંપની તરીકે ઉભરી આવી છે. અગાઉ પણ મિષ્ઠાન ગ્રુપના ભાગીદારો સામે હિંમતનગરમાં કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
