<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

રાજપીપળામાં નવા વર્ષની વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ

મુખ્ય માર્ગો ઉપર ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં નવા વર્ષની સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું જેના કારણે શહેરના મુખ્ય માર્ગો અને હાઇવે માર્ગો ઉપર વાહન ચાલકોને વાહન હંકારવામાં તકલીફ ઊભી થઈ હતી

    આજથી ૨૦૨૫ ના નવા વર્ષની શરૂઆત થઈ છે અને હાલ શિયાળની ઠંડી વચ્ચે રાજપીપળા શહેર માં સવારે ગાઢ ધુમ્મસ ફરી વળતાં રોડ ઉપર સામેથી શું આવી રહ્યું છે એ જાણવું પણ મુશ્કેલ બન્યું હતું અને નાના મોટા વાહનના ચાલકોએ ધુમ્મસના કારણે દિવસે પણ વાહનોની લાઈટો ચાલુ રાખવાની નોબત આવી હતી.
    મુખ્ય માર્ગો ઉપર ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલી પડી હતી સદનસીબે કોઈ અકસ્માતની ઘટના ધુમ્મસના કારણે બની નથી. પરંતુ મુખ્ય અને હાઇવે માર્ગો પર જતા આવતા વાહનોના ચાલકોએ ગતિ ધીમી રાખવી પડી હતી.

(11:25 PM IST)