<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

રાજપીપળા વિવિધ વેપારી મંડળના સ્નેહ મિલન કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું

ભાજપ દ્વારા નવનિયુક્ત શહેર પ્રમુખ અજીતભાઈ પરીખ તથા ખેડૂત સંગઠન ના જિલ્લા પ્રમુખ દિનેશભાઈ પટેલનું સન્માન કરાયું

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા વિવિધ વેપારી મંડળનો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ દશાલાડની વાડીમાં યોજાયો, રાજપીપળા શહેરમાં વેપારી વર્ગનું આ વર્ષો જૂનું મંડળ છે.વેપારી ભાઈઓ ના એકબીજા સાથે પરિચય થાય તે હેતુથી વર્ષોથી આ સ્નેહ મિલન કાર્યક્રમ ઉજવવામાં આવે છે.

વેપારી મંડળના આ કાર્યક્રમમાં ભાજપ દ્વારા નવનિયુક્ત શહેર પ્રમુખ અજીતભાઈ પરીખ નું સન્માન કરવામાં આવ્યું, અજીતભાઈ આ મંડળના કાર્યકારી પ્રમુખ છે. સાથે સાથે કારોબારી સભ્ય દિનેશભાઈ પટેલ ને ખેડૂતોના સંગઠનની જવાબદારી સોંપી તેમને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા હોય તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મંડળનું સંચાલન કરતા કાર્યકારી પ્રમુખ અજીતભાઈ પરીખ, મંત્રી તુષારભાઈ શાહ તેમજ કારોબારી અધ્યક્ષ હિમાંશુભાઈ દેસાઈ તેમજ કારોબારી સભ્યો તથા સલાહકાર સમિતિના સભ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું,  આભાર વિધિ મંડળના સહમંત્રી ધવલભાઈ પટેલે કરી હતી. સહકાર ભારતી ગુજરાત રાજ્ય સહકારી સંસ્થા રાષ્ટ્રવ્યાપી સંગઠન નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે દિનેશભાઈ પટેલની નીમણુક કરવામાં આવી તે બંદલ સૌ એ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.


 

(10:16 PM IST)