<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ગુજરાતમાં ફરી કડકડતી ઠંડી ભુક્કા બોલાવશે :IMDનું વરસાદનું એલર્ટ; જાણો ક્યાં વરસશે કમોસમી વરસાદ

આગામી 4 થી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડી ફરીથી વધી શકે છે. આ સાથે જ ગુજરાતમાં 12 થી 18 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદ થઈ શકે

અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જો કે, આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઠંડીમાં આંશિક વધારો થયો છે. ગુજરાતના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જેના કારણે રાજ્યમાં ફરી એકવાર કડકડતી ઠંડી અનુભવાઈ શકે છે. આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, ગુજરાતમાં ફરી ઠંડી વધી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આ સાથે જ ઉત્તર-પૂર્વથી પૂર્વી પવનો પણ ફુંકાઈ રહ્યા છે. જ્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4 થી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડી ફરીથી વધી શકે છે. આ સાથે જ ગુજરાતમાં 12 થી 18 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગે કહ્યું કે, આગામી અઠવાડિયે દેશના અનેક રાજ્યોમાં તાપમાન ઘટી શકે છે. જાન્યુઆરી મહિનામાં વરસાદ થવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ વરસી શકે છે. ફેબ્રુઆરી અને માર્ચમાં આ વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે.

 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં અમદાવાદમાં 13.5, ડીસામાં 12.1, વડોદરામાં 14.2, સુરતમાં 16.2 , ભુજમાં 10.8, નાલિયામાં 6.4, કંડલા 13.0, ભાવનગરમાં 13.6, દ્વારકામાં 14.6, રાજકોટમાં 8.2 અને વેરાવળમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

(4:50 PM IST)