News of Wednesday, 1st January 2025
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં છેતરપિંડીનો ભોગ બનેલા 15 લોકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
અરજીમાં એવી દાદ માંગવામાં આવી છે કે, વ્યક્તિગત ફરિયાદ કરવામાં આવવા દેવાય.

અમદાવાદ : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં તમામ નીતિ નિયમો નેવે મૂકીને દર્દીને શારીરિક અને આર્થિક રીતે ચીરી નાખવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં 15 અરજી દાખલ થઈ છે. ખ્યાતિ હોસ્પિટલના કૌંભાડનો ભોગ બનેલા દર્દીના પરિવારજનોએ કરેલ અરજીમાં એવી દાદ માંગવામાં આવી છે કે, વ્યક્તિગત ફરિયાદ કરવામાં આવવા દેવાય.
આ કેસમાં અત્યાર સુધી માત્ર એક જ ફરિયાદ દાખલ થઈ છે. હોસ્પિટલ દ્વારા શારીરિક અને આર્થિક રીતે ચીરી નાખવાના કૌંભાડમાં, ન્જીઓ ગ્રાફિ અને એન્જીઓ પ્લાસ્ટી કરાયેલ દર્દીઓમાં કોઈને કોઈ શારીરિક તકલીફ રહેવા પામી છે. આવા લોકોના અત્યાર સુધીમાં કોઈ જ તપાસ એજન્સી કે આરોગ્ય વિભાગ તરફથી સત્તાવાર નિવેદન લેવામાં નથી આવ્યા
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
