<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

2024ના વર્ષમાં ગુજરાત ACBએ ગયા વર્ષ કરતા વધારે લાંચ લેતા સરકારી બાબુઓને ઝડપી લીધા

ફરી એક વખત ભ્રષ્ટાચારમાં ગૃહ વિભાગ પ્રથમ ક્રમે જ્યારે પંચાયત બીજા ક્રમે અને મહેસુલ વિભાગ ત્રીજા ક્રમે આવ્યું

અમદાવાદ :  2024ના વર્ષમાં ગુજરાત ACBએ ગયા વર્ષ કરતા વધારે લાંચ લેતા સરકારી બાબુઓને ઝડપી લીધા.. જેમાં ફરી એક વખત ભ્રષ્ટાચારમાં ગૃહ વિભાગ પ્રથમ ક્રમે છે જ્યારે પંચાયત બીજા ક્રમે અને મહેસુલ વિભાગ ત્રીજા ક્રમે આવ્યું છે.

     2024માં રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના, લાંગા કેસ, કેપ્ટન અજય ચૌહાણ અને રાજકોટના TRP અગ્નિકાંડ જેવા ચકચાર કેસમાં ACB ની મહત્વની ભૂમિકા રહી છે...ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતને લઈને ACB વિશેષ ઝુંબેશ ચાલી રહી છે.. જે અંતર્ગત ભ્રષ્ટાચારને નાબૂદ કરવા ગુજરાત ACBના કડક પ્રયાસો ચાલી રહ્યા છે.. આ પ્રયાસની સફળતા ACB ના ચોંકાવનારા આંકડા પર જોવા મળે છે.

 . 2023ના વર્ષમાં ACB માં લાંચના 205 કેસ હતા..જ્યારે 2024માં 230 કેસ નોંધાયા છે.. ગયા વર્ષ કરતા ભ્રષ્ટાચારીઓના પકડવાનું પ્રમાણ વધ્યું છે.. 348 લાંચિયાઓ પાસેથી ACBએ કુલ 1.43 કરોડની લાંચની રોકડ જપ્ત કરી છે.

(9:53 PM IST)