News of Wednesday, 1st January 2025
ગુજરાતમાં ઠંડા પવનોનું જોર ઘટ્યું: ઠારના કારણે ઠંડીની અસર: જાણો કયા શહેરમાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન
નલિયામાં 6.4 ડિગ્રી, ભુજમાં 11.4, રાજકોટમાં 11.5, ડીસામાં 12.1, કેશોદમાં 12.9, પોરબંદરમાં 13, અમરેલીમાં 13.7, કંડલા પોર્ટમાં 14, સુરેન્દ્રનગરમાં 14.4, ગાંધીનગરમાં 14.5, મહુવામાં 14.6, દ્વારકામાં 14.8 ડિગ્રી

અમદાવાદ : ગુજરાતમાં ઠંડા પવનોનું જોર ઘટ્યું છે. જોકે રાત્રે અને સવારના સમયે ઠારના કારણે ઠંડી વર્તાઈ રહી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન આ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ગઇકાલની સરખામણીએ ઘટ્યું છે. જોકે લઘુત્તમ પારો ઉંચકાયો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું છે. 6.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 32.2 ડિગ્રી, મહુવામાં 31.8, સુરતમાં 31.6, સુરેન્દ્રનગરમાં 31.3, અમરેલીમાં 31, પોરબંદરમાં 30.6, વડોદરામાં 30.4, ડીસામાં 30.2, કેશોદમાં 29.8, નલિયામાં 29.4, વલ્લભ વિદ્યાનગરમાં 29.3, કંડલા પોર્ટમાં 28.6, દ્વારકામાં 28.6, અમદાવાદમાં 28.5, ગાંધીનગરમાં 28.4, ભુજમાં 25.6, ઓખામાં 25 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 6.4 ડિગ્રી, ભુજમાં 11.4, રાજકોટમાં 11.5, ડીસામાં 12.1, કેશોદમાં 12.9, પોરબંદરમાં 13, અમરેલીમાં 13.7, કંડલા પોર્ટમાં 14, સુરેન્દ્રનગરમાં 14.4, ગાંધીનગરમાં 14.5, મહુવામાં 14.6, દ્વારકામાં 14.8, અમદાવાદમાં 15.4, વલ્લભ વિદ્યાનગરમાં 15.4, ભાવનગરમાં 15.6, વડોદરામાં 16, સુરતમાં 17.8, વેરાવળમાં 18.1, ઓખામાં 18.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
