News of Monday, 6th January 2025
દાન એટલે આગામી જન્મ માટે અત્યારે કરેલ આર.ટી.જી.એસ. વ્યવસ્થાઃ રાજયપાલ
કલોલ પાસે આંજણાધામનો શિલાન્યાસઃ ભુપેન્દ્રભાઇ પટેલની હાજરી આંજણાધામનો શિલાન્યાસ ચૌધરી સમાજ માટે ઐતિહાસિક અવસરઃ શંકર ચૌધરી

રાજકોટ, તા., ૬: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગઇકાલે આંજણાધામનો શિલાન્યાસ કર્યો હતો. અમદાવાદ-મહેસાણા હાઇવે પર, કલોલ નજીક, જમિયતપુરા ગામ પાસે ઈં ૩૦૦ કરોડના ખર્ચે આકાર લેનારા ભવ્ય આંજણાધામના શિલાન્યાસ અવસરે મહાનુભાવોએ દાનવીર-દાતાઓનું સન્માન પણ કર્યું હતું.આ પ્રસંગે શિકારપૂરા આશ્રમ રાજસ્થાનના સંરક્ષક શ્રી શ્રી ૧૦૦૮ મહંત શ્રી દયારામજી મહારાજે આશીર્વચન આપ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને મહાનુભાવોના હસ્તે સોનાની શીલા-ઈંટનું શાષાોક્ત વિધિથી પૂજન- મંત્રોચ્ચાર કરીને આંજણા ધામ ભવનનો શિલાન્યાસ કર્યો હતો.
વિશ્વ આંજણા ફાઉન્ડેશન અને આંજણાધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનારા આંજણાધામના શિલાન્યાસ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આંજણાધામ માત્ર વિદ્યાર્થીઓને અક્ષરજ્ઞાન આપવાનું કે સમાજના યુવાનોને આઈ.એ.એસ.-આઈ.પી.એસ. બનાવવાનું કેન્દ્ર માત્ર ન બને, આંજણાધામ એવા સંસ્કારવાન માનવ નિર્માણ માટેનું મિશન બને જે સમાજનું, માતા-પિતાનું અને રાષ્ટ્રનું ગૌરવ વધારે. આંજણા-ચૌધરી સમાજ રાષ્ટ્રભક્ત સમાજ છે. આંજણા યુવાનો ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત અભિયાનમાં સહયોગ આપે.
આંજણાધામ માટે દાન આપનાર સમાજના દાનવીર આગેવાનોનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે સન્માન કરાયું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વયં પણ રૂપિયા પાંચ લાખના દાનની ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે, પરિશ્રમ અને મહેનતનો પૈસો પવિત્ર હોય છે. દાતાઓએ પોતાના પવિત્ર ધનનો સદુપયોગ કર્યો છે. તેમણે કર્મ-ફળ વ્યવસ્થાનું ઉદાહરણ આપતાં સમજાવ્યું હતું કે, દાન એ આગામી જન્મ માટે અત્યારે જ કરેલી આર.ટી.જી.એસ. વ્યવસ્થા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમાજશક્તિને રાષ્ટ્રનિર્માણમાં જોડવાની આપેલી પ્રેરણાને અનુસરીને આંજણા ચૌધરી સમાજ એક ભવ્ય આંજણાધામનું નિર્માણ કરી રહ્યો છે. સમાજની ભાવિ પેઢીના ઉમદા ઘડતરના આ સેવા કાર્યમાં સહભાગી થવાની મને મળેલી તક એ મારું સૌભાગ્ય છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ શિલાન્યાસ કે ભૂમિ પૂજન કોઈ સંકુલના નિર્માણની આધાર શીલા માત્ર નથી, પરંતુ સમળદ્ધ અને શક્તિશાળી સમાજના ઘડતરની આગવી દિશા છે. વડાપ્રધાન મોદીએ સૌને સાથે રાખીને ચાલવાનો, સૌના સાથ, સૌના વિકાસનો મંત્ર આપ્યો છે.આંજણા સમાજ અને વિશ્વ આંજણા ફાઉન્ડેશને આ મંત્રને કાર્યમંત્ર બનાવ્યો છે તે અભિનંદનને પાત્ર છે. સમાજના યુવાઓને ઉચ્ચ શિક્ષણ, કારકીર્દી ઘડતર અને રમત-ગમત સહિતના સર્વાંગી ક્ષેત્રોમાં ખિલવાની પૂરતી તક આપવાનું આ આંજણા ધામ સંકુલ માધ્યમ બનશે.
શ્રી આંજણા ચૌધરી સમાજની વિશેષતા અંગે શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું હતું કે, આંજણા ચૌધરી સમાજ તો અર્બુદા માતાના વંશજો છે અને સમાજશક્તિનો પરિચય સમાજે દેશવિદેશમાં પણ આપ્યો છે.ગ્રામ-સંસ્કળતિ, કળષિ, દૂધ ઉત્પાદન અને પશુપાલન ક્ષેત્રે પરસેવો પાડી સિદ્ધિના શિખરો સર કરનારો આ પુરૂષાર્થી સમાજ છે.આવી સમાજશક્તિને સરકારનું પ્રોત્સાહન અને સૌનો સહકાર મળે તો વિકાસ બમણો થાય છે.સમાજ અને સરકાર સાથે મળીને કામ કેરે તો કેવી ઉન્નતિ થાય તેનું જીવંત ઉદાહરણ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસથી પૂરું પાડ્યું છે. સ્વાસ્થ્ય, વેપાર, ઉદ્યોગ અને શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે આંજણા સમાજે સફળતા મેળવી છે.
આંજણાધામના દાતા અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સંબોધતા જણાવ્યું હતું, આંજણાધામનો શિલાન્યાસ એ ચૌધરી સમાજ માટે ઐતિહાસિક અવસર છે. તેમણે દાનનો મહિમા સમજાવતા કહ્યું કે, જે સમાજ દાતાઓનું સન્માન કરે છે તે રાષ્ટ્ર આગવી પ્રતિષ્ઠા અને સમળદ્ધિ મેળવે છે. જેથી આ આંજણા ધામ માટે દાન આપનાર સર્વેને અભિનંદન, વંદન.
આ બિન રાજકીય સંસ્થાનમાં સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ થશે એવી આશા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે,૧૧ રૂપિયાનું દાન પણ ૧૧ કરોડ કરોડ બરાબર છે.આ ભવનના નિર્માણમાં તમામનો નાનો પણ ફાળો છે તેવો ભાવ થવો જોઈએ. ચૌધરીએ કહ્યું કે, ગર્ભ સંસ્કાર થકી આપણે તેજસ્વી અને સંસ્કારી બાળક- પેઢીનું સર્જન કરી શકીએ છીએ. આપણે સૌએ એક થઈને આ આંજણાધામના વિકાસમાં સહભાગી થઇએ તેવું શ્રી ચૌધરીએ સમાજના આગેવાનો-યુવાનોને આહ્વાન કર્યું હતું.
આંજણાધામ પ્રમુખ અને મુખ્ય દાતા શ્રી મણીભાઈ ચૌધરીએ કહ્યું હતું કે,ભગવાને મને આ દાન માટે સક્ષમ બનાવ્યો અને સમાજે આ દાન સ્વીકાર્યું તે બદલ હું સમાજનો આભારી છું.
દાતા દિલીપભાઈ શંકરભાઈ ચૌધરી, રમણભાઈ ચૌધરી અને કનુભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આંજણા ધામના મહામંત્રી અમિતભાઈ ચૌધરીએ આંજણા ધામના મુખ્ય દાતાશ્રીઓનો પરિચય કરાવી સમાજ હિતમાં દાન આપવા બદલ સર્વે દાતાઓનો આભાર માન્યો હતો.
સમાજ-રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસના ઉમદા હેતુથી જમિયતપુરા-ગાંધીનગરમાં વૈશ્વિક કક્ષાના આંજણા ધામના શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેમજ યુ.એસ.એ./કેનેડા સહિત વિવિધ દેશોમાંથી પણ આંજણા ચૌધરી સમાજના દાતાઓ, આંજણા ધામના ટ્રસ્ટીઓ, આગેવાન ભાઈ-બહેનો, કાર્યકરો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
