<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

સાગબારા તાલુકાના ધવલિવેર ગામે સગા ભાઈની હત્યા કરનાર હત્યારાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ખેતરમાથી ટામેટા તોડવાની નજીવી બાબતે સગા ભાઈએ પેટમા ચપ્પુ મારી ભાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો :સાગબારા પોલીસ મથકમા હત્યાનો ગુનો આરોપી સામે દાખલ થયો હતો જેમાં રાજપીપળા શેસન્શ કોર્ટે આરોપી ભાઈને સજા ફટકારી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના ધવલિવર ગામે ખેતરમાથી ટામેટા તોડવાની નજીવી બાબતે સગા ભાઈ એ પોતાના ભાઈ ની ચપ્પુ મારી હત્યા કરી હતી આ કેસ નર્મદા જીલ્લાના પ્રિન્સી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતાં હત્યા ના આરોપી માસીરામ કાયલાભાઈ વસાવા (રહે.વડ ફળીયું, ધવલીવેર તા.સાગબારા જી.નર્મદા) નાઓને ઈ.પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં સરકારી વકીલ  જીતેન્દ્રસિંહ જે. ગોહિલની ધારદાર દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર પ્રિન્સી. સેસન્સ જજ નર્મદા રાજપીપળાના ઓએ આરોપીને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.૫૦૦૦ નો દંડની સજાનો હુકમ કર્યો છે.

    આ કેસમાં મરનાર કાશીરામભાઈ કાયલાભાઈ વસાવાનાઓ અને સજા પામનાર માસિરામ કાયલાભાઈ વસાવા બંન્ને સગા ભાઈઓ થતાં હોઈ આરોપી અને મરનાર બન્ને ભાઈઓ ના ધર પણ ધવલીવેર ગામે એક જ ફળીયામાં સામસામે આવેલ હોઈ મરનાર કાશીરામભાઈ  વસાવા નાઓ તા.૬/૧/૨૩ના રોજ પોતાના ઘરે પોતાની પત્નિ વજરાબેન કાશીરામભાઈ કાયલાભાઈ વસાવાનાઓ સાથે હાજર હતા તે વખતે હત્યારો ભાઈ મરનારના ઘરના આંગણામાં આવી ભાઈ સાથે ખેતરમાંથી ટામેટા કેમ તોડી લાવેલ છે તેમ કહી ઝઘડો કરી પોતાના હાથમાંના ચપ્પુ વડે પોતાના સગા ભાઈના પેટમાં નાભીથી નીચે જમણી બાજુએ ચપ્પુનો એક ઘા મારી તેને ગંભીર ઈજા કરી હતી ત્યારબાદ ઇજાગ્રસ્ત ભાઈ ને સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું તા. ૧૪/૧/૨૩ના રોજ તેનું મોત થયેલ હતુ. આ મામલે સાગબારા પોલીસ મથકે હત્યા કરનાર ભાઈ સામે હત્યા નો ગુનો દાખલ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    આ કેસ મે.નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલ નાઓએ  સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે આ પુરાવાઓને ધ્યાનમાં રાખી હત્યારા ભાઈ ને ઈ.પી.કો. કલમ ૩૦૨ મુજબના ગુનામાં.ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.૫૦૦૦ નો દંડની સજાનો હુકમ કર્યો હતો.

(10:07 PM IST)