<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આર્યન પાટીલને સ્વામી વિવેકાનંદ યુવા પુરસ્કાર આપી સન્માનિત કર્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:વડોદરા શહેરના શિવાય ફાર્મ ખાતે તારીખ 28 ડિસેમ્બર 2024 ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય , રાજ્ય તથા વડોદરા મહાનગરના હોદ્દેદારો દ્વારા ખેલેગા યુવા - જીતેગા ભારતના થીમથી રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ નામ પ્રસિદ્ધ કરેલ ખેલાડીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખેલ હતો. જેમાં કરાટે માં બ્લેક બેલ્ટ ની ડીગ્રી પ્રાપ્ત કરી આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા રાજ્ય લેવલે 16 થી વધુ મેડલ વિજેતા આર્યન કલ્પેશ પાટીલને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આમંત્રણ આપી તેના રમત પ્રત્યેના યોગદાન ને ધ્યાનમાં રાખી સ્વામી વિવેકાનંદ યુવા પુરસ્કાર તથા મોમેન્ટો તેમજ એબીવીપી ની ટીશર્ટ આપી સન્માનિત કર્યા હતા. આર્યન પારુલ યુનિવર્સિટીની પારુલ પોલીટેકનીક ઇન્સ્ટિટયૂટમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ નો અભ્યાસ કરે છે. પાંચ વર્ષથી નાની ઉંમરે કરાટેનું પ્રશિક્ષણ મેળવી 12 વર્ષની ઉંમરે બ્લેકની ડીગ્રી પ્રાપ્ત કરી લીધી હતી આર્યનના પિતા પોલીસ ખાતામાં ફરજ બજાવે છે.

(10:19 PM IST)