News of Friday, 3rd January 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારામાં 1380 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 33 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 2,836.51 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 2,836.51 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારા માર્કેટ યાર્ડમા 1380 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1240 રૂ. અને નીચો ભાવ 907 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વડાલીમાં 1356 રૂ., પાંથવાડમાં 1326 રૂ., તલોદમાં 1285 રૂ., ગોંડલમાં 1261 રુ., ધાનેરામાં 1221 રૂ., ભાવનગરમાં 1215 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,836.51 ટન મગફળીની આવક થઇ છે.


(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
