<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

અમદાવાદમાં રિક્ષામાં ડીઝીટલ મીટર ફરજિયાત બનાવાયું :સમય મર્યાદામાં વધારો કરવા લાગણી

જો રિક્ષામાં ડિજિટલ મીટર લગાવેલું નહીં હોય તો રીક્ષા ચાલક સામે પોલીસ કાર્યવાહી કરશે: અમદાવાદ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદ :પહેલી જાન્યુઆરી 2025થી અમદાવાદમાં ફરતી રિક્ષાઓમાં ડિજિટલ મીટર ફરજિયાતપણે લગાવવાનો આદેશ કરાયો હતો. પરતું હજુ પણ મોટા ભાગના રિક્ષા ચાલકો ડિજિટલ વાહન વગર રિક્ષા ચલાવતા જોવા મળી રહ્યા છે.બીજી તરફ અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા ડિજિટલ મીટર લગાવવા માટે સમય વધારવાની માંગ પણ કરવામાં આવી રહી છે

   થોડા સમય પહેલા અમદાવાદ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામામા રીક્ષાઓમાં ડિજિટલ મીટર ફરજિયાત લગાવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. પહેલી જાન્યુઆરીથી રીક્ષાઓમાં ડિજિટલ મીટરનો ફરજિયાત અમલ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેથી આજથી રીક્ષાઓમાં ડિજિટલ મીટર લગાવવું ફરજિયાત થઈ ગયું છે. તેમજ જો રિક્ષામાં ડિજિટલ મીટર લગાવેલું નહીં હોય તો રીક્ષા ચાલક સામે પોલીસ કાર્યવાહી કરશે તેવો પણ ઉલ્લેખ જાહેરનામામાં કરવામાં આવ્યો હતો. તેમજ રિક્ષાચાલકોએ જરૂરી ડોક્યુમેન્ટ પણ સાથે રાખવા આદેશ કરવામાં આવ્યો હતો. ડિજિટલ મીટર લગાવવા માટે જે સમય આપવામાં આવે તો તે આજે પૂર્ણ થયો છે. પરંતુ અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા હજુ પણ સમય લંબાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ નું કહ્યું છે કે બજારમાં ડિજિટલ મીટર ના હોવાથી રિક્ષા ચાલકોને હજુ પણ થોડો સમય આપવામાં આવે.

(7:26 PM IST)