<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

રાજપીપળા માછીવાડ ગેટ પાસે આંકડાનો ધંધો કરનાર શખ્શને પોલીસે ઝડપી લીધો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કેટલાક તત્વો દ્વારા દારૂ, જુગાર આંકડાનો વેપલો ચાલતો હોય માટે પોલીસ આવા તત્વોને ઝડપી પાડવા બાતમીદારો નું નેટવર્ક મજબૂત કરી આવા લોકોને પકડી લે છે અને હાલમાં પણ રાજપીપળા માછીવાડ ગેટ નજીકથી એક આંકડા લખનાર શખ્શને પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યો છે

    મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસ સ્ટાફ ના આ.પો.કો વિનોદભાઈ પરાગભાઈ બ.નં.૦૨૨૦ તથા અ.હે.કો. નરેન્દ્રભાઈ બાબુભાઈ બ. નં ૫૦૯ તથા બીજા પોલીસના માણસો રાજપીપલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા ખાનગી રાહે બાતમી મળેલ કે માછીવાડ ગેટ ખાતે આવેલ ઓમ નમ: શિવાય ટી સ્ટોલની બાજુમાં એક ઈસમ વરલી મટકાનો આંક ફરકના આકડા લખે છે જે બાતમીવાળી જગ્યાએ જતાં ત્યાં કમલેશભાઈ નટવરભાઈ માછી (રહે, નવા ફળીયા, રાજપીપલા) ની નામનો વ્યક્તિ ને પકડી તેની અંગઝડડિત કરતાં કુલ રૂ.૧,૨૩૦/- મળી આવેલ. જેથી રોકડા કિ.રૂ ૧,૨૩૦/- તથા આંકડા લખવાનું સાહિત્ય કબ્જે કરી ગુનો દાખલ કર્યો છે.

(10:18 PM IST)