તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Thursday, 2nd January 2025
રાજપીપળા નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે હરસિધ્ધિ મંદિર સામેના દબાણ દૂર કર્યા
હરસિધ્ધિ મંદિર સામેના દબાણ હટાવ્યા બાદ પાલિકાએ પ્રેસ કોન્ફરન્સ યોજી:મુસ્કાન ડાંગર, પ્રોફેશનલ ચીફ ઓફિસર, કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેર અને ટાઉન પીઆઈ ગઢવી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેરના હરસિધ્ધિ મંદિર સામે ઉભેલી લારી હટાવવા બાબતે કલેક્ટર માં રજૂઆત થયા બાદ કલેક્ટરના આદેશથી થોડાક દિવસ પહેલા પાલિકા ટીમે ત્યાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ ત્યાં વર્ષોથી ધંધો કરતા લોકોનું ગુજરાન આ લારી ગલ્લા પર જ ચાલે છે માટે ફરી ત્યાં લારી ઊભી રહેતા આજરોજ પાલિકા ટીમે વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે ત્યાંથી દબાણ દૂર કર્યા ત્યારબાદ ત્યાં ધંધો કરતા વેપારીઓએ કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલને રજૂઆત કરી, ત્યારબાદ આ બાબતે પ્રોફેશનલ ચીફ ઓફિસર મુસ્કાન ડાંગર સાથે ચર્ચા બાદ એક પત્રકાર પરિષદ નું પાલિકા ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રોફેશનલ ચીફ ઓફિસર મુસ્કાન ડાંગર, કારોબારી અધ્યક્ષ કુલદીપ સિંહ ગોહિલ, ઉપપ્રમુખ ગીરીરાજસિંહ ખેર, ટાઉન પીઆઇ વી કે ગઢવી સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા
પત્રકાર પરિષદમાં મુસ્કાન ડાંગર મેડમે અને કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું કે ત્યાં ધંધો કરતા લારી વાળા વેપારીઓ નો અમારે રોજગાર છીનવવો નથી, તેઓ જ્યાં ઊભા હતા ત્યાં નજીક માં ક્યાંક ધંધો કરે તેવી જગ્યા ગોઠવવા અમે જણાવ્યું છે, અને જ્યાંથી દબાણ હટાવ્યા છે એ જગ્યા પર ફૂડ કોર્ટ ઊભી થયા બાદ આ લારી, ગલ્લા વાળા ને જોઈએ તો અમે વ્યવસ્થિત ભાવે ત્યાં જગ્યા પણઆપવા જણાવ્યું છે.
પાલિકા સત્તાધીશોની આવી પોઝિટિવ વાત સાંભળી વેપારીઓ ખુશ થયા હતા અને તેમની આ વાત સ્વીકારી હતી.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
