તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 1st January 2025
બોરીદ્રા શાળાના મુખ્યશિક્ષકને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા
મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળાના પ્રોજેક્ટ હેઠળ બોરીદ્રા શાળા પ્લાસ્ટીક મુક્ત શાળા બનાવી હતી.

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામ બોરિદ્રાની પ્રાથમિક શાળાને મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવનાર શિક્ષક અનિલ ગુરુજીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રોજેક્ટ માં બાળકોને પ્રાર્થનામાં પયૉવરણનું મહત્વ સમજાવી પ્લાસ્ટિક મુકત શાળા બનાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પોતાના ઘરે પાણીની બોટલ 10 કે 20 રૂપિયાની આવે છે તે નકામી બોટલમાં શાકભાજી લાવી તેવું નકામુ પ્લાસ્ટીક, પડીકા, અન્ય પ્લાસ્ટીક ભરી શાળામાં લાવવા બાળકો ને સજાવવામાં આવ્યા, જે બાળક વધુ બોટલ લાવે તેવા ત્રણ બાળકને પેન અથવા અન્ય ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા જેને કારણે બાળક મોબાઈલમાંથી નીકળી પ્રોજેક્ટ કરતો થયો છે સાથેજ વાલીઓ પણ જોડાયા છે અને પ્લાસ્ટીક પેન ઓછું થઈ રહ્યું છે વાલીઓ શાકભાજી કાપડની થેલીમાં લાવવાનું સમજી રહ્યા છે.
જોકે આ શાળા માં 300 ઉપર પ્લાસ્ટિક ની બોટલ ભેગી કરી બોટલ ને રી સાયકલ માં આપી કુંડા બનાવવા અથવા બગીચામાં શણગાર માં ઉપયોગ માં લેશે. બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજી દ્વારા આ પ્રોજેક્ટ શાળામાં હાથ ધરવામાં આવ્યો છે. શાળાના 117 બાળકો 6 શિક્ષકોના સહકાર થી 1016 પ્લાસ્ટીક ની બોટલ ભેગી કરી છે. મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા પ્રોજેક્ટ અંતર્ગત ગામમાં લોક જાગૃતિ રેલી કાઢી હતી 916 જેટલા ગ્રામજનો સુધી પ્લાસ્ટીક મુક્ત શાળા પ્રોજેક્ટ નો સંદેશ ફેલાવ્યો હતો. જે બાબતે આ શાળાને
વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ નો એવોર્ડ આપવામાં આવ્યો છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
