<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

કામરેજ ખાતે રઘુવંશી સમાજનો ૧૧મો સરસ્‍વતી સન્‍માન સમારંભ યોજાયો

(દિપક પાંધી) સાવરકુંડલાઃ સુરત ના કામરેજ  સાવરક ખાતે શ્રી જલારામ સેવા સમાજ ટ્રસ્‍ટ કઠોર ની પ્રેરણાથી અને શ્રી રઘુવંશી યુવા સમાજ કામરેજ દ્વારા ૧૧ મો સરસ્‍વતી સન્‍માન સમારંભ ધી લિટલ વેનિસ હોટલ ખાતે યોજાઇ ગયો.

આ  સમારંભમાં રઘુવંશી સમાજના બાલમંદિર થી લઈ કોલેજ  અને પ્રોફેશનલ કોર્સ સુધીના અભ્‍યાસમાં તેજસ્‍વી પરિણામ લાવનારા વિદ્યાર્થીઓનું સ્‍મળતિ ભેટ, ટ્રોફી આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું અને સાથે જ ભગવાન શ્રીકળષ્‍ણના જીવન પર આધારિત ભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમ પણ યોજાયો હતો જેનો આશય બાળકોમાં હિન્‍દુ ધર્મ હિન્‍દુ સંસ્‍કળતિ અને હિંદુ સંસ્‍કારની ઉન્નત પરંપરા નું સિંચન કરવાનો હતો ઉપરાંત આ કાર્યક્રમમાં લોહાણા સમાજની વિવિધ ક્ષેત્રમાં કાર્યરત પ્રતિભાઓનું પણ વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

 જેમાં નવસારી પી.આઈ. અંકિતભાઈ સોમૈયા,રાંદેરના આસિસ્‍ટન્‍ટ ઇન્‍સ્‍પેક્‍ટર જલ્‍પાબેન જોબનપુત્રા અને  જગદીશભાઈ ઠક્કર કઠોર પોલીસ સ્‍ટેશનનો સમાવેશ થાય છે આ પોલીસ અધિકારીઓએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં લોહાણા જ્ઞાતિ વેપાર વ્‍યવસાય મા અગ્રણી છે તે જ રીતે સરકારી નોકરીમાં પણ પોતાનું પ્રભુત્‍વ બતાવે અને સમાજની દીકરીઓને પૂરતું પ્રોત્‍સાહન અને પીઠબળ આપી તેમની ક્ષમતા ખીલવવા નો અનુરોધ કર્યો હતો સાંસ્‍કળતિક કાર્યક્રમમાં બાળકો,મહિલા મંડળે અનેક ભાવવાહી કળતિઓ રજૂ કરી હતી જેમાં દ્રૌપદી ચીર હરણ કળતિને એટલી અદભુત રીતે રજૂ કરાઈ હતી કે સહુએ પોતાના સ્‍થાન પરથી ઉભા થઈને સ્‍ટેન્‍ડિંગ ઓવેશન આપી કાર્યક્રમ ના અંતમાં શ્રીનાથજી બાવા, યમુનાજી, રાધાજી, શ્રી કળષ્‍ણનું બાળ સ્‍વરૂપ અને જલારામ બાપાની વેશભૂષા ધારણ કરનાર બાળકો સાક્ષાત સ્‍વરૂપ લાગતા હતા તેમનું સામૈયું કરીને શ્રી જલારામ બાપાની ભક્‍તિ ભાવથી આરતી કરવામાં આવી હતી.  સમગ્ર કાર્યક્રમ કામરેજ રઘુવંશી યુવા સમાજના પ્રમુખ વિવેકભાઈ વસાણી, ઉપ-પ્રમુખ દિવ્‍યેશભાઈ મજેઠીયા, ખજાનચી ઉમેશભાઈ ઠક્કર અને પરિમલ ઠક્કર તેમજ તમામ દ્વારા સંપન્ન થયો હતો ઘોઘારી લોહાણા મહાજન સુરત,ઘોઘારી મહિલા મંડળ સુરત, રઘુવંશી યુવા સમાજ સુરત, જય વીર દાદા જસરાજ સંગઠન સુરત, કચ્‍છી લોહાણા સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરતનો સમાવેશ થાય છે

 સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉમેશભાઈ ઠક્કરે કર્યું હતું.

(7:08 PM IST)