તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 1st January 2025
ગુજરાત પોલીસ સામાન્ય લોકોની ફરિયાદ લીધી નથી !!
અધિક ગૃહ સચિવ એમ.કે.દાસે રાજ્યના તમામ પોલીસ કમિશનરોને અને એસપીને પત્ર લખીને ટકોર કરી હતી કે “સામાન્ય માણસની ફરિયાદ નોંધો,

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. રાજ્યમાં હત્યા, દુષ્કર્મો, લુંટ, છેડતી, ઘરફોડ ચોરી સહિતના ગુનાઓ વધી રહ્યા છે. રાજ્યની મનસ્વી પોલીસ પોતાના પોલીસ સ્ટેશનમાં ગુનાખોરીનો આંક વધે નહીં એની દરકારમાં પીડિત લોકોની ફરિયાદ પણ નોંધતી નથી. !!
તાજેતરમાં સ્વાગત (સ્ટેટ વાઈડ એટેન્શન ઓન ગ્રિવ્સ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી) કાર્યક્રમમાં લોકોએ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતી હોવાની રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆત પછી અધિક ગૃહ સચિવ એમ.કે.દાસે રાજ્યના તમામ પોલીસ કમિશનરોને અને એસપીને પત્ર લખીને ટકોર કરી હતી કે “સામાન્ય માણસની ફરિયાદ નોંધો, તપાસ કરો અને ફરિયાદનો નિકાલ કરો. જો સામાન્ય લોકોની ફરિયાદ નહીં નોંધો તો કડક કાર્યવાહી કરાશે.”
અધિક મુખ્ય સચિવે પત્રમાં ભારપૂર્વક લખ્યું છે કે “એફઆઈઆર નહી નોંધવા પર અસરકારક દેખરેખનો અભાવ ધરાવતા સિનિયર પોલીસ અધિકારીઓના બીન-ગંભીર વલણ અંગે ઉચ્ચકક્ષાએ ગંભીર નોંધ લેવામાં આવી છે. હવે પોલીસ તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોની ફરિયાદો પર કેટલું ધ્યાન આપવામાં આવે છે, તે તો હવે નજીકના ભવિષ્યમાં જ જાણી શકાશે
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
