
કાર અને બાઇક, ચિપ્સ અને બિસ્કિટથી લઈને કપડાં સુધી...આજથી બધું સસ્તું! : જીએસટી ૨.૦ શરૂ કરવામાં આવ્યું અને તેના હેઠળ કરવામાં આવેલા ફેરફારો મોટાભાગની રોજિંદા વસ્તુઓને સસ્તી : આ શ્રેણીની લગભગ ૯૯% વસ્તુઓ પર હવે ફક્ત ૫% જીએસટી વસૂલવામાં આવશે અથવા તેમને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે : ડેરી ઉત્પાદનો, ખાદ્ય તેલ, પેકેજ્ડ લોટ અને સાબુ જેવી અન્ય દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ પણ સુધારેલા દરો હેઠળ સસ્તા થયા છે. વધુમાં, બાળકોના શિક્ષણ પુરવઠાથી લઈને દવાઓ, કાર, બાઇક, એર કન્ડીશનર અને ટીવી સુધીની દરેક વસ્તુના ભાવમાં પણ ઘટાડો થયો છે10:58 AM IST
ટોટલ ૩૭૫ ચીજવસ્તુઓ થઈ ગઈ સસ્તી : મિડલ કલાસ આનંદો !11:01 AM IST
ચોમાસાની રવાનગી સાથે વાપસી ? ભારતીય હવામાન વિભાગ મુજબ, આજે ૨૨ સપ્ટેમ્બર સુધીમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે: ચોમાસાની વિદાય રેખા હવે ગુજરાતના ભુજ અને ડીસા પાસેથી પસાર થઈ રહી છે : બંગાળની ખાડીમાં હલચલ: બંગાળની ખાડીમાં એક નવું નિમ્ન દબાણ ક્ષેત્ર (લો-પ્રેશર સિસ્ટમ્સ) સક્રિય થયું છે, જે આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા : નવરાત્રિ પર સંકટ: નવી સિસ્ટમના કારણે આજથી શરૂ થયેલ નવરાત્રીના શરૂઆતના તબક્કામાં તથા સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં અને ઓક્ટોબરના પ્રારંભના દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે11:42 PM IST
મહા ખતરનાક સુપર વાવાઝોડુ ’રાગાસા’: ૨૩૦ કિલોમીટરની ઝડપ પકડી: કાલે સાંજે ત્રાટકશે: કેથે પેસિફિકે હોંગકોંગની તમામ ફ્લાઇટ્સ રદ્દ કરી: ૩૬ કલાકના બંધથી એર ટ્રાવેલર્સ હેરાન પરેશાન: હોંગકોંગમાં તોફાની હવા અને અતિ ભારે વરસાદથી શહેરીય વિસ્તારોમાં, બંદર અને એરપોર્ટ પર ભારે વિનાશનો ભય : હોંગકોંગ અને આસપાસના વિસ્તારોમાં અર્થતંત્રને કરોડો ડોલરનું નુકસાન થવાની: કેથે પેસિફિક એરલાઇન્સે મંગળવારે સાંજે છ વાગ્યાથી ગુરુવારે સવારે છ વાગ્યા સુધી હોંગકોંગ આવતી-જતી તમામ ૫૦૦ ફ્લાઇટ્સ રદ્દ કરી:સુપર ટાઇફૂન હોંગકોંગથી લગભગ ૪૦૦ કિલોમીટર દૂર છે અને તેની ગતિ ૨૦ કિલોમીટર પ્રતિ કલાકે છે, જેથી તે મંગળવારે સાંજે હોંગકોંગની નજીક પહોંચશે: સિગ્નલ નંબર ૮ જારી કરવામાં આવ્યું: ચીનના ગ્વાન્ગડોંગ પ્રાંતમાં અતિ ભારે વરસાદ અને પૂરની શક્યતા: લાખો લોકોના સ્થળાંતરની તૈયારી10:30 PM IST
ચોંકાવનારી ઘટના: કૈથલની હોસ્પિટલમાં આઈસીયુમાં મહિલા દર્દી સાથે છેડતી, પુરુષ સ્ટાફ સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 75(2) અને (4) હેઠળ કેસ નોંધવામાં આવ્યો : પતિના જણાવ્યા મુજબ, તે રાત્રે આશિષ કુમાર નામનો એક યુવક આઈસીયુમાં ફરજ પર હતો. મોડી રાત્રે લગભગ 1 વાગ્યે તેણે છેડતી શરૂ કરી અને તેના ગુપ્ત ભાગોને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો9:10 PM IST
GST 2.0 નો 'પાવર' વધ્યો: ચિરાગ પાસવાને સરકારના નિર્ણયને 'લોકહિત' ગણાવ્યો, કોંગ્રેસના 'રાજકારણ' પર ઉઠાવ્યા સવાલ : “મને વિપક્ષનો અભિપ્રાય સમજાતો નથી.” તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ GST સુધારાઓ સાથે સહમતિ દર્શાવી છે, તેમ છતાં કોંગ્રેસ તેને રાજકીય મુદ્દો બનાવી રહી છે9:05 PM IST
વિકાસની નવી સવાર: પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશને ₹5100 કરોડની ભેટ આપી, કોંગ્રેસ પર નિશાન સાધ્યું: વેપારીઓને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કર્યું આહ્વાન : "જેમ આપણા ત્રિરંગાનો પહેલો રંગ ભગવો છે, તેવી જ રીતે અરુણાચલનો પહેલો રંગ પણ ભગવો છે." તેમણે અરુણાચલના દરેક નાગરિકને બહાદુરી અને શાંતિનું પ્રતીક ગણાવ્યા8:56 PM IST
શેરબજારમાં સપ્તાહની શરૂઆત ધબડકાભેર: ટ્રમ્પના H-1B વિઝા નિયમથી IT સેક્ટરમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 466 પોઈન્ટ ગગડ્યો : કેટલાક પસંદગીના શેરોમાં તેજી પણ જોવા મળી. ઝોમેટો, અદાણી પોર્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ જેવી કંપનીઓના શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જે બજારમાં મિશ્ર સંકેતો દર્શાવે છે.8:55 PM IST
"આઈ લવ મોહમ્મદ" શબ્દોવાળા પોસ્ટરને લઈને ઉત્તર પ્રદેશના કાનપુરમાં શરૂ થયેલો વિવાદ હવે સમગ્ર દેશમાં ફેલાઈ ગયો : કાનપુર પછી, ઉન્નાવ, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં પણ વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા. ઉન્નાવમાં, વિરોધીઓએ પથ્થરમારો કર્યો અને બે યુવાનોને પોલીસ કસ્ટડીમાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો : જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવાનો પ્રયાસ કર્યો8:34 PM IST
તિહાર જેલમાંથી અફઝલ ગુરુ અને મકબુલ ભટ્ટની કબરો દૂર કરો : દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ : હાઈકોર્ટ બુધવારે પીઆઈએલ પર સુનાવણી કરશે : અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે અફઝલ ગુરુ અને મકબુલ ભટ્ટની કબરોની હાજરીએ તિહાર સેન્ટ્રલ જેલને "કટ્ટરપંથી મંદિર" બનાવી દીધી : જ્યાં ઉગ્રવાદી તત્વો દોષિત આતંકવાદીઓની પૂજા કરવા માટે ભેગા થાય છે.8:33 PM IST
અમિતભાઈ સાથે જયેશ રાદડીયાનો વટ4:46 PM IST
સહકારથી સમૃધ્ધિ 3:56 PM IST
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અકિલાના આંગણે3:55 PM IST
ભાજપ નવા પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી આવશે તેવી અટકળો : સૌરાષ્ટ્રમાં ભાજપ સ્થિતિ મજબૂત કરવા માટે અને બધાં નેતાઓને સાથે લઈને ચાલે એવા નેતાને પ્રમુખ પદ મળે તેવી સંભાવનાઃ સૌરાષ્ટ્રમાં સંઘ અને સંગઠનમાં મજબૂત ચહેરો હોય તેવા નેતાને ગુજરાતની કમાન સોંપવામાં આવે તેવી ચર્ચા : સૌરાષ્ટ્રમાં અમરેલી હોય કે પછી રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, વગેરે સ્થળો પર ભાજપમાં આંતરિક વિખવાદ થઈ રહ્યો છે3:44 PM IST
કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રાજીવ રંજનસિંહની અધ્યક્ષતા હેઠળ વિવિધ રાજ્યોના પશુપાલન મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ પરામર્શ બેઠક યોજાઈ : ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે બેઠકમાં સહભાગી થઇ ભારત સરકાર સમક્ષ ગુજરાતના સૂચનો-મંતવ્યો રજૂ કર્યા: કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસોથી પશુપાલન ક્ષેત્રનો નવો યુગ શરૂ થશે, જે ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે: મંત્રી રાઘવજીભાઈ પટેલ6:23 PM IST
હિંદ મહાસાગરમાં ભારતનો દબદબો: નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી શ્રીલંકાના ચાર દિવસના પ્રવાસે, નૌકાદળ સહયોગ વધારવા પર ભાર: શ્રીલંકાના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે : તેઓ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા મંચ *'12મા ગેલે સંવાદ'*માં પણ ભાગ લેશે. આ મંચ હિંદ મહાસાગર ક્ષેત્રમાં વ્યૂહાત્મક ચર્ચાઓ માટે જાણીતો છે, તેમાં ભારતની ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ5:50 PM IST
વિકાસ અને વિરાસતનો સુભગ સમન્વય: પીએમ મોદીએ ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કર્યું, ઉત્તરપૂર્વ આધ્યાત્મિક પર્યટનનું કેન્દ્ર બનશે: સ્થાપત્યમાં બંગાળની ગ્રામીણ શૈલીની ઝલક : 'માતાબારી' તરીકે પણ ઓળખાતું ત્રિપુરા સુંદરી મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. 1501માં મહારાજા ધન્ય માણિક્ય દ્વારા સ્થપાયેલું મંદિર દેવી સતીના જમણા પગ પડવાને કારણે પવિત્ર5:47 PM IST
નિવૃત્તિના 10 મહિના પછી પૂર્વ CJI ચંદ્રચુડને 'કામ' મળ્યું: સુપ્રીમ કોર્ટે બે કંપનીઓ વચ્ચેના વિવાદમાં મધ્યસ્થી તરીકે નિમણૂક કરી : નિવૃત્તિ બાદ, મે મહિનામાં તેમને *દિલ્હીની નેશનલ લો યુનિવર્સિટી*માં પ્રોફેસર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે ભારતના કાનૂની શિક્ષણ માટે એક મોટું પગલું માનવામાં આવ્યું હતું5:40 PM IST
ડોભાલનો દબદબો: ખાલિસ્તાની પન્નુનો બોડીગાર્ડ કેનેડામાં જેલભેગો, ભારતની મોટી રાજદ્વારી જીત!: કેનેડિયન સરકારનું વલણ બદલાયું : ઈન્દરજીતની ધરપકડ એ પુરાવો છે કે હવે કેનેડા ભારતની ચિંતાઓને ગંભીરતાથી લઈ રહ્યું છે. કેનેડાએ સ્વીકાર્યું હતું કે ખાલિસ્તાની જૂથો તેમની ધરતી પરથી ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છે.5:36 PM IST
બિહાર રાજકારણમાં ખળભળાટ: નીતીશના 'માનસપુત્ર' અશોક ચૌધરી પર પ્રશાંત કિશોરના ગંભીર આરોપો, શું ભ્રષ્ટાચારની પોલ ખુલશે?: અશોક ચૌધરીનો વળતો હુમલો: બદનક્ષીનો દાવો : જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું છે કે અશોક ચૌધરીએ આ આરોપોનો જાહેરમાં પુરાવા સાથે જવાબ આપવો જોઈએ: આ ટિપ્પણીઓ દર્શાવે છે કે પાર્ટીમાં આ મુદ્દે અંદરખાને મતભેદો છે.5:32 PM IST
બ્રિટન પેલેસ્ટાઇનને માન્યતા આપે છે, નેતન્યાહૂ ભડક્યા: 'આતંકવાદીઓને ખોળામાં લો...! આ નિર્ણય આતંકવાદ માટે એક વિચિત્ર પુરસ્કાર..’ : યુએનના 193 સભ્ય દેશોમાંથી 151 દેશોએ પેલેસ્ટાઇનને સાર્વભૌમ રાજ્ય તરીકે માન્યતા આપી છે. તાજેતરમાં, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલ જેવા દેશો પણ આ યાદીમાં જોડાયા છે. 5:30 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ: "હાથી" ભારત સામે "ઉંદર" જેવો મુક્કો? અમેરિકન અર્થશાસ્ત્રીઓ ટ્રમ્પના ટેરિફને આત્મઘાતી ગણાવે છે: "શું તમે દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશને કહેવા માંગો છો કે શું કરવું કે શું ન કરવું?” : BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) નો વૈશ્વિક ઉત્પાદનમાં હિસ્સો 35% છે, જ્યારે G-7 (અમેરિકા, યુ.કે., કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન) નો હિસ્સો માત્ર 28%5:27 PM IST
જમ્મુ કાશ્મીરના દાલ સરોવર નજીકથી પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળી આવ્યો , પાકિસ્તાને આ મિસાઈલ ઓપરેશન સિંદૂર દરમિયાન શ્રીનગર પર ટાંકી'તી : દાલ સરોવરમાંથી મળેલી મિસાઈલ પાકિસ્તાનની હારનો મોટો પુરાવો,પાકિસ્તાન અવારનવાર કાશ્મીર અને ઓપરેશન સિંદૂર મુદ્દે વિવાદિત નિવેદન આપે છે પરંતુ આ કાટમાળ ઓપરેશન સિંદૂર દરમિયાન કાશ્મીરીઓને નિશાન બનાવવાનો તેનો નિષ્ફળ પ્રયાસનો પુરાવો બન્યું4:47 PM IST
GST દરમાં ઘટાડોઃ વાર્ષિક બચત ૧૫થી ૨૦ હજાર રૂપિયા થઈ શકે છે : નવા GST દરો આજે અમલમાં આવ્યા છે : ઘણી વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે : આના પરિણામે દરેક પરિવાર માટે નોંધપાત્ર વાર્ષિક બચત થશે પતિ, પત્નિ અને બે બાળકો (૧૦ થી ૧૫ વર્ષ) ધરાવતો પરિવાર ફક્ત રસોડામાં બચત દ્વારા દર મહિને રૂ.૫૦૦ થી રૂ.૧,૦૦૦ સુધીની બચત કરી શકે છે4:02 PM IST
મહિલાએ ‘બેવફાઈ' માટે પતિની પ્રેમિકા પાસેથી ૧ કરોડનું નુકસાન -વળતર માંગ્યું : દિલ્હી હાઈકોર્ટે તેના પતિની પ્રેમિકા સામે સિવિલ દાવો દાખલ કરવા અને નુકસાન માંગવાની મંજૂરી આપી છે : મહિલાએ તેના પતિના ગેરકાયદેસર સંબંધોને કારણે તૂટી ગયેલા તેના પરિવાર માટે રૂ.૧ કરોડનું નુકસાન માંગ્યું છે : કોર્ટે સ્પષ્ટ કર્યું કે પતિ કે પત્નિ લગ્નમાં દખલ કરવા બદલ તેમની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ પાસેથી નુકસાની મેળવવા માટે સિવિલ દાવો દાખલ કરી શકે છે : આવા કેસ સિવિલ કોર્ટમાં સાંભળી શકાય છે ફેમિલી કોર્ટમાં નહીં3:43 PM IST
નવા GST સ્લેબ અમલમાં: દર મહિને રૂ.૩,૦૦૦ની બચત થશે : GST દરોમાં આ ફેરફાર મધ્યમ વર્ગના પરિવારોને સીધો ફાયદો છે, દૈનિક જરૂરિયાતો પર ઓછો કર પરિવારોને તેમના બજેટનું વધુ સારી રીતે સંચાલન કરવામાં સક્ષમ બનાવશે : નવો GST સ્લેબ આજથી અમલમાં આવ્યો, નવરાત્રિ દરમિયાન સરકાર તરફથી મળેલી આ ભેટ મધ્યમ વર્ગના પરિવારો માટે મોંઘવારીમાંથી મોટી રાહત સાબિત થઈ રહી છે, નિષ્ણાતો કહે છે કે તમે હવે દર મહિને રૂ.૩,૦૦૦ બચાવી શકો છો, કેવી રીતે તે જાણો12:12 PM IST
પતિ સમાધાન કરવા માટે પત્ની પાસે આવ્યો વધારે ભાવ ખાતા રોડ પર ઢસડી : સંબંધને આજકાલ લોકો રમકડાંની માફક સમજી રહ્યા છે. ચારે તરફ સંબંધમાં અવિશ્વાસ દેખાઈ રહ્યો છે. લોકો આરામથી સંબંધ ખતમ કરી આગળ વધવાની કોશિશમાં લાગેલા રહે છે, પણ કહેવાય છે ને કે સંબંધને તોડવો આસાન નથી હોતો ખાસ કરીને પતિ-પત્નીનો સંબંધ10:12 AM IST
ભારતથી અમેરિકા જવાનું ઇકોનોમી ક્લાસનું ભાડું ૨.૮૦ લાખ! ટ્રમ્પના આદેશથી મચી અફરાતફરી : ટ્રમ્પના આદેશથી મચી અફરાતફરી...H-1B વિઝા ફી વધારાની ખબર આવતા જ ભારત આવેલા વિઝા ધારકોમાં અમેરિકા પાછા જવાની હોડ લાગી ગઈ : બેંગલુરુ એરપોર્ટ પર ટિકિટ કાઉન્ટરો પર લાંબી લાઇનો લાગી. અમેરિકામાં નોકરી કરતા એક સોફટવેર એન્જિનિયરે જણાવ્યું કે તેમણે સતત ૬ કલાક સુધી એરલાઇન્સ અને એજન્ટ્સને ટિકિટ માટે ફોન કર્યો. ૭૦ હજાર રૂપિયામાં મળતી ઇકોનોમી ક્લાસની ટિકિટ હવે રૂા.૨.૭ લાખમાં મળી રહી છે10:11 AM IST
ટ્રમ્પની લોકપ્રિયતામાં જબરો ઘટાડો: ૫૫% અમેરિકનો નાખુશ, અર્થતંત્ર, વિદેશ નીતિ અને ઇમિગ્રેશન જેવા મુખ્ય મુદ્દાઓ પર લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, જે આ ઘટાડાનું મુખ્ય કારણ માનવામાં આવે છે: વોશિંગ્ટન પોસ્ટનો સર્વે: ન્યુઝ ફર્સ્ટ : વોશિંગ્ટન પોસ્ટ-ઇપસોસ દ્વારા કરવામાં આવેલા તાજેતરના સર્વેક્ષણમાં ફક્ત ૪૫ ટકા અમેરિકનોએ જ ટ્રમ્પના નેતૃત્વને સમર્થન આપ્યું છે: આગામી મધ્યસત્ર ચૂંટણીઓ પર આ ઘટતી લોકપ્રિયતાની સીધી અસર જોવા મળી શકે છે9:26 AM IST
સમાચારો ફટાફટ વાંચી જાવ9:38 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ12:02 PM IST
GST દરોમાં ઘટાડાનો શ્રેય ભાષણ આપનારાઓને નહીં, રાજ્ય સરકારોને જાય છે: મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુર્ગા પૂજાના ઉદ્ઘાટન સમારોહમાં કહ્યું કે કેન્દ્ર સરકારની નીતિના કારણે પશ્ચિમ બંગાળને ભારે મહેસૂલ નુકસાન થઈ રહ્યું છે અને રાજ્યને તેના બાકી લેણાં ચૂકવવામાં આવી રહ્યા નથી11:11 PM IST
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મોરોક્કો પહોંચ્યા: સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મોરોક્કોમાં બે દિવસીય મુલાકાત દરમિયાન મોરોક્કોના સંરક્ષણ મંત્રી અબ્દેલલતીફ લોધી સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે, જેનો ઉદ્દેશ્ય સંરક્ષણ, વ્યૂહાત્મક અને ઔદ્યોગિક સહયોગને મજબૂત બનાવવાનો છે.11:04 PM IST

પ્યાર બાંટે તે ચલો.....

વિશ્વ ગેંડો દિવસ.....

હોબાળો......

ભક્તોની ભીડ......
અકિલા સોશ્યિલ મીડિયામુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નો શુભારંભ કરાવ્યો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવરાત્રિના પ્રથમ દિવસથી જ નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મના અમલની આપેલી ભેટ આ વર્ષની નવરાત્રિ અને દિવાળીને દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત ઉત્સવ બનાવશેઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ :“આહવાન માં આદ્યશક્તિ” થીમ પર 1000થી વધુ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ: પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ10:33 PM IST
નવરાત્રીના પહેલા જ નોરતે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી મુખ્યમંત્રીએ ભેટ આપી: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ : તા. 22 સપ્ટેમ્બરે PMJAY યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો પ્રારંભ: રાજ્યના 6.42 લાખ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને રૂ. 10 લાખની કેશલેસ સહાય મળશે:PMJAY યોજના શરૂ થયાના સાત વર્ષમાં રાજ્યમાં 13,946 કરોડની રકમના ક્લેઇમનો લાભ રાજ્યના નાગરિકોને મળ્યો: 94 નવી 108 એમ્બ્યુલન્સ ઉમેરાતા 108 નું સંખ્યાબળ 1549 એ પહોંચ્યું6:33 PM IST
નવરાત્રી પર્વે રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજી સમીક્ષા બેઠક : કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બીહેવીયર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે: વિકાસ સહાય: ટીમ ટ્રેડિશન ડ્રેસમાં વોચ રાખશે: સંવેદનશીલ વિસ્તારો તેમજ અવાવરુ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન રાખવા સૂચના: વધારાની ૧૬ એસઆરપી કંપનીઓ અને બે સ્ટેટ એક્શન ફોર્સની ટુકડીઓ ફાળવવામાં આવી6:27 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીથી દેશમાં લાગુ થયેલા જી.એસ.ટી. રિફોર્મ્સને વધાવતા મુખ્યમંત્રી : સૌ નાગરિકોને નવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવી - સ્વદેશી અપનાવવા ભૂપેન્દ્રભાઈ પટેલની અપીલ : હવેનો સમય દેશની આત્મનિર્ભરતા અને સ્વદેશીનો , ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરીએ, ખરીદીએ અને વેપારીઓ પણ સ્વદેશી વસ્તુઓ જ વેચવાનો આગ્રહ રાખે12:58 PM IST
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ - ૨૦૨૫ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યમાં અંદાજે ૮ હજારથી વધુ આયુર્વેદિક કેમ્પ અને સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન કરાશે : “સ્વસ્થ નારી સશક્ત પરિવાર”, “રાષ્ટ્રીય પોષણ માસ” અને “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ના ત્રિવેણી સંગમ થકી નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સરકાર પ્રયત્નશીલ : ભુપેન્દ્રભાઇ પટેલ, રૂષિકેશ પટેલના નેતૃત્વમાં આયોજન 4:12 PM IST
ગુજરાતના લેખકે વડાપ્રધાન મોદીજીના જીવન પર ડિજિટલ પુસ્તકઃ ‘કેમ છો' પ્રસિદ્ધ કર્યું : કેમ છો ? પુસ્તક પર આધારિત બે ભાગની આંતરરાષ્ટ્રીય ફિલ્મનું નિર્માણ આરીફ બી. કાલવા અને ડો. ઉત્તમ જાજુ દ્વારા કરવામાં આવી રહ્યું છે : મોદીજીના નેતૃત્વ, લ્લઢતા અને પરિવર્તનની ગાથાને દુનિયાભરમાં પહોંચાડવાની નેમ2:58 PM IST
૫.૨૭ કરોડની સ્પ્રમ વહેલ માછલીની ઉલટી સાથે ભાવનગરનો શખ્સ સુરત SOG હાથે ઝડપાયો : દરિયાના તરતા સોના તરીકે જાણીતા પદાર્થ હવે સુરત આવી રહ્યાની સીપી અનુપમસિંહ ગેહલોતની આશંકા ફરી સાચી સાબિતઃ ડીસીપી રાજદીપસિહ નકુમના માર્ગદર્શનમાં મોટી સફળતા : SOG pi અશોક ચોધરી ટીમની અથાગ જહેમત ફળીઃ પોલીસ કમિશનર દ્વ્રારા SOG પીઆઇ અને ટીમની પીઠ થાબડી 11:50 AM IST
‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક ડગલું, ઇન્ડિયન બ્યુરો ઑફ માઇન્સ દ્વારા અંબાજી કોપર પ્રોજેક્ટ પ્લાનને મંજૂરી : ગુજરાતનો પ્રથમ અન્ડરગ્રાઉન્ડ માઇનિંગ પ્રોજેક્ટ હશે અંબાજી કોપર પ્રોજેક્ટ, રોજગારીની અઢળક તકોનું સર્જન કરશે: મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ગુજરાતનું કોપર માઇનિંગ બનશે ચર્ચાનું કેન્દ્ર6:36 PM IST
ખેડૂતોની વેદના, ગત વર્ષ કરતા મગફળીના અડધા ભાવ મળ્યા : નવી મગફળીનું બજારમાં આગમન થઈ ગયું છે, ખેડૂતો મગફળી લઈને યાર્ડમાં પહોંચ્યા છે, પરંતુ પોષણક્ષમ ભાવ મળતા નથીઃ ખેડૂતોને ગત વર્ષ કરતા અડધા ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન : સરકાર જો મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂઆતમાં જ કરે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે, નહીં તો આ વર્ષે તેઓને વધુ નુકસાન સહન કરવું પડશે11:37 AM IST
ગરીબ - મધ્યમવર્ગીય પરિવારોના ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર કરવા દસ્ક્રોઈ તાલુકાના ઓડ ગામના ૪૧ પરિવારોને વિનામૂલ્યે પ્લોટની ફાળવણી કરાઈ : ઓડ ગામના ૪૧ જરૂરીયાતમંદ પરિવારોને મળ્યો ભવિષ્યનો આધાર ‘સૌને આવાસ’ના સંકલ્પને સાકાર કરતી ગુજરાત સરકાર ઝડપી અને પારદર્શક પ્રક્રિયા દ્વારા ગરીબ પરિવારોના સપનાને સાકાર કરતી સંવેદનશીલ પહેલ4:12 PM IST
જીએસટીના ઘટાડાથી સમૃધ્ધિ અને વૈભવમાં વધારો થશેઃ ભૂપેન્દ્રભાઇ પટેલ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારો કરશેઃ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીથી દેશમાં લાગુ થયેલા જી.એસ.ટી. રિફોર્મ્સને વધાવતા મુખ્યમંત્રી : સૌ નાગરિકોને નવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવી-સ્વદેશી અપનાવવા ભૂપેન્દ્રભાઈ પટેલની અપીલઃ હવેનો સમય દેશની આત્મનિર્ભરતા અને સ્વદેશીનો, ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરીએ, ખરીદીએ અને વેપારીઓ પણ સ્વદેશી વસ્તુઓ જ વેચવાનો આગ્રહ રાખે2:56 PM IST
નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ : ગુજરાતના અધિકારી-કર્મચારીઓ અને તેમના પરિવારની સ્વાસ્થ્ય સુખાકારી માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો પ્રારંભ કરાવ્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ૯૪ નવી ૧૦૮ એમ્બ્યુલન્સને ફ્લેગઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું : સરકારી અધિકારી-કર્મચારી અને તેમના પરિવારને પણ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે અને તેમની સ્વાસ્થ્ય સુખાકારીમાં પણ વધારો થશે1:09 PM IST
દાદાનું અવસાન થતાં ફેસબૂકમાં મુકેલી સ્ટોરીમાં હાસ્યની ઇમોજી મુકનારને ઠપકો દેતાં ૧૯ વર્ષના પ્રિન્સની છરીના ઘા ઝીંકી હત્યા : સોરઠીયાવાડી પાસે પટેલનગરમાં ૧૨મીએ બનેલા બનાવમાં ૧૯ વર્ષના યુવાને આજે સારવારમાં દમ તોડયોઃ ‘આજે તો મારી જ નાખવો છે' કહી મુળ બિહારના બિપીન અને બ્રિજેશ ગોૈડ તૂટી પડયા હતાં: ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી : હત્યાનો ભોગ બનનાર પ્રિન્સ સારવારમાં હતો ત્યારનો અને ફાઇલ ફોટો જોઇ શકાય છે3:25 PM IST
એટીએમમાં પટ્ટી ચોંટાડી, કાર્ડ બદલી ઠગાઇ કરતા યુપીના શખ્સને માલવીયાનગર પોલીસે દબોચ્યોઃ ૬ગુના ઉકેલાયા : રાજકોટમાં પટ્ટી ચોંટાડી રોકડ ઉસેડી લેવાના બે, વૃધ્ધનું કાર્ડ બદલી ૨ાા લાખ ઉપાડી લેવાનો એક અને દિલ્હી, મુરાદાબાદ-યુપીના ૨૫ જેટલા ગુના કબુલ્યાઃ ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી ચોૈધરીની રાહબરીમાં પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમને સફળતાઃ ચિત્રકેતુસિંહ, મનિષભાઇ, જયદિપસિંહની બાતમી2:25 PM IST
‘તમને બધાને મારીને લાશ સુટકેસમાં પેક કરી નાંખી દઇશું' સાળીએ ધમકી દીધાની વકિલ હિતેષભાઇની વળતી ફરિયાદ : માયાણી ચોકમાં સાળીની દૂકાનમાં ધમાલ મચાવી માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરતાં વકિલ સામે બે ગુના નોંધાયા હતાં : સાળી ઉપરાંત પત્નિ, સાળીના પરિચીત મયુર બોરીચા, બાજુની દૂકાનોવાળા, માયાણી ચોકના ડોન તરીકે ઓળખ આપનાર સહિત ૭ના આરોપીમાં નામઃ માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી3:23 PM IST
શ્રી આશાપુરા માતાજીના મંદીરે અનેરો ઝગમગાટ 3:00 PM IST
ક્લબ યુવીમાં ઉમા કળશ મહારાસ દ્વારા ધમાકેદાર વેલકમ નવરાત્રી : રાજકોટ મોરબી અમરેલી સહીત સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ઉમિયાધામ સિદસરના ૫૦૦૦ બહેનો જોડાયા : કલબ યુવીમાં આજથી પારીવારીક માહોલમાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભઃ ખલૈયાઓમાં થનગનાટઃ ઉમિયા પરિવાર મહિલા સંગઠન સમિતિના સૌરાષ્ટ્રભરના બહેનોએ મહારાસ થકી મા ઉમિયાની આરાધના કરી4:03 PM IST
રાજકોટના રૈયાહિલ વિસ્તારની સ્વસ્તિક હાઈલેન્ડ્સ સોસાયટીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ : ગરબાની રમઝટ સાથે સેવાકીય પ્રવૃત્તિઓનું અનોખું આયોજન : મનોદિવ્યાંગ દીકરીઓ અને થેલેસેમિયા પીડિત બાળકો માટે મદદનો સંકલ્પ : JBL સાઉન્ડ, રોયલ લાઇટિંગ, અને લેસર લાઇટ શો જેવા આકર્ષણો સાથે ખેલૈયાઓ માટે ખાસ વ્યવસ્થા1:43 PM IST
નિલકંઠનગરમાં નીલ ઓડેદરા પર પડોશીનો હુમલોઃ પિતા,માતાને પણ મારકુટઃ પત્નિના વાળ ખેંચી ઢસડયા : તારી ગાડી સાઇડમાં રાખી લેજે નહિતર ગાડી ઉખડી જશે કહી ધમકી દીધી, પછી બીજા ત્રણ મિત્રોને સાથે લાવી ધમાલ મચાવી : કોટકભાઇ નામના પડોશીએ કારમાં બેસી સતત હોર્ન વગાડતાં તેને સમજાવતાં ડખ્ખો કર્યોઃ નીલ અને પરિવારજનો ઘરમાં જતાં રહેતાં ઇંટ-પથ્થરના ઘા કરી કહ્યું-હવે કાર સરખી નહિ રાખ તો તને ઉપાડી લઇશ2:24 PM IST
‘‘અબતક સુરભી મિર્ચી રોક એન્ડ ઢોલ'' રાસોત્સવ આજે સાંજ પડતાં ની સાથે થશે સૂર્યોદય : ગ્રાન્ડ ઓપનિંગમાં લેસર શો અને ફાયર શો થકી ખેલૈયાઓના મન મોહી લેશેઃ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમવાર રમાશે ગરબા રમઝટ જીલ એન્ટરટેનમેન્ટના સથવારે મ્રિદુલ ઘોષ અને માર્ગી પટેલના સુરીલા સ્વરો સાથે મન મૂકીને ખેલૈયાઓ ડોલશે સિલ્વર પંપના ધરમશીભાઈ બેડીયાના હસ્તે દીપ પ્રાગટ્યઃ સામાજિક ન્યાય અને મહિલા, બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહેશે4:05 PM IST
સહિયર રાસોત્સવની સિલ્વર જ્યુબિલીઃ પાલખીયાત્રા સાથે માતાજીની સ્થાપના : નવલા નોરતાના પ્રારંભે જ સહિયર રાસોત્સવમાં ઝૂમવા ખૈલેયાઓ સજ્જઃ તમામ તૈયારીઓ પૂર્ણઃ ફાયર શો, લેસર શો, આતશબાજી, આર્ટિસ્ટ પર્ફોમન્સ ખૈલેયાનું મન મોહી લેશેઃ નવમા નોરતે છેલ્લા ૨૫ વર્ષના કિંગ ક્વીનનું શિલ્ડ આપી સન્માન કરાશેઃ પાલખી યાત્રામાં જોડાવવા સુરેન્દ્રસિંહ વાળાનું આહવાન3:46 PM IST
ચેમ્બરની ૭૦મી AGM યોજાઇ : ૨૦૨૪-૨૫માં ૩૦ લાખનો નફો : સંસ્થા હવે રજીસ્ટર્ડ સંસ્થા તરીકે ઓળખાશે : વાર્ષિક કામગીરી - ઓડિટ રિપોર્ટ - અંદાજપત્ર સર્વાનુમતે મંજુર : વર્ષ દરમ્યાન ૧૨૩ મિટીંગો - મુલાકાતો યોજાઇ : બંધારણ - રજીસ્ટર્ડ વગેરે પ્રશ્નો સફળતાથી પૂર્ણ કરવા બદલ પ્રમુખ વી.પી.વૈષ્ણવને અભિનંદન પાઠવાયા4:23 PM IST
બરડા ડુંગરમાંથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ1:28 PM IST
સ્વદેશી અભિયાન એ આત્મનિર્ભર ભારત બનાવવાનો મુખ્ય પાયો અને સિધ્ધાંત છે : ભુપેન્દ્રભાઇ પટેલ : અમરેલીમાં ટાવર ચોક ખાતેથી ‘સ્વદેશી અભિયાન'ને પ્રેરણાબળ પૂરું પાડતા મુખ્યમંત્રી : ૬ થી ૭ દુકાનોમાં પ્રતિકાત્મક સ્વદેશી અભિયાનના સ્ટીકર લગાવી વેપારીઓ સાથે સહજભાવે વાતચીત કરી તેમના દ્વારા વેચાતાં ઉત્પાદનો વિશે જાણકારી મેળવી : આગામી નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારોમાં ધૂમધામથી ખરીદી કરતી વખતે માત્ર સ્વદેશી વસ્તુઓને જ પ્રાધાન્ય આપીએ : વેપારીઓએ માત્ર સ્વદેશી બનાવટની જ વસ્તુઓ વેચવાનો અને ગ્રાહકોએ ખરીદવાનો આગ્રહ રાખવોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ2:01 PM IST
સ્વદેશી વસ્તુઓ ખરીદીને સહકારથી સમળદ્ધિના સંકલ્પને સાકાર કરીએ ભૂપેન્દ્રભાઈ પટેલ : અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના સહકાર થી સમળદ્ધિ પરિસંવાદમાં સહભાગી બનતાં જિલ્લાની સહકારી સંસ્થાઓના સભાસદો મોટી સંખ્યામાં જોડાયા સહકારી ક્ષેત્રમાં દીર્ધકાલીન સેવા આપનાર વડીલોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર ભારતની નેમમાં ગરીબ, ગામડું, ખેડૂત અને મહિલાનો ઉત્કર્ષ કેન્દ્ર સ્થાને, સહકારી ક્ષેત્રની પણ મહત્વની ભૂમિકાઃ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ - ઇફ્કોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી2:05 PM IST
અમરેલીના પ્રતિભાશાળી રમતવીરો સાથે પ્રેરક સંવાદ સાધતા ભૂપેન્દ્રભાઈ પટેલ : જિલ્લાથી રાષ્ટ્રીય કક્ષા સુધી વિવિધ રમતમાં ઉત્કળષ્ટ દેખાવ કરનાર સમર્થ વ્યાયામ મંદિરના પ્રતિભાશાળી રમતવીરોનું સન્માનઃ ‘અમદાવાદ ખાતે વૈશ્વિક કક્ષાની સુવિધા સાથે આકાર પામેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નવા ભારતનું ગૌરવ': મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ11:28 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
ખેલજગતમાં નારી શક્તિ: સરિતા ગાયકવાડ, માના પટેલ, અંકિતા રૈના, ઇલાવેનિલ વાલારિવન જેવી ખેલાડીઓએ ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે કર્યું રોશન : તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ખેલ મહાકુંભ બની ગેમ ચેન્જર, 26 લાખથી વધુ મહિલાઓનું રજિસ્ટ્રેશનc : સ્પોર્ટ્સમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર, શક્તિદૂત યોજના અંતર્ગત મહિલા ખેલાડીઓને વર્ષ 2024-25માં ₹147 લાખથી વધુની નાણાકીય સહાયનું વિતરણ : રાજ્યની મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર યોજના અંતર્ગત અત્યારસુધીમાં કુલ ₹11 કરોડથી વધુની સહાય આપવામાં આવી4:11 PM IST
જર્નાલિસ્ટ ગિરીશ ભરડવાનો જન્મદિવસ3:54 PM IST













































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી













































































































































































































