<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

નર્મદા જિલ્લા કોંગ્રેસે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો.મનમોહનસિંહની શ્રદ્ધાંજલિ શોકસભા યોજી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલમાં ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં નાંદોદના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રભારી સંદીપ માંગરોલા, જિલ્લા કાર્યકારી પ્રમુખ રોહિતભાઈ પટેલ, નાંદોદ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ પ્રકાશ વસાવા, રાજપીપલા શહેર પ્રમુખ માલવ બારોટ , તાલુકા કૉંગ્રેસ સેવાદળ પ્રમુખ પ્રતિક વસાવા, જિલ્લા મહામંત્રી હંમેશ વસાવા, નગરપાલીકા પૂર્વ સદસ્ય ડૉ કમલ ચૌહાણ, પૂર્વ નગર પાલીકા પ્રમૂખ મહેશ વસાવા, જિલ્લા મંત્રી મુકેશ વસાવા, પૂર્વ યુથ પ્રમુખ વાસુદેવ વસાવા, જીજ્ઞેશ કોન્ટ્રાકટર અને મહિલા કોંગ્રેસ માં સુમિત્રાબેન રાઉલ, ફરીદાબેન શેખ, હીનલબેન વસાવા સહિતનાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
   આ કાર્યક્રમમાં ડૉ.મનમોહન સિંહજીના ઐતિહાસિક યોગદાનની ચર્ચા કરવામાં આવી હતી. વક્તાઓએ તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં હાથ ધરાયેલા આર્થિક સુધારાઓ, તેમણે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે લાવેલા ફેરફારો અને તેમની સાદગી અને વિઝનને યાદ કર્યું.  તેમની નીતિઓ અને આદર્શોને દેશ માટે પ્રેરણા સ્ત્રોત ગણાવતા દરેકે તેમના બતાવેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ લીધો હતો. સભાના અંતે ડો.મનમોહનસિંહજીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

(10:25 PM IST)