News of Friday, 3rd January 2025
નકલી અધિકારીઓની ગુજરાતમાં ભરમાર વચ્ચે હવે રશિયન ચાઇનીસ જેવા વિદેશીઓએ પણ ઝંપલાવ્યું
મુંબઇની સ્ટાર હોટેલમાં સોદાઃ ચાઇનીસ બોસનાં આદેશ મુજબ ક્રિપ્ટો કરન્સીમાં નાણાં કન્વર્ટ થતાં હોવાની સાયબર ક્રાઇમ ટીમની તપાસમાં રહસ્ય ખૂલ્યું રાજ્ય સરકારના લોક જાગળતિ માટે મસમોટી જાહેરાત આપવા સહિતના ભરપૂર પ્રયાસો છતા લોકો પાર્સલમાં ડ્રગ્સ, ડિજિટલ એરેસ્ટ ડ્રામાથી ખૂબ ડરી રહ્યાના સંકેતો મળી રહ્યા છે બીએસએફ બેક ગ્રાઉન્ડ ધરાવતા અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકની શંકા સાચી ઠરીઃ ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ, ડીસીપી લવલીનાં સિંહા, એસીપી હાર્દિક માંકડિયાનાં માર્ગદર્શનમાં પીઆઇ મનીષ નકુમ ટીમની તપાસમાં ધડાકા જેવી વિગત ખુલ્લી

રાજકોટ, તા.૩: નકલી પોલીસ, નકલી ઇડી અધિકારી, નકલી કસ્ટમસ અધિકારી બની લોકોને તેમના નામે આવેલ પાર્સલમાં ડ્રગ સહિતના પ્રતિબંધિત પદાર્થ હોવાનું જણાવી આખો જે તે વિભાગનો ડ્રામા ઊભો કરી ડિજિટલ અરેસ્ટ કરવાના તુતમાં સરકાર દ્વારા ચેતવણી અંગે ખૂબ મોટી જાહેરાત છતાં લોકો ડરના માર્યા છેતરાઈ રહ્યા હોવાથી કેટલાક વિદેશીઓ પણ આ ગોરખ ધંધમાં સામેલ થયાનું પીઆઇ મનીષ નકુમ ટીમની તપાસમાં બહાર આવ્યું છે.
અત્રે એ યાદ રહે કે બીએસએફ બેક ગ્રાઉન્ડ ધરાવતા અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકને પણ આવી ઇનપુટ મળી હતી પણ તે દિશામાં કોઈ મહત્વના પુરાવા મળતા ન્હાતા. આ બાબતે સીપી દ્વારા ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ, ડીસીપી લવલીના સિંહા, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અજિત રાજિયાણ વિગેરેને પોતાની ટીમને એક્ટિવ કરેલ.
માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પો, સ્ટે ગુ.ર.નં- ૧૧૧૯૧૦૬૭૨૪૦૧૩૧/૨૦૨૪ ધ બી.એન.એસ. કલમ- ૬૧(૨), ૨૦૪, ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨) તથા ધી આઇટી એકટ કલમ - ૬૬(સી), ૬૬(ડી) મુજબ ના ગુના કામે ફરિયાદીને એરેસ્ટ વોરંટ અને અરેસ્ટ સિઝર વોરંટ અને કોંફીડેશિયલ એગ્રિમેન્ટ ના લેટર મોકલી ફરિયાદીનુ રૂ. ૧૭,૦૦,૦૦૦/- ઓનલાઇન ટ્રાન્જેકશન કરાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરીને ગુનો કરેલ.
અમદાવાદ શહેર સાયબર ક્રાઇમની ટીમ મુંબઇ તથા પુણે જઇ આરોપીની તપાસ કરી જે દરમ્યાન આરોપીને પુણેથી લાવી અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ.
આ ગુનાના કામે અગાઉ પકડાયેલ આરોપી નદિમખાન પઠાણ જે અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની કિટ સાથે મુંબઇ ખાતે આવેલ ઇમ્પરિયલ હોટલમાં જઇ રશિયન આરોપી ANATOLIY MIRONOV S/O ALEXANDROVICH MIRONOV નાઓને મળીને બેંક એકાઉન્ટની તમામ માહિતી આપી તથા આ ગુનાના કામે પકડાયેલ આરોપી નદિમ ખાન બેંક એકાઉન્ટ હોલ્ડર તથા એજન્ટને મુંબઇ અને ગોવાની હોટલમાં બોલાવી આ એકાઉન્ટમાં ડિપોઝિટ થયેલા પૈસા તેના ચાઈનીઝ બોસના કહેવા પ્રમાણે અન્ય એકાઉન્ટમાં અથવા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવતા હતા.
કામગીરી કરનાર અધિકારીઃ પો.ઇન્સ. એમ.બી. નકુમ, પો.સ.ઇ. ડી.બી. ઝાલા, મ.સ.ઇ. ચેતન હરજીભાઇ રબારી, એચ.સી. વાસુદેવ પુંડલીકરાવ, પી.સી. અમિત લગધીરભાઇ, પી.સી. ગંભીરસિંહ રાયસિંહ, એલ.આર.ડી. જયેશભાઇ દિનેશભાઇ, એલઆરડી તેજપાલસિંહ અનિરૂધ્ધસિંહ, એલઆરડી ધમેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
