<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી માટેના કોલ લેટર જાહેર કરાયા

કુલ ૧૨,૪૭૨ ખાલી જગ્યાઓ પર યોજાશે ભરતીઃઅરજદારો હવે ઓફિશિયલ વેબસાઇટ પરથી પોતાનું કૉલ લેટર ડાઉનલોડ કરી શકે છે

ગાંધીનગર,તા.૧

ગુજરાત પોલીસ વિભાગે PSI અને કોન્સ્ટેબલ (લોકરક્ષક) સહિત વિવિધ પદોની ભરતી માટેના કૉલ લેટર જાહેર કર્યા છે. કુલ ૧૨,૪૭૨ ખાલી જગ્યા માટે આ ભરતી યોજાઈ રહી છે. અરજદારો હવે ઓફિશિયલ વેબસાઇટ પરથી પોતાનું કૉલ લેટર ડાઉનલોડ કરી શકે છે. કૉલ લેટર ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે વિના પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં.

ઉમેદવારોએ કૉલ લેટરમાં આપેલી તમામ વિગતો ધ્યાનપૂર્વક ચકાસવી જોઈએ. જો કોઈ ભૂલ હોય તો તે તાત્કાલિક ગુજરાત પોલીસ વિભાગને જાણવી જોઈએ.

ગુજરાત પોલીસ દ્વારા યોજાતી આ ભરતીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ઉમેદવારોને ફિઝિકલ ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૃરી છે. તે ઉપરાંત, શારીરિક કસોટી પૂરી થયા પછી લખિત પરીક્ષાની તૈયારી શરૃ કરી દેવી જોઈએ

(9:46 PM IST)