તા. ૩૧ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૩ શનિવાર
અમેરિકામાં સરકારી કામકાજ ઠપ્પ થવાની ભીતિ વચ્ચે સેનેટમાં ખર્ચ બિલ પસાર : ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ પર નવા અંકુશો અને સુરક્ષા દળો માટે કડક નિયમોની તૈયારી : પ્રીતિ અને ગુડના શૂટઆઉટ બાદ ડેમોક્રેટ્સ આક્રમક : DHS માટે $20 મિલિયનના બોડી કેમેરા અને સ્પેશિયલ ટ્રેનિંગની જોગવાઈ : ટ્રમ્પ વહીવટીતંત્રની કાર્યવાહી પર વોરંટ વગર ઘરમાં ઘૂસવા પર પ્રતિબંધ મૂકવા સેનેટમાં રજૂઆત9:34 AM IST
બુલિયન માર્કેટમાં મહાપ્રલય : CME દ્વારા માર્જિન વધારાની આશંકાએ સોના-ચાંદીમાં ભયાનક પેનિક સેલિંગ : ચાંદીમાં 31% અને સોનામાં 11%નો ઐતિહાસિક કડાકો : બજેટ 2026માં ઈમ્પોર્ટ ડ્યુટી ઘટવાની અટકળો અને મજબૂત ડોલરે રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબાડ્યા : MCX પર ચાંદી રેકોર્ડ હાઈથી ₹1.28 લાખ તૂટી : સોનું પણ ₹1.50 લાખની સપાટીએ : હવે લગ્નસરાના ખરીદદારો અને રોકાણકારોની નજર કેન્દ્રીય બજેટ પર9:49 AM IST
તિરુવનંતપુરમમાં ટીમ ઈન્ડિયાનો તોફાની વિજય : ન્યુઝીલેન્ડને 46 રને પછાડી ભારતનો શ્રેણી પર 4-1થી શાનદાર કબજો : ઈશાન કિશનની માત્ર 42 બોલમાં પ્રચંડ સદી અને અર્શદીપ સિંહની 5 વિકેટ સાથે કિવી ટીમનું સૂરસૂરિયું : સૂર્યાની વિસ્ફોટક ફિફ્ટી બાદ ભારતે ખડક્યો 271 રનનો વિશાળ સ્કોર : વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાનું શક્તિપ્રદર્શન10:54 PM IST
ભાજપ બજેટની મુખ્ય બાબતો લોકો સુધી પહોંચાડવા 15 દિવસ સુધી દેશભરમાં જનસંપર્ક અભિયાન છેડશે :150થી વધુ પ્રેસ કોન્ફરન્સ કરશે : ભાજપ વિવિધ વર્ગો સાથે સંવાદ કાર્યક્રમો કરશે: ખેડૂતો, મહિલાઓ, નાના-મધ્યમ ઉદ્યોગો, વેપારીઓ, મજૂરો, વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને કારીગરો સાથે બેઠકો કરાશે અને તેમને બજેટની મુખ્ય બાબતો સમજાવશે 12:06 AM IST
સંયુક્ત રાષ્ટ્રની આર્થિક સ્થિતિ ચિંતાજનક :પરિસ્થિતિ બદલાશે નહીં, તો વૈશ્વિક સંસ્થા નાણાકીય પતનની અણિએ પહોંચી શકે: ગુટેરેસની ચેતવણી : યુએનને દૈનંદિન ખર્ચ ચલાવવા મુશ્કેલ :અમેરિકા યુએનના કોર બજેટના 22 ટકા આપે છે:ચીનની યુએનના કોર બજેટમાં 20 ટકાની હિસ્સેદારી:અમેરિકા પર પહેલાના વર્ષોના લગભગ 1.4 અબજ ડોલર બાકી9:17 PM IST
ગંગા સ્નાનથી રોકવા અને બટુકોની શિખા પકડી માર મારવો એ હિન્દુ ધર્મનું અપમાન : પ્રયાગરાજની ઘટના પર જગદગુરુ સદાનંદ સરસ્વતીજીની આકરી પ્રતિક્રિયા, : ખેડામાં દ્વારકા શારદા પીઠાધીશ્વર સ્વામી સદાનંદ સરસ્વતીજીએ પ્રયાગરાજમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સાથે થયેલા વ્યવહારને વખોડ્યો:તેમણે જણાવ્યું કે પ્રશાસનનું આ કૃત્ય અક્ષમ્ય છે અને શંકરાચાર્યનું યોગ્ય સન્માન જળવાય તેવી તેમણે માંગ કરી 9:09 PM IST
બજેટ 2026માં સિનિયર સિટિઝન થાપણદારો માટે ‘સુરક્ષા કવચ’ની માંગ : સહકારી બેંકોમાં વડીલોની થાપણો પર 100% વીમો આપવા NUCFDC ના અધ્યક્ષ શ્રી જ્યોતિન્દ્ર મહેતાની રજૂઆત : નાણામંત્રી નિર્મલા સીતારમણ સમક્ષ NUCFDC ના અધ્યક્ષે મૂકી મહત્વની માંગણીઓ : અર્બન કોઓપરેટિવ બેંકોને ઈન્કમ ટેક્સની કલમ 80P હેઠળ રાહત આપવા અને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ના દાયરામાં લાવવા આગ્રહ : નિયમનકારી અવરોધો દૂર કરવા RBI અને નાણા મંત્રાલય વચ્ચે સંકલન પર ભાર2:09 PM IST
વૈશ્વિક સ્તરે મોટો ધડાકો : જેફ્રી એપસ્ટાઈન કેસના 30 લાખ પાનાના દસ્તાવેજો જાહેર : એલોન મસ્ક અને બિલ ગેટ્સ જેવા દિગ્ગજો સાથેના સંબંધો પરથી ઉઠશે પડદો : અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા 2,000 વીડિયો અને 1.80 લાખ ઈમેજોનો વિશાળ જથ્થો રિલીઝ : ટ્રમ્પ સરકારે કોંગ્રેસના આદેશ બાદ ફાઈલો સાર્વજનિક કરી : ગિલેન મેક્સવેલ સિવાયની તમામ મહિલાઓના ચહેરા ગુપ્ત રખાયા10:01 AM IST
અદાણી ગ્રુપનો અમેરિકામાં કાયદાકીય મોરચે વળતો પ્રહાર : ગૌતમ અદાણી અને સાગર અદાણી SECની નોટિસ સ્વીકારવા તૈયાર : 90 દિવસમાં આપશે જડબાતોડ જવાબ : બ્રુકલિન કોર્ટમાં સંયુક્ત અરજી દ્વારા સર્વિસ ઓફ નોટિસની પ્રક્રિયા પૂરી થઈ : વોલ સ્ટ્રીટના દિગ્ગજ વકીલ રોબર્ટ ગિયુફ્રા જુનિયર અદાણીનો પક્ષ રજૂ કરશે : અદાણી ગ્રીને સ્પષ્ટતા કરી કે કંપની સામે કોઈ આક્ષેપ નથી, તમામ વ્યવસાયિક કામગીરી રાબેતા મુજબ2:02 PM IST
મહારાષ્ટ્રમાં ‘પવાર’ પર્વનો નવો અધ્યાય : અજિત પવારના પત્ની સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM : પુત્ર પાર્થ પવારને રાજ્યસભામાં મોકલવાની NCPની તૈયારી : અજિત પવારના આકસ્મિક નિધન બાદ સુનેત્રા પવાર આવતીકાલે સાંજે રાજભવનમાં લેશે શપથ : પ્રફુલ પટેલને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાય તેવી શક્યતા : બારામતી બેઠક પર પેટાચૂંટણી લડશે સુનેત્રા ઓવર : શરદ પવાર જૂથ સાથે વિલયની અટકળો પર વિરામ10:17 AM IST
'આનંદપુર વેરહાઉસમાં આગ અકસ્માત નથી, પરંતુ ભ્રષ્ટાચારનું પરિણામ છે; 2026માં બંગાળમાંથી TMC ને ઉખેડી નાખવામાં આવશે': અમિતભાઈ શાહ : પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં એક કાર્યકર્તા સંમેલનને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા5:07 PM IST
કેદારનાથ મંદિર સમિતિ અને વહીવટીતંત્ર મંદિરના નિયમોમાં મોટા ફેરફારો કરશે : મોબાઈલ ફોન, કેમેરા અને રીલ બનાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાશે : માત્ર મંદિરની પરંપરા અને ગરિમાને અસર થતી નથી, પરંતુ અન્ય ભક્તોને પણ મોટી અસુવિધા થાય છે અને ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ બને છે. વધુમાં, સુરક્ષા કારણોસર આ પગલું ઉમેરવામાં આવી રહ્યું છે4:59 PM IST
મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો : ખાડી ક્ષેત્રમાં મોટા પાયે અમેરિકન સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપતા વધતા જતા સંઘર્ષમાં સાઉદી અરેબિયાની ભૂમિકા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા : એક તરફ, રિયાધ જાહેર પ્લેટફોર્મ પર ઈરાનની સાર્વભૌમત્વ અને રાજદ્વારી ઉકેલ માટે આદર આપતું જોવા મળે છે, તો બીજી તરફ, બંધ દરવાજા પાછળ, તે અમેરિકાને ઈરાન પર હુમલો કરવા માટે પ્રોત્સાહિત કરતું જોવા મળે છે4:55 PM IST
ટચ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા 3,000 કરોડનુ મેક્સિઝોન કૌભાંડ: ગોવિંદા, શક્તિ કપૂર અને અન્ય નવ લોકોના જમશેદપુર છેતરપિંડીના કેસમાં FIR માં નામ : ફરિયાદીઓનો આરોપ છે કે તેમણે ઊંચા વ્યાજ દરની લાલચમાં કંપનીમાં આશરે આઠ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. કંપનીએ તેની જમશેદપુર ઓફિસ બંધ કરી દીધી અને ભાગી ગઈ4:53 PM IST
અજિત પવારના પત્ની સુનેત્રા પવાર NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા : આજે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે : સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે : સુનેત્રા પવારનો શપથ ગ્રહણ સમારોહ મુંબઈના લોક ભવન (અથવા રાજભવન સંકુલ) ખાતે યોજાશે : શપથ ગ્રહણ સમારોહ પહેલા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર અને મહાયુતિ ગઠબંધન NCPના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપશે4:42 PM IST
અજિત પવારનું વિમાન ક્રેશ થવા અંગે મોટા સવાલ3:49 PM IST
વૈશ્વિક આર્થિક સંકટની આશંકામાં છે ‘ગોલ્ડન ડ્રેગન’? : ચીને વર્ષ 2025માં રેકોર્ડબ્રેક સોનાનો સંગ્રહ કર્યો : કુલ અનામત જથ્થો 2,306 ટનની સર્વોચ્ચ સપાટીએ : સતત 14 મહિનાથી ચીનની આક્રમક ખરીદી : સત્તાવાર 27 ટન સામે વાસ્તવિક ખરીદી 270 ટનથી વધુ હોવાનો અંદાજ : અમેરિકન ડોલરના વર્ચસ્વ સામે ચીન સોનાનું મોટું કવચ તૈયાર કરી રહ્યું હોવાના સંકેત1:21 PM IST
'એપસ્ટાઈન ફાઈલ્સ'માં બ્રિટિશ રાજપરિવારની આબરૂના ધજાગરા : પ્રિન્સ એન્ડ્રુની રશિયન યુવતી સાથેની વાંધાજનક તસવીરો અને ‘બકિંગહામ પેલેસ’માં ડિનરના ઈમેલ જાહેર થતા ખળભળાટ મચી ગયો : સેક્સ ઓફેન્ડર જેફ્રી એપસ્ટાઈને 26 વર્ષીય રશિયન યુવતી સાથે પ્રિન્સની મુલાકાત કરાવી હોવાનો પર્દાફાશ : ભૂતપૂર્વ પત્ની સારા ફર્ગ્યુસને પણ એપસ્ટાઈન પાસેથી લીધી હતી આર્થિક મદદ : વાંધાજનક તસવીરોમાં એન્ડ્રુ જમીન પર પડેલી મહિલા ઉપર ઝૂકેલા જોવા મળ્યા1:07 PM IST
એપસ્ટાઈન ફાઈલ્સમાં મોટા ધડાકા : ન્યૂયોર્કના હાલના મેયરના માતા અને ભારતીય મૂળના ફિલ્મ ડાયરેક્ટર મીરા નાયરનું નામ ખૂલ્યું, ગિલેન મેક્સવેલના ઘરે પાર્ટીમાં આપી હતી હાજરી : વર્ષ 2009માં ફિલ્મ ‘અમેલિયા’ના પ્રીમિયર બાદ સેક્સ ટ્રાફિકરના ટાઉનહાઉસ પર યોજાઈ હતી આફ્ટરપાર્ટી : પૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન અને જેફ બેઝોસ પણ હતા હાજર : એલોન મસ્કે એપસ્ટાઈન પાસે ‘વાઈલ્ડ પાર્ટી’ની કરી હતી પૂછપરછ1:02 PM IST
વૈશ્વિક બુલિયન માર્કેટમાં હાહાકાર: ચાંદી ઇન્ટ્રા-ડે ૩૫ ટકા અને ક્લોઝિંગમાં ૨૫ ટકા તૂટી: સોનામાં પણ પ્રચંડ કડાકો; મેટલ માર્કેટમાં રોકાણકારોના ૧૦ ટ્રિલિયન ડોલર સ્વાહા: ન્યૂઝ ફર્સ્ટ : એમ.સી.એક્સ. ચાંદી: આજે સવારે ચાંદીમાં ભારે વેચવાલી: ૧૫થી ૧૮,૦૦૦ રૂ. જેટલો તોતિંગ ઘટાડો: ભાવ ઐતિહાસિક નીચી સપાટી તરફ ગતિ કરી રહ્યા છે: એમ.સી.એક્સ. સોનું પણ સવારના સત્રમાં ૫થી ૬,૦૦૦ રૂ. પ્રતિ ૧૦ ગ્રામનો કડાકો રોકાણકારોમાં ભારે ગભરાટ: સતત વેચવાલીનું દબાણ10:43 AM IST
સુરેન્દ્રનગરના માલવણ પાસે SMCનું મેગા ઓપરેશન : આલીશાન હોટલના પાર્કિંગમાંથી અધધધ ₹1.50 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો : કુલ ₹1.68 કરોડનો મુદ્દામાલ જપ્ત : હરિયાણાથી સપ્લાય થયેલી 33,816 બોટલો સાથે યુપીનો ડ્રાઈવર ઝડપાયો : પાટડીની કુખ્યાત બિલ્કીસબાનુ મલેક અને ઈસ્માઈલખાન સહિત 4 બુટલેગરો વોન્ટેડ : પીએસઆઈ આર.જી. વસાવાએ ટ્રકમાં પ્લાયવુડની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો પકડી પાડ્યો10:40 AM IST
મહત્વના સમાચારો ફટાફટ વાંચી જાવ1:54 PM IST
રાત્રે 10.42 વાગ્યે : બુલિયન બજારમાં ‘બ્લેક ફ્રાઈડે’ : સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ જેવો ઐતિહાસિક કડાકો : ચાંદીમાં ₹98,000 અને સોનામાં ₹20,000નું જંગી ગાબડું : કોમોડિટી માર્કેટમાં જાણે સુનામી : MCX પર લોઅર સર્કિટ લાગતા રોકાણકારો સ્તબ્ધ : પેનિક સેલિંગ વચ્ચે ચાંદી ₹3.28 લાખ અને સોનું ₹1.54 લાખની સપાટીએ પટકાયું : લગ્નસરાની ખરીદી કરનારાઓ માટે મોટી વધઘટના સંકેત10:52 PM IST
અદાણી જૂથની જાપાનમાં મોટી હરણફાળ: આગામી ૧૨થી ૧૮ મહિનામાં ૧.૫ બિલિયન ડોલરનું દેવું યેન કરન્સીમાં એકત્ર કરશે : આ 'યેન ડિનોમિનેટેડ ડેટ' એટલે કે યેન આધારિત દેવું એ દિશામાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે. વિશ્લેષકોના મતે, આ સ્માર્ટ ફાઇનાન્સિયલ મુવ છે જેનાથી કંપનીની બેલેન્સ શીટ પર વ્યાજનો બોજ ઘટશે અને નફાકારકતા વધશે.9:37 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાખેડૂતો માટે લડત લડનાર 7 AAP નેતાઓના જામીન મંજુર : ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” : બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓના જામીન મંજૂર કર્યા:ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. 9:25 PM IST
2026ના વર્ષના પહેલા મહિનામાં જ રાજ્યને 4870 કરોડથી વધુના વિવિધ વિકાસ કામો મળ્યા : જેના ખાતમુહૂર્ત થાય તેના લોકાર્પણ આ જ સરકારના સમયમાં થાય તેવા સમયબદ્ધ આયોજનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસાવેલી કાર્ય સંસ્કૃતિ ગુજરાતે સાકાર કરી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:મુખ્યમંત્રીએ સુરતવાસીઓને રૂ.૩૪૨ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી: સુરત મહાનગરપાલિકાના રૂ.૧૭૩.૭૮ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને રૂ.૧૬૯ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત9:02 PM IST
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી PSI ભરતીનું મહત્વનું અપડેટ : દસ્તાવેજ ચકાસણી માટે 1023 ઉમેદવારો ક્વોલિફાઈડ : કરાઈ એકેડમી ખાતે યોજાશે પ્રક્રિયા : વર્ષ 2024-25ની 432 જગ્યાઓ માટે લેવાયેલી મુખ્ય પરીક્ષા બાદ મેરિટ લિસ્ટ જાહેર : 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન : ઉમેદવારો 2 ફેબ્રુઆરીથી OJAS પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે1:32 PM IST
સુરત મનપાની સામાન્ય સભા તોફાની બની :'કચરા કૌભાંડ' ને લઈને ઉગ્ર વિરોધ : મેયરનો ઘેરાવ કરાયો : સવારે ઘોડા પર જોવા મળેલ મેયરને સાંજે ધક્કે ચડાવાયા : આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હાથમાં પ્લે-કાર્ડ લઈને પરિસરમાં એકઠા થયા:"હજી કેટલાં કરવા છે કાંડ...?" અને "કચરામાં પણ કૌભાંડ" જેવા સૂત્રોચ્ચાર કરી આખું સંકુલ ગજવી મૂક્યું2:14 PM IST
કાલે નરહરિ અમીન દ્વારા અસલાલીમાં મેડીકલ કેમ્પ 2:32 PM IST
NCBનો આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઈક : સુરતના પલસાણામાં ₹10 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું : મૈસૂરમાં ચાલતી ગુપ્ત લેબોરેટરીનો પર્દાફાશ : જેલમાં રહીને ડ્રગ્સ બનાવવાનું ષડયંત્ર રચનાર માસ્ટરમાઇન્ડ મહિન્દ્ર બિશ્નોઈ સહિત રાજસ્થાનના ચાર શખ્સોની ધરપકડ : ફોર્ચ્યુનર કારમાંથી 25 કિલો મેફેડ્રોન અને પલસાણાના નિવાસસ્થાનેથી ₹25.6 લાખની રોકડ તથા અફીણ જપ્ત9:55 AM IST
પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ : કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર:ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ : છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે : વન મંત્રી અર્જુન મોઢવાડિયા3:31 PM IST
સોરાપાડા રેન્જના 10 થી વધુ વન કર્મીઓએ લાકડીના સપાટા મારવાની ઘટના મા આપ ના પ્રમુખે તંત્ર ને આપી ચીમકી : આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ અત્યાચારનો ભોગ બનનાર પીડિતોની મુલાકાત લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવે તો આવનાર સમયમાં મોટી સંખ્યામાં એસ.પી. કચેરીનો ઘેરાવો કરીશું તેવી ચીમકી11:41 PM IST
નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઐતિહાસિક ઉજવણી બાદ થરાદમાં કર્મવીરોનું અભિવાદન સમારોહ : કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા:પ્રજાસત્તાક પર્વને અપ્રતિમ સફળતા અપાવનાર અધિકારીઓ, કર્મચારીઓ અને કર્મયોગીઓનું સન્માન કરાયું 9:14 PM IST
રાજ્ય કક્ષાનો ૮મો ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-વર્કશોપ પોરબંદર ખાતે યોજાશે : કાલે તા. ૧ અને ૨ ફેબ્રુઆરીએ યોજાનાર સેમિનારનું વન – પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે ઉદ્ઘાટન : રાજ્ય મંત્રી પ્રવિણ માળી વિશેષ ઉપસ્થિત રહેશે : ગોસાબારા-મોકર સાગર અને ફલેમીગો સિટી વેટલેન્ડને નવી રામસર સાઈટ જાહેર કરવા રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સમક્ષ પ્રસ્તાવ રજૂ : નેશનલ વેટલેન્ડ એટલાસ મુજબ ગુજરાતનો અંદાજે ૩.૪૯ લાખ હેક્ટર વિસ્તાર વેટલેન્ડ હેઠળ5:49 PM IST
તમારી ટ્રકોમાંથી પ્લાસ્ટિક વેસ્ટનું પાણી રસ્તા પર પડે છે, છે, પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જો તમે પૈસા નહીં આપો તો હું મીડિયામાં આ વાતને વાયરલ કરીશ, સમાચાર છાપીશ,: વલસાડ જિલ્લાના વાપી શહેરમાં યુટ્યુબર યુનુસ દાઉદ શેખે મીડિયા અને સરકારી વિભાગના નામે ધમકી આપી એક ટ્રાન્સપોર્ટર પાસેથી હપ્તા પડાવ્યો : આરોપી એવા અન્ય વ્યવસાયીઓ પાસેથી પણ નાણાં વસૂલતા હોવાની શક્યતા છે અને તેની તપાસ ચાલુ છ પ્રેસ, મીડિયા, યુટ્યુબ કે સરકારી વિભાગના નામે કોઈ પણ ધમકી આપીને પૈસા માંગે તો ડર્યા વગર તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા અપીલ5:11 PM IST
ગુજરાતના રામભક્તો માટે રેલવેની મોટી ભેટ : સુરતના ઉધનાથી અયોધ્યા વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે : 10 ફેબ્રુઆરીથી મુસાફરીનો પ્રારંભ : ઉધના-અયોધ્યા કેન્ટ ટ્રેન (09097) 7-7 ફેરા પૂર્ણ કરશે : વડોદરા, રતલામ અને કોટા થઈને જતી ટ્રેનમાં સ્લીપર કોચનું ભાડું ₹560 અને થર્ડ ACનું ₹1485 રખાયું : કાનપુર-લખનૌ સહિતના 15 સ્ટેશનો પર મળશે સ્ટોપેજ1:13 PM IST
ભારતીય તટરક્ષકઃ ‘વયમ રક્ષામહ'મંત્ર સાથે ભારત દેશમાં સેવા, સતર્કતા અને દરિયાઈ સુરક્ષાના પાંચ દાયકા : કાલે ૧ ફેબ્રુઆરી એટલે ભારતીય તટરક્ષક દિવસ : માત્ર સાત સરફેસ પ્લેટફોર્મથી શરૂઆત કરનાર ભારતીય તટરક્ષક આજે એક શક્તિશાળી અને આધુનિક દળ તરીકે વિકસ્યું : જે ૪.૬ મિલિયન સ્ક્વેર કિમીના ભારતીય સર્ચ અને રેસ્કયુ ક્ષેત્રમાં નાવિકો, માછીમારો અને જહાજોની સુરક્ષા માટે તે અગત્યની ભૂમિકા ભજવે છે3:17 PM IST
પ્રિ-બોર્ડની એક્ઝામ બાદ વિદ્યાર્થીઓએ પૂર્વ તૈયારીઓ માટે માસ્ટર પ્લાન બનાવવો : અંતિમ તૈયારીઓ માટેનું માર્ગદર્શનઃ આગામી તા.૨૬ ફેબ્રુઆરીથી શહેર-જિલ્લા સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે : બોર્ડના કાઉન્સિલરના મતે પ્રિ-બોર્ડ એ માત્ર કસોટી નહોતી, બોર્ડના વાસ્તવિક જંગ માટેની ‘સેલ્ફ-ચેક એક્ઝામ' હતી10:16 AM IST
સાવધાન ગુજરાત સહિત દેશભરમાં મેડિકલ એન્જિનિયરિંગ પરીક્ષા સાયબર કમાન્ડોના રડારમાં મૂકી દેવાઈ : કેન્દ્ર દ્વારા ૫ હજાર સાયબર નિષ્ણાતો તૈયારઃ રાજકોટ SRPના પોલીસ ઇન્સ્પેક્ટર અને સાયબર નિષ્ણાત શૈલેષ રબારી સહિત ૮ અધિકારી સ્ટાફ દ્વારા કામગીરી શરૂ પણ કરી દેવાઈ JEE MAIN NIT જેવી ખૂબ મહત્વની પરીક્ષાઓની પારદર્શિતા વધારવા કેન્દ્ર દ્વારા કોઈને ન છોડવા મક્કમ નિર્ધાર11:33 AM IST
દેશની નવીનીકરણીય ઊર્જામાં ૧૬.૫૦% યોગદાન સાથે ગુજરાત દેશમાં અગ્રેસર : રાજ્યની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા ૪૨.૫૮૩ ગીગાવોટ, જેમાં ૧૪,૮૨૦.૯૪ મેગાવોટ પવન ઊર્જા અને ૨૫,૫૨૯.૪૦ મેગાવોટ સૌર ઊર્જા સામેલ : રૂફટોપ સોલારમાં ગુજરાત મોખરે, ૧૧ લાખથી વધુ ઇન્સ્ટોલેશન દ્વારા ૬૪૧૨.૮૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદનઃ ગુજરાતમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં થયેલા વિકાસથી અંદાજિત ૨.૩૭ લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન3:12 PM IST
રાષ્ટ્રીય સુરક્ષા માટે સરહદી જિલ્લાઓમાં દબાણો, ગુન્હાખોરી પર આકરા પગલાંની રણનીતિ ઘડી છેઃ સાગર બાગમાર : ગુજરાતના તમામ સરહદી જિલ્લામાં સહુથી વધુ આક્રમક રીતે ગુજસીટોકનો અમલ કરનાર પૂર્વ કરછ એસપી, બોર્ડર વડા ચિરાગ કોરડીયાના માર્ગદર્શનમાં અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર અજયસિંહ ગોહિલ વિગેરે દ્વારા થયેલ કાર્યવાહીની ભીતરી કથા વર્ણવે છે ઓર્ગેનાઇડ ક્રાઇમ સિન્ડિકેટ તૈયાર કરી તે મુજબ ગુન્હાઓ આચરનાર સામે આક્રમક પગલા લેવા તમામને સ્પષ્ટ આદેશ અપાયા છે અને તે મુજબ કાર્યવાહી કેવી થયેલ છે, તેની અપડેટ મેળવવામાં આવે છે.2:48 PM IST
બજેટ ૨૦૨૬નું લાઈવ પ્રસારણ: રાજકોટ 'કમલમ' ખાતે હાઈટેક મોટી સ્ક્રીન પર કેન્દ્રીય બજેટનો જંગ નિહાળશે શહેરના દિગ્ગજો! : વિકસિત ભારતના સંકલ્પ સાથે રજૂ થનારા ૨૦૨૬ના બજેટને જન-જન સુધી પહોંચાડવા ભાજપ સજ્જ: ડૉ. માધવ દવે, અશ્વિનભાઈ મોલીયા અને વિરેન્દ્રસિંહ ઝાલાના નેતૃત્વમાં શીતલ પાર્ક ખાતે 'બજેટ લાઈવ વોચ'નું ભવ્ય આયોજન, અર્થતંત્રના લેખાજોખા પર થશે સીધો સંવાદ10:42 PM IST
સૌરાષ્ટ્રનું ગૌરવઃ આત્મીય યુનિવર્સિટીની વિદ્યાર્થીની ખુશી અનડકટે M.Techમાં ગોલ્ડ મેડલ સાથે મેદાન માર્યુઃ અભ્યાસ સાથે સંશોધન ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ દેખાવ : આત્મીય યુનિવર્સિટીના કોન્વોકેશનમાં ખુશી અનડકટને ગોલ્ડ મેડલ એનાયતઃ ૯.૪ સીજીપીએ સાથે એમ.ટેક.માં યુનિવર્સિટી ફર્સ્ટઃ ખુશી અનડકટે આંતરરાષ્ટ્રીય સ્તરે રિસર્ચ પેપર પ્રકાશિત કરી સિદ્ધિ મેળવી5:48 PM IST
રાજકોટમાં બે ચોરીઓ કરનારા ખંભાળીયાના ભાવેશને લીમડા ચોકમાંથી ડીસીબીએ દબોચ્યો : ઓમનગરમાં પ્લાયવૂડના ગોડાઉન અને થોરાળામાં ચા-પાનની કેબીનમાં તાળા તોડી રોકડ ઉસેડી હતી : ૧.૨૫ લાખની રોકડ કબ્જેઃ છુટક મજૂરી કરતો આ શખ્સ મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડયોઃ પીઆઇ ગોંડલીયા, ડામોર, જાદવની રાહબરીમાં પીએસઆઇ એ. એન. પરમારની ટીમની કામગીરી : કૃષ્ણદેવસિંહ ઝાલા, કિશનભાઇ પાંભર, હરસુખભાઇ સબાડ, મહાવીરસિંહ જાડેજાની બાતમી1:21 PM IST
હું અહિનો ડોન ગજો, મારા પૈસા ન હોય...ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં મફત ફાકી-સિગારેટ માટે લુખ્ખાગીરી : રહેણાંક સાથે જ દુકાન ધરાવતાં કાનજીભાઇ પીઠીયાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો વારંવાર મફત ખાઇ જતાં શખ્સે અગાઉના ૯૦૦ દીધા નથીઃ દૂકાનના કર્મચારી ધવલ સાથે ફરી ડખ્ખો કર્યોઃ ૨૪૦ની ચીજવસ્તુ લઇ પૈસા ન આપ્યા અને માથે જતાં દૂકાનને તાળા મારવાની ધમકી દીધીઃ એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર અને ટીમે પકડી લઇ હવા કાઢી નાંખી2:13 PM IST
વોર્ડ નં.૧૧માં બ્લોક નંખાશે ગાર્ડન બનાવાશે2:30 PM IST
રાજકોટના મંદિરમાં રહેતો હરેશ કુવાડવા-વાંકાનેર ચોકડીએથી ગાંજા સાથે ઝડપાયો : મુળ ચોટીલા ભેટસુડાનો શખ્સ વર્ષોથી રામનાથપરામાં મેલડી માતાના મંદિરમાં રહે છેઃ નશો કરવા સાથે પડીકીઓ પણ વેંચતો હોવાનું ખુલ્યું: અમદાવાદનો શખ્સ આપી ગયાનું રટણ : કુવાડવા પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં એએસઆઇ ખોડુભા જાડેજા, જયદિપભાઇ ધોળકીયા, મેહુલસિંહ, સંજયભાઇની કામગીરીઃ પીએસઆઇ બ્લોચે તપાસ હાથ ધરી12:33 PM IST
સુરેન્દ્રનગરના રેલ્વે કર્મચારી નીરૂભાઇ પંડયાનું રાજકોટમાં ચાલુ નોકરીએ હૃદય બેસી જેતાં મૃત્યુ : મધરાતે હંસરાજનગર નાલા પાસે કામ કરતી વખતે ઢળી પડયાઃ હોસ્પિટલમાં મૃતદેહ જ પહોંચ્યોઃ પરિવારમાં ગમગીની માધાપરના કેટરર્સ સંચાલક મહેશભાઇ રાઠોડનું પણ હૃદય બંધ પડી જતાં મોત આંબેડકરનગરમાં પિત્રાઇ ભાઇના દા'ડામાં જમીને ખાટલામાં સુતા બાદ મવડીના વજાભાઇ પરમાર જાગ્યા જ નહિ!: હાર્ટએટેકથી મોત2:08 PM IST
જય વિશ્વકર્મા દાદા 2:26 PM IST
શહેર પોલીસ રમતોત્સવ સંપન્નઃ ડીસીપી ક્રાઇમ ટીમ જનરલ ચેમ્પિયન બનીઃ અર્જુનભાઈ ડવ અને નેહાબેન મકવાણા બેસ્ટ એથ્લેટ જાહેર : ૪૦૦ જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ વચ્ચે અલગ અલગ સ્પર્ધાઓ યોજાઇ હતી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કહ્યું-વ્યસ્ત જીવનમાં શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે રમત-ગમત અનિવાર્ય2:46 PM IST
અમિત ખૂંટના આપઘાત કેસમાં પોલીસને મોટી સફળતા મુખ્ય આરોપી રહીમ મકરાણીના રિમાન્ડ પૂર્ણ : જેલહવાલે : છેલ્લા 8 મહિનાથી ફરાર મુખ્ય આરોપી રહીમ અબ્દુલભાઈ મકરાણીને રાજકોટ રુરલ એલસીબીએ જૂનાગઢથી ધરપકડ કર્યા બાદ 2 દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં ગોંડલ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો 9:51 PM IST
ઉપલેટામા 15 વર્ષની દિકરી પર ચાર વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાનો સગા બાપ પર આરોપ : ઉપલેટા પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ દિવ્યાંગ પિતા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી : પત્ની કેન્સરની બીમારીમાં સપડાઈ પથારીવશ થતા પિતાની નિયત દીકરી પર બગડી હતી યુવતી 15 વર્ષની હતી ત્યારે હેવાન પિતાએ તેની પ્રથમવાર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપીએ સતત સગીરાનું શારીરિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું'તુ4:55 PM IST
વિરપુર-ગોંડલ નેશનલ હાઇવે પર ઇન્દ્રપ્રસ્થ ગેટની અંદર ખુલ્લાની મેદાનમાં પોલીસનો દરોડો : રૂ. ૪૫.૪૩ લાખનો ઈંગ્લીશ દારૂ અને વાહનોનો મુદ્દામાલ જપ્ત : એકની ધરપકડ : વીરપુર પોલીસ મથકના પીઆઈ એસ.જી.રાઠોડ અને ટીમનો સપાટો : દારૂ મંગાવનાર તોસીફ ઉર્ફે બાઘો, વાહનોના ચાલકો અજય કોળી, અલ્તાફ ઠેબા, રાણાભાઈ રબારી અને દારૂ મોકલનાર સહિતના અન્ય ફરાર આરોપીઓને પકડવા પોલીસની તજવીજ: પકડાયેલ આરોપી રિયાજ અગાઉ જામનગર અને ગોંડલમાં પણ પ્રોહીબીશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો છે4:09 PM IST
પોરબંદર મહાનગરપાલિકાની વિકાસ કામગીરી સામે અસંતોષ વ્યકત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ : મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ પૂર્ણ છતાં નાગરિકોની સુવિધા વિકાસ અને સુવ્યવસ્થિત વહીવટની અપેક્ષા પૂર્ણ થતી નથીઃ ચેતનાબેન તિવારી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત : પ્રજાના હિતમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેને પ્રજાના હિતમાં મુખ્યમંત્રીને પત્ર દ્વારા કરેલી રજુઆતે સ્થાનીક રાજકારણમાં ચર્ચા જગાવી12:12 PM IST
ઉપલેટામાં ‘ગાંધીગીરી' ગંદકીથી ત્રસ્ત શિક્ષકે પાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ કચરો ઠાલવ્યો! : એક મહિનાથી સફાઈ કામગીરી ઠપઃ રોષે ભરાયેલા જાગળત નાગરિકનો અનોખો વિરોધ, ‘‘ટેક્સ ભરીએ છીએ તો સુવિધા કેમ નહીં?'' જ્યાં સુધી નિકાલ ન થાય ત્યાં સુધી શહેરીજનોને કચરો પાલિકા કચેરીએ ઠાલવવા આવવાની માટેની પણ હાંકલ કરી11:35 AM IST
અદાણી સિમેન્ટ દ્વારા કચ્છના સાંધીપુરમા ૫૦ એકરમાં “શાંતિ શરણમ્” બાયોડાયવર્સિટી પાર્કનું નિર્માણ : ૧૧ દેશી નસલની ગાયોની ગૌશાળા, ૫૦૦૦ કેસર કેરીના ઝાડ સહિત અન્ય ફળો અને વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણનું સંરક્ષણ, વન્યજીવો તથા પક્ષીઓ માટે કુદરતી આવાસનું નિર્માણ અને પ્રદૂષણ-મુક્ત હરિયાળું વાતાવરણ ઊભું થશે9:43 AM IST
જોડીયા માનસ મંદિરમાં હોમત્મક યજ્ઞ-મહાપ્રસાદ11:41 AM IST
સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજના વ્યાસાસને કાલથી ગોંડલના મોવિયામા રામકથા : શ્રી તુલસીપીઠાધીશ્વર પદ્મવિભુષણ જગદગુરૂ રામાનંદાચાર્ય : વાસાવડ રોડ ઉપર સર્વોદય સ્કૂલ પાસે પટેલ સમાજ ખાતે સમસ્ત મોવિયા ગામ તથા કાલરીયા પરિવાર દ્વારા આયોજન : વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે : રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ12:21 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઓસ્ટ્રેલિયાએ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં શરૂ થનારા 2026 T20 વર્લ્ડ કપ માટે પોતાની અંતિમ ટીમની જાહેરાત : ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ ઓસ્ટ્રેલિયાને પેટ કમિન્સના રૂપમાં મોટો ફટકો પડ્યો : પીઠની ઈજાને કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો : ટોપ ઓર્ડર બેટ્સમેન મેથ્યુ શોર્ટને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે, બેન દ્વાર્શિયસની જગ્યાએ. બિગ બેશ લીગમાં ધમાલ મચાવનાર સ્ટીવ સ્મિથને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી5:02 PM IST








































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


















































































































































































































