News of Friday, 3rd January 2025
રાજપીપળાની શ્રી સ્વામિનારાયણ વિધાલય ખાતે ટ્રાફિક જન જાગ્રુતિ કાર્યક્રમ રખાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અનુસંધાને ટ્રાફિક જન જાગ્રુતિના પ્રોગ્રામો જુદી-જુદી જગ્યાએ તેમજ શાળા/કોલેજોમાં કરવાની સુચના કરતા નર્મદા જીલ્લામાં તા.૦૩/૦૧/ ૨૦૨૫ ના રોજ શ્રી સ્વામિનારાયણ વિધાલય રાજપીપલા ખાતે ધોરણ. ૧૦, ૧૧, ૧૨ ના વિધાર્થીઓ માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અનુંધાને ટ્રાફિક સેમીનાર રાખવામાં આવેલ, જેમા શાળાના પ્રિન્સીપાલ પ્રિયાંકભાઇ એ.કોઠીયા તથા વાઇઝ પ્રિન્સીપાલ રાકેશભાઇ બી.તડવી તથા જીલ્લા ટ્રાફિક શાખા, નર્મદાના PSI એસ.એસ.મિશ્રા તેમજ પોલીસ સ્ટાફના જવાનો હાજર રહેલા .
જેમાં જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા શાળાના વિધાર્થીઓને ટ્રાફિક નિયમોની સમજ આપવામાં આવી, અને મોટર સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ નહી કરવો, તેમજ કાર કે અન્ય કોઇ ફોર વ્હીલર વાહન ચલાવતી વખતે શીટ બેલ્ટ અવશ્ય બાંધવો અને રોંગ સાઇડમાં વાહન ચલાવવું નહી તેમજ ઓવર સ્પીડમાં ડ્રાઇવીંગ નહી કરવા તેમજ ડ્રાઇવીંગ લાયસન્સની જરૂરીયાત અને ડ્રાઇવીંગ લાયસન્સ કેવી રીતે મેળવી શકાય ? તે બાબતેનું જરૂરી માર્ગદર્શન કરી સુચનાઓ આપવામાં આવી.
શાળાના વિધાર્થીઓને ટ્રાફિક નિયમોના પાલન કરવા માટે તથા હંમેશા બીજા લોકોને પણ જાગૃત કરવા તેમજ ગુડ સમરીટન એવોર્ડ માટેની સમજ કરી ટ્રાફિક નિયમોને લગત પેમ્પેલ્ટની વહેચણી કરવામાં આવી,આમ નર્મદા જીલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારૂ સ્વરૂપે પાલન કરાવવા તેમજ બહુમુલ્ય માનવ જીવન બચાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
