<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મિલકતની બજાર કિંમત અથવા સ્‍ટેમ્‍પ ડયુટી નકકી નહિ કરી શકવાના કિસ્‍સામાં દસ્‍તાવેજો પેન્‍ડીંગ રાખવા મંજૂરીઃ સ્‍ટેમ્‍પ કચેરી દ્વારા ખાસ પરિપત્ર : રાજયના નોંધણી સર નિરિક્ષક અને સુપ્રિ. ઓફ સ્‍ટેમ્‍પ શ્રી જેનું દિવાને ખાસ એક પરિપત્ર જાહેર કર્યો છેઃ જેમાં કોઇપણ મિલકતની બજાર કિંમત અથવા સ્‍ટેમ્‍પ ડયુટી નકકી નહિ કરી શકવાના કિસ્‍સામાં દસ્‍તાવેજો પેન્‍ડીંગ રાખી શકાશેઃ પરિપત્રની તારીખ ૯ સપ્‍ટેમ્‍બરથી અમલવારીઃ બેદરકારી બદલ આકરા પગલા ખૂટતી સ્‍ટેમ્‍પ ડયુટી ભરપાઇ કરવા પક્ષકારોને જાણ કરવા પણ આદેશોઃ સ્‍ટેમ્‍પ ડયુટીની વસૂલાત માટે ડે. કલેકટર સમક્ષ રજૂ કરવા પક્ષકારોને કહેવાનું રહેશે.3:47 PM IST

ગયા મહિને બધુ આપ્‍યું એટલે હવે આ મહિને પૂરવઠા દ્વારા લાખો ગરીબ કાર્ડ હોલ્‍ડરોને ચણા-તુવેરદાળ નહીં અપાયઃ રાજકોટના ૩ લાખ NFSA કાર્ડ ધારકોમાં દેકારો : રાજયના પુરવઠા ખાતાએ આ વખતે લાખો ગરીબ કાર્ડ હોલ્‍ડરોને ફરી નિસાસા નખાવી દિધા છેઃ ગયા મહિને તહેવારો સંદર્ભે કાર્ડ ધારકોને બધું આપ્‍યું: પરંતુ ચાલુ મહિનામાં આ વખતે ચણા અને તુવેર દાળ કાપી નાંખ્‍યા છેઃ લાખો ગરીબ કાર્ડ હોલ્‍ડરોને આ બંને વસ્‍તુ઼ઓ નહિ મળેઃ એકલા રાજકોટ શહેર-જીલ્લામાં જ ૩ લાખ NFSA કાર્ડ હોલ્‍ડરોમાં દેકારો બોલી ગયો છેઃ અધીકારી વર્તુળો એવું કહી રહ્યા છે કે દિવાળી તહેવારો ૧II મહિના બાદ આવી રહ્યા હોય એટલે ચણા-તુવેરદાળ રદ્દ કરાયા હોય શકે!! 3:47 PM IST

ચોમાસુ: ૨૦૨૪ : દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર; ગત ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચ અને નેત્રંગ તાલુકામ ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો : છેલ્લા ૨૪ કલાકમાં વલસાડ અને સુરત જિલ્લામાં સરેરાશ ૨ ઇંચથી વધુ વરસાદ; જ્યારે ભરૂચ જિલ્લામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો : ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૮ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૮૨ ટકાથી વધુ વરસાદ નોંધાયો : સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૬ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૨૦ ટકાથી વધુ વરસાદ : પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૧૪ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૯૬ ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો 1:15 PM IST

કુપોષણ મુકત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારનો મકકમ નિર્ધાર: પોષણ ટ્રેકર એપ્લિકેશન દ્વારા આંગણવાડી કેન્દ્રો અને પોષણ ટ્રેકરનું સ્ટેટ ડેશબોર્ડથી રિયલ ટાઇમ મોનિટરીંગ : બાળકોને પૂરતું પોષણ પૂરું પાડવા મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના (MMY) યોજના કાર્યરત: જેમાં રો-રાશન સાથે વધારાનું પ્રોટીન અપાય છે: પૂર્ણા યોજના અંતર્ગત ૧૫-૧૮ વર્ષની વયની કિશોરીઓની આરોગ્ય તપાસ અને વ્યાવસાયિક તાલીમનું આયોજન:પોષણલક્ષી તમામ કાર્યક્રમોની અસરકારકતા વધારી છેવાડાના વર્ગો સુધી તેનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારનું સઘન આયોજન:પોષણ સ્તરમાં સુધાર માટે નાગરીકોની ખાન-પાનની ટેવો સુધારે તે આજની તાતી જરૂરીયાત1:21 PM IST

રાજકોટ જેતપુર વચ્‍ચેનો નેશનલ (હાઇ) ઉબડ-ખાબડ ‘વે' : અત્‍યંત બિસ્‍માર રસ્‍તાનો જાત અનુભવ અકિલા લાઇવ પર હજારો લોકોએ નિહાળ્‍યો પ્રતિભાવ આપ્‍યા : અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા અને જાણીતા પત્રકાર હિન્‍દી - અંગ્રેજી - ગુજરાતી ત્રણે ભાષામાં ટીવી ડીબેટ ઉપર ખૂબ જ જાણીતા હિમાંશુભાઈ ભાયાણીએ અકિલા લાઈવ દ્વારા આ રસ્‍તા પર જાત અનુભવ કરી લોકોને પડતી મુશ્‍કેલીઓનો ચિતાર દર્શાવ્‍યો, જીવંત ચર્ચા કરી... લોકો પણ તેમાં જોડાયા... : પાછલા પાંચ વર્ષમાં ૬૭ લાખ કરોડ રૂપિયાનું સરકારનું બજેટ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પાછળ છે. એટલે કે અર્થતંત્રના ૨૧ ટકા હિસ્‍સો ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પાછળ સરકાર ખર્ચે છે. આ રોડ ઉપર માત્ર રેતી જ દેખાય છે એટલે કે લોટ પાણીને લાકડા જેવી સ્‍થિતિ છે. કોઈ જાતની ક્‍વોલિટીનું કામ નથી. આગામી ૫ વર્ષમાં આ આંકડો ડબલ થવા જઇ રહ્યો છે : કરોડોનો ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે તે નજરે નિહાળી શકાય છે. આ અબજો રૂપિયા ભ્રષ્ટાચારના નાણા ક્‍યાં જાય છે ? તે જ લોકોનો મોટો સવાલ છે. : ભારતના રોડ ટ્રાન્‍સપોર્ટ અને હાઇવે મિનિસ્‍ટર નીતિન ગડકરીનું મંત્રાલય આ બાબતમાં જવાબદાર છે. અરે ચોક્કસ કહેવાનું મન થાય કે ગડકરી એ હદકરી.. : આમાં મરામતની વાત તો એક બાજુ પણ શું કરામત થઈ રહી છે તે જ લોકોના સમજની બહાર છે. તમામ પ્રકારનો ટેક્‍સ ઉઘરાવવા છતાં તંત્રની, સરકારની જવાબદારી ઝીરો છે. : રાજકોટ - જૂનાગઢ નેશનલ હાઈવે પર નહીં, જાણે કે રણમાં નીકળ્‍યા હોય એટલી ધૂળથી રસ્‍તાઓ ઘેરાઈ ગયા છે. ધૂળની ડમરીઓ, ખાડા અને અકસ્‍માતનું જોખમ. તમને નવાઇ લાગશે પણ ગોંડલ - વીરપુર વચ્‍ચે રસ્‍તા ઉપર ડામર દેખાતો જ નથી, માત્ર નદીઓના પટની રેતી દેખાય છે. : અકિલા લાઈવ દરમિયાન જ એક કારના માલિક રાજકોટના આશિષભાઈ સોનીની કારનું ટાયર : આ ભંગાર રસ્‍તાને હિસાબે ફાટી ગયું : ખર્ચો અને સમય બંને આ રસ્‍તાને હિસાબે લોકોના બરબાદ થઈ રહ્યા છે 3:04 PM IST