<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

વડોદરા: ભઠ્ઠાના શેઠે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું : એક શખ્સે છેડતી કરી સંબંધ બાંધવા માગણી કરી

ઓફિસમાં બોલાવી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યો: ભાદરવા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી

વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામમાં ભઠ્ઠાના શેઠે પરિણીતાને ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું તેમજ અન્ય એક શખ્સે મહિલાની છેડતી કરી હતી અને શારીરિક સંબંધ બાંધવા માગ કરી હતી. બનાવના પગલે મહિલાએ હિંમત દાખવીને બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધરે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, એક શખ્સ છેલ્લા બે મહિનાથી પરિણીતાની છેડતી કરી રહ્યો હતો. જે દરમિયાન મહિલાનો પીછો કરીને શારીરિક સંબંધ બાંધવાની માગ કરી હતી. જ્યારે બીજો એક શખ્સ કે જે ઇંટોનો ભઠ્ઠો ચલાવે છે તેણે પરિણીતાને ઓફિસમાં બોલાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. તેમજ જો આ વાત કોઇને કહીશ તો તને અને તારા પતિને મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે મહિલાએ ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ભાદરવા પોલીસ મથકે ભોગ બનનાર મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ,વડોદરા શહેરના નવાયાર્ડ ચિસ્તીયા નગર ખાતે રહેતો કાળુ શરમતુલ્લા પઠાણ છેલ્લા બે મહિનાથી શારીરિક છેડછાડ કરી તથા કુદરતી હાજતે જતી વખતે પીછો કરી શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતો હતો. જ્યારે બીજો ઈસમ રહે,સાવલી પ્યારે સાહેબના કબીર બ્રિક્સ ઉપર એનુલહસન શરમતુલ્લા પઠાણે ગત તારીખ 25 ડિસેમ્બરના રોજ રાત્રિના 11:00 વાગે કામનું બહાનું કાઢીને કબીર બ્રિક્સમાં આવ્યો હતો અને તેઓની ઓફિસમાં બોલાવી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યો હતો.

તેમજ આ વાત કોઈને નહીં કહેવા માટે જે તે વખતે ભોગ બનનાર મહિલાને તથા તેના પતિને માર મારવાની ધમકી આપી હતી. વધુમાં જણાવ્યું છે કે, આ ફરિયાદ મોડી આપવાનું કારણ એ છે કે, બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધનાર આ ભઠ્ઠાના શેઠ હોય તેઓની બીકના કારણે આ ફરિયાદ જે તે વખતે આપી ન હતી. પરંતુ સમગ્ર બાબતથી પોતાના પતિને વાકેફ કરતા ભાદરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભોગ બનનાર મહિલાની ફરિયાદને આધારે ભાદરવા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથધરી છે.

(4:52 PM IST)