<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ચરાડવા મહાકાલી આશ્રમે ભકિતનો મહાસાગર ઘુઘવ્‍યો : મહાકાળી આશ્રમ ચરાડવા ખાતે સોડષી ભંડારો તથા ચાદરવીધી દિવ્‍યતા સાથે સંપન્ન : અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાના હસ્‍તે પણ પૂજન કરવામાં આવેલ : પરમ પૂજ્‍ય ગુરૂવર્યશ્રી બ્રહ્મલીન દયાનંદગીરીજી મહારાજના ઉતરાધીકારી તરીકે મહંતશ્રી અમરગીરીજી બાપુની ચાદર વીધી કરાઇ : દિવ્‍ય વિભૂતી આ પૃથ્‍વી પરથી વિદાય લે ત્‍યારે તેમની ખાલી પડેલી ગાદી પર તેમના ઉતરાધીકારીને બેસાડવામાં આવે છે. જે માટે વિધિવત રીતે ચાદરવીધી કરી તેમને મહંત ઘોષીત કરવામાં આવે છે : જેમ ગૃહસ્‍થના મૃત્‍યુ પછી ૧૩મા દિવસે તેરમા દિવસનો સમારોહ યોજવામાં આવે છે તેવી જ રીતે સંતના દેહત્‍યાગ પછી તેમની ષોડશીનું આયોજન ૧૬મા દિવસે કરવામાં આવે છે : દેશભરમાંથી આવેલા સંત મહાત્‍માઓ હજારો ભક્‍તોએ કરેલા માતાજી, ભોલેનાથ અને પરમ પૂજ્‍ય દયાનંદગીરીજી બાપુના જય જયકાર સાથે વાતાવરણ દિવ્‍ય બની ગયું હતું. સતત ભજનની રમઝટ બોલી. લોકો ભક્‍તિના રંગે રંગાયા3:53 PM IST

પટના હાઈકોર્ટના પૂર્વ ન્‍યાયાધીશ રાકેશ કુમારે પૂર્વ સીજેઆઇ ચંદ્રચુડ પર લગાવ્‍યો ગંભીર આરોપ : રવિશ કુમારનો વિસ્‍ફોટક અહેવાલ : તત્‍કાલિન મુખ્‍ય ન્‍યાયાધીશ ડીવાય ચંદ્રચુડ સામે આકરા પગલા ? ચંદ્રચૂડે ખૂબ જ ઉતાવળથી સુનાવણી માટે કેટલાક કેસોની યાદી બનાવી રજાના દિવસે પણ કોર્ટ ખુલી રાખી : ઉનાળાના વેકેશનના દિવસે જ્‍યારે દેશના બાકીના ભાગોમાં કોર્ટ બંધ હતી ત્‍યારે ભારતના તત્‍કાલીન મુખ્‍ય ન્‍યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એક ખાસ બેન્‍ચની રચના કરી હતી. આ કેસ તિસ્‍તા સેતલવાડની જામીન અરજીનો હતો : રાષ્‍ટ્રપતિએ પણ આ સમગ્ર મામલાની તપાસનો આદેશ આપ્‍યો છે અને વર્તમાનમાં પૂર્વ મુખ્‍ય ન્‍યાયાધીશ ડીવાય ચંદ્રચુડથી સ્‍પષ્ટ અંતર જાળવી રહ્યા છેઃ આ સમગ્ર ઘટનામાં રાહુલ ગાંધીનું નામ પણ આવી રહ્યું છે. એવું કહેવાય છે કે તેમણે આ મુદ્દો ઉઠાવ્‍યો હતો અને કદાચ તેથી જ આ ફાઇલ રાષ્‍ટ્રપતિ ભવન સુધી પહોંચી હતી. : જાણીતા પત્રકાર રવિશ કુમારે SUPER BKR 94 સમાચાર કાર્યક્રમ ૅઆજ કી ૨૫ સબસે બડી ખબરેૅ અંતર્ગત આ ન્‍યુઝ આપ્‍યા હતા.4:05 PM IST

પહેલગામ હુમલા બાદ ૩૩ દેશોમાં ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોને આજે મળશે નરેન્દ્રભાઈ: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વૈશ્વિક સમર્થન મેળવવા માટે ૩૩ દેશોમાં મોકલવામાં આવેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી રહ્યા છે. આ પ્રતિનિધિમંડળોએ સંબંધિત દેશોમાં ભારતના પક્ષને રજૂ કર્યો હતો અને આતંકવાદ સામે લડવામાં સહયોગની અપીલ કરી હતી. ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પરથી પ્રાપ્ત માહિતી મુજબ, આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન પ્રતિનિધિમંડળો દ્વારા થયેલા પ્રયાસોની સમીક્ષા કરશે અને ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરશે. આ બેઠક આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ વિરુદ્ધ ભારતના અભિયાનને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.9:56 AM IST

ભાજપ શાસિત રાજ્યોમાં જિલ્લા સ્તરે પ્રેસ કોન્ફરન્સ શરૂ: મોદી સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા આજે દેશભરના ભાજપ શાસિત રાજ્યોના તમામ જિલ્લા મુખ્યાલયો પર પ્રેસ કોન્ફરન્સ યોજાયેલ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારની છેલ્લા ૧૧ વર્ષની સિદ્ધિઓ, જનકલ્યાણકારી યોજનાઓ અને ભવિષ્યની રૂપરેખા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં સ્થાનિક સાંસદો, ધારાસભ્યો અને પક્ષના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહીને સરકારની વિકાસયાત્રા પર પ્રકાશ પાડશે. આ પ્રસંગે સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ સંવાદ યોજવામાં આવશે.9:52 AM IST

વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી વેસ્ટ ઈન્ડિઝના ૨૯ વર્ષના સ્ટાર ખેલાડી નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. નિકોલસ પૂરન વેસ્ટ ઈન્ડિઝ માટે ટી૨૦ આઈમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે નિવૃત્તિ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, 'મારા માટે આ નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતું, પરંતુ મે ખૂબ વિચાર કર્યા પછી નિર્ણય લીધો છે.' નિકોલસ પૂરણ ટી૨૦ આઈમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. અફઘાનિસ્તાન સામે બોલ ટેમ્પરિંગના આરોપમાં તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. કિરોન પોલાર્ડની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ સંભાળ્યું. તેના કેપ્ટનશીપ હેઠળ, વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને ૪–૧થી હરાવ્યું. ૨૦૨૨માં તેને કાયમ માટે વ્હાઇટ-બોલ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. પરંતુ ઓસ્ટ્રેલિયામાં આયોજિત ટી ૨૦ વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેણે કેપ્ટનશીપ છોડી દીધી. નિકોલસ પૂરન ૧૦૬ ટી ૨૦ મેચોમાં ૨૨૭૫ રન બનાવ્યા હતા. તેમનો સ્ટ્રાઈક રેટ ખૂબ જ સારો હતો, જેના કારણે તે હંમેશા વિરોધી ટીમ માટે ખતરો રહ્યો. તેણે ૬૧ વનડે પણ રમી હતી, જેમાં તેણે ત્રણ સદી ફટકારી હતી. તેણે ૨૦૧૯ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.9:50 AM IST

લોધીકાના પાળની ગાયત્રી હાઇસ્‍કૂલના ટ્રસ્‍ટી-ક્‍લાર્ક કાકો-ભત્રીજો ૨ લાખની લાંચમાં ઝડપાયા : નિવૃત શિક્ષકના એરીયર્સ, રજા બીલના રૂા. ૧૨.૫૦ લાખ પાસ કરવા માટે બંનેએ ૩ લાખ માંગી ૨ લાખમાં સેટીંગ કર્યુ હતું : ભોગ બનનાર લાંચ આપવા ઇચ્‍છતા ન હોઇ રાજકોટ એસીબીને જાણ કરતાં વાણીવાયાડીમાં ઘરે જ ટ્રેપ ગોઠવી શાળાના : મેનેજીંગ ટ્રસ્‍ટી ગુણવંતરાય ચુનીલાલ ખીરા અને ક્‍લાર્ક ભત્રીજા ધર્મેન્‍દ્ર ભાનુશંકર ખીરાને દબોચી લેવાયા : રાજકોટ શહેર એસીબી પીઆઇ આર. આર. સોલંકી અને ટીમની મદદનીશ અધિક્ષક એન. કે. ગોહિલના માર્ગદર્શનમાં કાર્યવાહી : મોરબી એસીબીની ટીમે કાકા-ભત્રીજાના ઘરની પણ જડતી કરીઃ વધુ તપાસ સુરેન્‍દ્રનગર એસીબીએ હાથ ધરી2:17 PM IST

 અકિલા ન્યુઝ : રાજકોટની ખાનગી ગોકુલ હોસ્પિટલ દ્વારા રોડ પર ગેરકાયદેસર બ્રિજ બનાવી નાખ્યો, GDCRના નીતિ નિયમો વિરુદ્ધ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, મનપા જનરલ બોર્ડ દ્વારા નીતિ નિયમો નેવે મૂકીને આ મંજૂરી આપી છે, કોંગ્રેસ તો બીજી તરફ હોસ્પિટલ પ્રશાસને કહ્યું અમારા દ્વારા બ્રિજ બનાવવા સમયે ટાઉન પ્લાનિંગ વિભાગ અને મહાનગર પાલિકાની સંપૂર્ણ મંજૂરી સાથે બનેલો છે, આ વિવાદને લઇ મેયરે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું, બ્રિજ નીતિ નિયમો અને મંજૂરી સાથે બન્યો છે, આ માટે જેતે વખતે ટીપી વિભાગ તેમજ જનરલ બોર્ડમાં સતાવાર મંજૂરી આપવામાં આવી છે, કોંગ્રેસ હાલ સાવ કામકાજ વગરની છે એટલે વિકાસ ના કામો કે પ્રજાના મુદ્દાઓને નહીં પરંતુ જૂના મુદ્દાઓ અને વાહિયાત ગણાય એવી વાતો કરી ખોટા વિવાદ ઊભા કરવા માંગે છે. : જુઓ વિડિયો2:53 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST