<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

સુરતની હીરાની ઘંટીઓ હવે રફ હીરાના બદલે લેખગ્રોન હીરાનું કરી રહી છે કામ

સુરતઃ ડાયમંડ કટર અને પોલીસ કરનારાઓને વધુ રોજગારી આપવાના ઉદેશ સાથે, એકલા સુરતમાં જ હવે ૮૦૦૦ હીરાના કારખાનાઓમાંથી ૫૨૦૦  ઉપરાંત એકમો હવે કુદરતી રફ હીરાના બદલે લેબમાં તૈયાર થયેલ હીરાનું કટીંગ અને પોલીશસંગ  કરતા થઇ ગયા છે.

૨૦૨૧ સુધી સુરતમાં માત્ર ૩૫૦ એકમો જ લેબમાં તૈયાર થયેલ હીરાઓના પ્રોસેસીંગમાં જોડાયેલા હતા.મધ્‍ય પૂર્વ અને યુરેપીયન મહાદ્વીપમાં સક્રિય યુધ્‍ધ વચ્‍ચે ચાલી રહેલ વર્તમાન મંદી છેલ્લા ૫૦ વર્ષના ઇતિહાસમાં સૌથી લાંબી ચાલી છે. જો કે આ  ઉદ્યોગનો અંદાજ છે કે લેબમાં તૈયાર થયેલ હીરાઓ અને તેનાથી જડિત આભુષણોની માંગ થી બજારો સ્‍થિર થશે.

(4:26 PM IST)