News of Friday, 3rd January 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5380 રૂપિયા બોલાયો : જાણો અન્ય 23 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 23 માર્કેટિંગ યાર્ડમાં કુલ 785.87 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :ગુજરાતની 23 માર્કેટિંગ યાર્ડમાં કુલ 785.87 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5380 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4000 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4681 રૂ., વાવમાં 4651 રૂ., રાજકોટમા 4551 રૂ., જસદણમાં 4550 રૂ., અમરેલીમાં 4540 રૂ., હળવદમાં 4536 રૂ., બોટાદમાં 4500 રુ., ધાનેરામાં 4428 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 785.87 ટન આવક થઇ છે.


(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
