News of Tuesday, 31st December 2024
વડીયાની ગીરીરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આનંદ મેળા નું સુંદર આયોજન કરાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ગીરીરાજ ઇન્ટરનેશનલ સ્કૂલસ્કૂલ, વડીયા રાજપીપલા દ્વારા આનંદ મેળાનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી રવિભાઈ શેઠ, વાઇબ્રન્ટ સ્કૂલનાં ટ્રસ્ટી ચંદ્રેશભાઇ ધંધુકિયા ઉપસ્થિત રહ્યા હતાં. આ સુંદર કાર્યક્રમમાં બાળકો દ્વારા જુદી જુદી વાનગી તેમજ ગેમનાં 34 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતાં એ સાથે ફેશન શૉ નું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાઈ બાળકોએ બનાવેલી વાનગીઓનો આનંદ માણ્યો હતો. જેમાં કાર્યક્રમનાં મહેમાન દ્વારા બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
