News of Tuesday, 31st December 2024
મોરીયા ગામમાં સુરણના પાક બાબતે પાડોશીઓ વચ્ચે મારમારી : પાચ વિરુદ્ધ સામસામી ફરિયાદ
નજીવી બાબતે બે મહિલાઓ વચ્ચે બોલચાલી થતા મારામારી પર આવ્યો જેમાં બીજા ત્રણ સપોર્ટમાં આવતા ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના મોરિયા ગામમાં નજીવી બાબતે બે મહિલાઓ વચ્ચે તકરાર બાદ મારામારી થતા પાચ સામે ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રથમ ફરિયાદ પ્રેમીલાબેન ભગાભાઈ તડવી, રહે મોરીયા એ આપેલ ફરિયાદ મુજબ તેમના ઘરના વાડાના ભાગે સુરણ રોપેલ હોય જે સુરણ આજુબાજુથી કાદવ કાઢી લીધેલ જેથી શકુબેન નરેશભાઈ તડવી (૨) નરેશભાઇ પુનાભાઇ તડવી તથા (3) કનુભાઇ પુનાભાઇ તડવી.( ત્રણેય રહે. મોરીયા તા. તિલકવાડા જી. નર્મદા) નાઓએ જણાવેલ કે અમારા ઘરના ભાગે આવેલ સુરણના પાક માથી કાદવ કેમ કાઢી લઈ તમારા ઘરની ભીંત સાથે નાખી દીધેલ છે તેમ કહી ગાળો બોલી એકદમ ઉશ્કેરાઇ માર મારવા લાગેલ તેમજ લાકડી વડી ઝાપટો મારી દીધેલ તે વખતે ફરીએ બુમાબુમ કરતા આ ત્રણેય જણાઓ તેમના ઘર તરફ જતા રહેલા અને આ ત્રણેય જણા કહેતા હતા કે આજે તો તમે બધી ગયેલ છે અને ફરીવાર લાગમાં આવશો તો તારા ટાંટીયા ભાગી નાખીશુ તેવી ધમકી આપી
જ્યારે સામે ધર્મિષ્ઠાબેન નરેશભાઇ તડવી( રહે મોરીયા) એ આપેલ ફરિયાદ મુજબ (૧) પ્રેમિલાબેન તે ભગાભાઈ હિરાભાઈ તડવી. (૨) ભગાભાઇ હિરાભાઈ તડવી (બન્ને રહે. મોરીયા )નાઓ કહેવા લાગેલ કે અમારા વાડામાં સુરણ રોપેલ તે સુરણના ભાગેથી માટી ખોદી તમારા ઘરના ભીંતના ભાગે કેમ નાખેલ છે તેમ કહી ગાળો બોલી અમારા ઘરની ભીંતના ભાગે ઉંદરોએ બાકોરા પાડેલ છે તે બાકોરા મે પુરી દીધેલ છે અને મેં તમારા વાડામાં આવેલ સુરણના ભાગેથી માટી ખોદેલ નહી તેમ કહી ગાળો બોલવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઇ જઇ શર્મિષ્ઠા બેન સાથે ઝપાઝપી કરી ગડદા પાટુનો માર મારતા તેનુ ઉપરાણુ લઈને બીજા આવી છોડાવેલા અને આ બન્ને જણા તેમના ઘર તરફ જતા જતા કહેતા હતા કે આજે તો તમે બચી ગયા છો ફરીવાર લાગમા આવશો તો તમારા ટાંટીતા ભાગી નાખીશું તેવી ધમકી આપતા તિલકવાડા પોલીસે બંને પક્ષે ફરિયાદ લઇ કુલ પાચ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
