News of Friday, 3rd January 2025
રાજપીપળા ગાર્ડનમાં આવેલી MP દાબેલીની લારી પરથી સરકારી કર્મચારીએ લીધેલી દાબેલીમાં જીવાત નીકળતા પાલિકાએ લારી જપ્ત કરી કડક કાર્યવાહી કરી
સરકારી કર્મચારીને અપાયેલા ખોરાકમાં જીવાત નીકળતા તેમણે પાલિકાના કારોબારી અધ્યક્ષ અને ઉપપ્રમુખને રજૂઆત કરી:લગભગ 6 મહિના પર આ જ દાબેલીની લારી પર ગ્રાહકની દાબેલીમાં જીવાત નીકળી હતી ત્યારબાદ આ બીજી ઘટના

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેર માં ઘણી ખાણી પીણી લારીઓ ચાલે છે અને નગરપાલિકા દ્વારા વાર તહેવારો પૂર્વે ચેકીંગ પણ હાથ ધરવામાં આવે છે છતાં કેટલાક વેપારીઓ સ્વચ્છતા અને શુદ્ધતાની કાળજી નહી લેતા પાલિકા ક્યારેક કડક કાર્યવાહી કરે છે, ગત રાત્રે રાજપીપળા ગાર્ડનમાં આવેલી એમપી દાબેલી નામની લારી પર ગયેલા એક સરકારી કર્મચારીને કડવો અનુભવ થયો
જેમાં ગાર્ડનમાં આવેલી એમપી દાબેલી વેચતા વેપારી પાસે ગત રાત્રે એક સરકારી કર્મચારી દાબેલી ખાવા ગયા અને દાબેલી ખરીદ્યા બાદ ખાવા જતા હતા ત્યારે પાઉમાં વચ્ચેના ભાગે મંકોડા જેવુ જીવડું મૃત હાલતમાં અંદર જોતા જ સરકારી કર્મચારી એ આ બાબતે લારી સંચાલકને જાણ કરી પરંતુ હંમેશ ને જેમ બીજી બનાવી આપું જેવો જવાબ મળતા ગ્રાહકે બીજી દાબેલી નહી લઈ, આ માટે પાલિકાના કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેરને જાણ કરી, જોકે છે મહિના ઉપર પણ આ જ લારી પર એક ગ્રાહક ની દાબેલી માં જીવાત નીકળવાની ઘટના બની હતી માટે પાલિકા ટીમે વારંવાર લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય આ લારી જપ્ત કરી આગળ કાર્યવાહી કરી છે.
આ મુદ્દે પાલિકા ના કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેર એ જણાવ્યું કે અમે ગ્રાહક ની ફરિયાદ બાદ લારી જપ્ત કરી પાલિકા કચેરી પર લાવ્યા છીએ અને લારી સંચાલક આવશે ત્યારબાદ દંડનીય કાર્યવાહી કરી કડક સૂચના આપીશું
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
